ઓસ્ટ્રેલિયન ટીમે ભારત સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની મેલબોર્ન ટેસ્ટમાં મજબૂત પકડ બનાવી લીધી છે. બીજી તરફ ભારતીય ટીમ પર ફોલોઓન બચાવવાનો ખતરો તોળાઈ રહ્યો છે. શુક્રવારે બીજા દિવસે સ્ટમ્પ સુધી ભારતે પ્રથમ ઇનિંગમાં 5 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા. ટીમ હજુ પણ ઓસ્ટ્રેલિયન ટીમથી 310 રનથી પાછળ છે. કાંગારૂ ટીમ પ્રથમ દાવમાં 474 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. મેચના બીજા દિવસે પણ કેટલીક રસપ્રદ મોમેન્ટ્સ જોવા મળી હતી. મેચ શરૂ થયાને એક કલાક પણ પસાર થયો ન હતો, ત્યારે એક પ્રશંસક મેદાનમાં ઘુસી ગયો, તેણે વિરાટ કોહલીના ખભા પર હાથ મૂક્યો અને તેની સાથે વાત કરી. તે જ સમયે ઓસ્ટ્રેલિયાનો બેટર સ્ટીવ સ્મિથ વિચિત્ર રીતે બોલ્ડ થયો હતો. ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપવા માટે ટીમ ઈન્ડિયા હાથ પર કાળી પટ્ટી બાંધીને બહાર આવી હતી. વાંચો પહેલા દિવસની શ્રેષ્ઠ મોમેન્ટ્સ… 1. ભારતીય ટીમ બ્લેક બેન્ડ પહેરીને આવી
ભારતીય ટીમ આજે હાથ પર કાળી પટ્ટી બાંધીને આવી હતી. ખેલાડીઓએ ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. ગુરુવારે રાત્રે તેમનું અવસાન થયું હતું. તેઓ 92 વર્ષના હતા. 2. ચાહક સુરક્ષા તોડીને મેદાનમાં ઘુસ્યો
બીજા દિવસના પ્રથમ સત્ર દરમિયાન, એક ચાહક સુરક્ષા કોર્ડન તોડીને મેદાનમાં પ્રવેશ્યો હતો. આ સમયે ભારતીય ટીમ ફિલ્ડિંગ કરી રહી હતી. ત્યારે અચાનક કેપ્ટન રોહિત શર્માને ડરાવીને એક ફેન સ્ટેન્ડ પરથી તેની પાસે દોડી આવ્યો અને પછી તેણે વિરાટ કોહલીના ખભા પર હાથ મૂકીને તેની સાથે વાત કરી. આ દરમિયાન સિક્યુરિટીએ તરત જ તેને પકડી લીધો અને તેને મેદાનમાંથી હટાવી દીધો. 3. કોહલીએ સ્મિથને તેની સદી બદલ અભિનંદન પાઠવ્યા
ઓસ્ટ્રેલિયાના બેટર સ્ટીવ સ્મિથે તેની ટેસ્ટ કારકિર્દીની 34મી સદી ફટકારી હતી. તેણે નીતિશ રેડ્ડીની 101મી ઓવરમાં પોતાની સદી પૂરી કરી હતી. સ્મિથે સદી ફટકારતાની સાથે જ આખું સ્ટેડિયમ ઊભું થઈને તેનું અભિવાદન કર્યું. ત્યારે વિરાટ કોહલી તેની પાસે ગયો અને તેની પીઠ થપથપાવીને અભિનંદન આપ્યા. 4. સ્મિથ વિચિત્ર રીતે બોલ્ડ થયો
ઓસ્ટ્રેલિયાએ 115મી ઓવરમાં નવમી વિકેટ ગુમાવી હતી. અહીં સ્ટીવ સ્મિથ 140 રન બનાવીને આઉટ થયો હતો. તેને આકાશ દીપે બોલ્ડ કર્યો હતો. સ્મિથ બેકઓફ લેન્થ બોલ રમવા માગતો હતો, પરંતુ એડ્જ વાગતા બોલ સ્ટમ્પમાં ગયો. સ્મિથ કંઈ સમજી શક્યો ન હતો અને તેણે બોલને રોકવાનો પ્રયાસ પણ કર્યો ન હતો, કારણ કે તે પહેલેથી જ ક્રિઝની બહાર આવી ગયો હતો. આવી સ્થિતિમાં તે પોતાની જાતને બોલ્ડ થતા જોતો રહ્યો. 5. રોહિતના આઉટ થયા બાદ ઓસ્ટ્રેલિયન પ્રશંસકોએ ઉત્સાહ વધાર્યો
