31 ડિસેમ્બર નજીક આવતાજ મજા માળવાના ફિરાકમાં રહેતા બુટલેગરો અને નશાખોરો સક્રિય બનતા હોય છે અને દારૂની હેરાફેરી શરૂ થતી હોય છે. ત્યારે શિયાળાની કડકડતી ઠંડીની વચ્ચે રાજકોટ રૂરલ LCB બ્રાન્ચે ગોંડલ તાલુકાના પાટીદળ ગામની સિમ વિસ્તારમાંથી 350 પેટીઓ સાથે કુલ રૂ.26 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. રાજકોટ જિલ્લાના SP હિમકરસીંહની સૂચનાને લઈને રૂરલ LCB બ્રાન્ચના PI વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ PSI એચ.સી. ગોહીલ અને સ્ટાફ નાઇટ પેટ્રોલીંગ દરમિયાન એલ.સી.બી. શાખાના પો.હેડ કોન્સ. અનિલ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઇ આલ તથા પો.કોન્સ. મહિપાલસિંહ ચુડાસમાની સંયુક્તમાં બાતમીના આધારે ગોંડલ તાલુકાના પાટીદળ ગામમાં હાઇબોન્ડ જવાના રસ્તે 100 વારીયા પ્લોટ વિસ્તારમાં આવેલ પડતર મકાનમાં અજય ઉર્ફે પંકજ જેન્તીભાઇ મકવાણા રહે.પાટીદડવાળાએ વેચાણ અર્થે ઇંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે. એ જગ્યા પર દરોડો પાડતા ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 350 પેટીઓ, 6792 નાની મોટી બોટલો સહિત કુલ 26,03,208/- રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જ્યારે અજય ઉર્ફે પંકજ જેન્તીભાઇ મકવાણા રહે – પાટીદડ ગામવાળાને પકડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ કામગીરીમાં રાજકોટ રૂરલ LCBના PI વી.વી.ઓડેદરા PSI એચ.સી.ગોહીલ, કે.એમ.ચાવડા, ASI બાલકૃષ્ણ ત્રીવેદી, અમીતસિંહ જાડેજા, પો.હેડ કોન્સ. અનિલ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઇ આલ, રસીક જમોડ, ઘનશ્યામસીંહ જાડેજા, મહિપાલસિંહ ચુડાસમા, ભાવેશ મકવાણા, દિલીપસીંહ જાડેજા, અનીરૂધ્ધસીંહ જાડેજા સહિતની ટીમ આ કામગીરીમાં જોડાઈ હતી.