વર્તમાન ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર, રોહિત શર્મા પહેલીવાર યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરવા આવ્યો હતો. રોહિત મોટી ઇનિંગ્સ રમી શક્યો ન હતો અને ઓપનર તરીકે પણ નિષ્ફળ રહ્યો હતો. રોહિત બીજી ઓવરમાં પેટ કમિન્સની બોલિંગમાં સ્કોટ બોલેન્ડના હાથે કેચ આઉટ થયો હતો. રોહિતના આઉટ થતાં જ સ્ટેડિયમમાં હાજર ઓસ્ટ્રેલિયન ચાહકોએ ઉભા થઈને જશ્ન મનાવ્યો હતો. 6. યશસ્વી જયસ્વાલ ખોટા કોલ પર રનઆઉટ થયો
ભારતે યશસ્વી જયસ્વાલના રૂપમાં ત્રીજી વિકેટ ગુમાવી હતી. જયસ્વાલ 82 રનના સ્કોર પર રનઆઉટ થયો હતો. તે વિકેટકીપર એલેક્સ કેરીના હાથે પેટ કમિન્સના થ્રો પર રનઆઉટ થયો હતો. 41મી ઓવરમાં જયસ્વાલ સ્કોટ બોલેન્ડના છેલ્લા બોલ પર શોટ લઈને દોડ્યો પરંતુ બોલ સીધો પેટ કમિન્સના હાથમાં ગયો. આ દરમિયાન નોન-સ્ટ્રાઈક પર ઊભેલા કોહલી રન લેવા માગતા ન હતો, પરંતુ જયસ્વાલ પોતાને રોકી શક્યા ન હતો. આવી સ્થિતિમાં બંને એક જ છેડે (નોન-સ્ટ્રાઈક એન્ડ) ઉભા હતા અને જયસ્વાલે પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ક્રિકેટના આ સમાચાર પણ વાંચો… ટીમ ઈન્ડિયા પર ફોલોઓનનો ખતરો મંડરાયો બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમને ફોલોઓનનો ખતરો છે. ટીમે શુક્રવારે સ્ટમ્પ્સ સુધી 164 રન બનાવીને 5 વિકેટ ગુમાવી દીધી છે. રિષભ પંત 6 રને અને રવીન્દ્ર જાડેજા 4 રને અણનમ પરત ફર્યા હતા. ભારતે ફોલોઓન બચવા માટે વધુ 111 રન બનાવવા પડશે. આ મેચનો ફોલોઓન માર્ક 275 રન છે, કારણ કે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 474 રન બનાવ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો… ઓસ્ટ્રેલિયન મીડિયાએ કોહલીને જોકર કહ્યો: ગાવસ્કરે કહ્યું- ઓસ્ટ્રેલિયન મીડિયા હંમેશા ક્રિકેટ ટીમના સપોર્ટિંગ સ્ટાફ તરીકે કામ કરે છે મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂટન્ટ સેમ કોન્સ્ટાસ સાથેની ટક્કર બાદ ઓસ્ટ્રેલિયાના મીડિયાએ વિરાટ કોહલીની મજાક ઉડાવી હતી. ધ વેસ્ટ ઓસ્ટ્રેલિયન અખબારે શુક્રવારે તેના છેલ્લા પેજ પર વિરાટ કોહલીને જોકર તરીકે દર્શાવ્યો હતો અને તેને ક્લાઉન કોહલી એટલે કે જોકર કોહલી કહ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો…