back to top
HomeભારતEDITOR'S VIEW: કડકડતી ઠંડી હવે કેમ પડતી નથી?:દાયકા જૂના રેકોર્ડ તપાસતાં સામે...

EDITOR’S VIEW: કડકડતી ઠંડી હવે કેમ પડતી નથી?:દાયકા જૂના રેકોર્ડ તપાસતાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય, કઈ ગરબડો થઈ, જેના કારણે ગણિત ખોરવાયું?

હાડ થીજી જાય, દાંત કડકડાટી બોલાવે, સ્વેટર-જેકેટ કે મફલર પણ કામ ન કરે… આવી ઠંડી હવે કેમ પડતી નથી? દર વર્ષે ઠંડી મોડી અને ઓછી કેમ પડી રહી છે? વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થાય, બાકી આખો દિવસ વાતાવરણ નોર્મલ રહે. વાતાવરણમાં આ પરિવર્તન એ ખતરાની ઘંટડી છે. ઋતુચક્ર ઊંધું ફરવા લાગ્યું છે. આનું કારણ એવું સામે આવ્યું છે કે પહાડી રાજ્યોમાં જંગલ વિસ્તાર ઘટ્યો છે અને એના કારણે આ બધી ગરબડ થઈ છે. નમસ્કાર, વર્ષનો છેલ્લો મહિનો પૂરો થવા જઈ રહ્યો છે. વર્ષના છેલ્લા મહિનામાં જે કાતિલ ઠંડી પડવી જોઈએ એવી હજી પડી નથી. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે, પરંતુ જો ઋતુચક્ર બદલાયું ન હોત તો અત્યારસુધીમાં હાડ થીજવતી ઠંડી શરૂ થઈ ગઈ હોત. આ ક્લાઇમેટ ચેન્જનું પરિણામ છે, જેની અસર દેશભરના હવામાન પર જોવા મળી રહી છે. દેશનાં આવાં રાજ્યોમાં જંગલ વિસ્તારો ઘટી રહ્યા છે, જે વરસાદ અને હિમવર્ષા માટે જવાબદાર છે. સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ (SOFR)માં ખુલાસો થયો છે કે ભારતમાં ફોરેસ્ટ કવરનો વિસ્તાર અને વૃક્ષોના આવરણમાં વધારો થયો છે, પરંતુ પહાડી રાજ્યોમાં વન વિસ્તાર ઘટ્યો છે, જ્યાં હકીકતમાં ઘટવો ન જોઈએ. ઘણાં રાજ્યોમાં જંગલ વિસ્તારમાં ઘટાડો થયો છે
2021ની સરખામણીમાં દેશના કુલ જંગલ અને વૃક્ષોના વિસ્તારમાં 1,445 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે, જેમાં કુલ ભૌગોલિક વિસ્તારનો 25.17 ટકા હરિયાળો વિસ્તાર છે. હાલના મૂલ્યાંકન મુજબ દેશમાં કુલ જંગલ અને વૃક્ષોનો વિસ્તાર 8,27,357 ચોરસ કિલોમીટર છે, જે દેશના ભૌગોલિક વિસ્તારના 25.17 ટકા છે. જંગલ વિસ્તાર લગભગ 7,15,343 ચોરસ કિલોમીટર (21.76 ટકા) છે, જ્યારે વૃક્ષોનો વિસ્તાર 1,12,014 ચોરસ કિલોમીટર (3.41 ટકા) છે. ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી વધુ જંગલ વિસ્તાર ધરાવતાં ત્રણ રાજ્ય આ સિવાય દેશનાં ઘણાં રાજ્યોમાં જંગલ વિસ્તારમાં ઘટાડો થયો છે. ISFR વધુમાં દર્શાવે છે કે ઉત્તરાખંડમાં 22.9 ચોરસ કિલોમીટરના ઘટાડામાં કોર્બેટ, રાજાજી અને કેદારનાથ વન વિભાગ અને અન્ય 21 વન વિભાગોનો સમાવેશ થાય છે, જ્યાં બે વર્ષમાં જંગલ વિસ્તારમાં ઘટાડો જોવા મળ્યો છે. આ માહિતી પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તનમંત્રી ભૂપેન્દ્ર યાદવે મીડિયાને આપી હતી. ગુજરાતમાં ફોરેસ્ટ વિસ્તાર વધ્યો ફોરેસ્ટ રિપોર્ટમાં શું નોંધ કરવામાં આવી છે? દેશના સૌથી ઠંડા વિસ્તારોમાંથી શિયાળો ગાયબ ડિસેમ્બરમાં પણ અત્યારસુધી કડકડતી ઠંડી નથી શું આ વર્ષે કડકડતી ઠંડી નહીં પડે? ઠંડી મોડી અને ઓછી પડવાનાં કારણો શું? ભારતમાં શિયાળો ક્યાંથી ક્યાં સુધી હોવો જોઈએ? ભારતમાં શિયાળો 20 નવેમ્બરથી શરૂ થાય છે અને 20 ફેબ્રુઆરી સુધી ચાલે છે. દેશમાં શિયાળાને પણ ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. છેલ્લાં 5 વર્ષમાં ડિસેમ્બરની ઠંડીમાં ઘટાડો થયો છે
હવામાન શાસ્ત્રી મહેશ પલાવતનું કહેવું છે કે છેલ્લાં 5 વર્ષથી ડિસેમ્બરમાં ઠંડીમાં ઘટાડો થાય છે. કોલ્ડવેવના દિવસોની સંખ્યામાં ઘટાડો થયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોડા આવવાની ઘટના બે-ત્રણ વર્ષથી બની રહી છે. 2023માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જાન્યુઆરીમાં એક્ટિવ થયું હતું. જ્યારે ભૂમધ્ય સમુદ્રમાંથી આવતા આ પવનો સતત 7-8 વર્ષ મોડા આવશે ત્યારે હવામાનની પેટર્ન બદલાઈ ગઈ હોવાનું માનવામાં આવશે. એનાં લક્ષણો દેખાવા લાગ્યાં છે. ઋતુચક્ર બદલાતાં બધું મોડું મોડું થવા લાગ્યું
IPE ગ્લોબલ અને ESRI-Indiaના વિશ્લેષણ મુજબ ભારતની હવામાનની પેટર્નમાં ફેરફારના કારણે 149 જિલ્લા જે ચોમાસામાં પૂરનો સામનો કરતા હતા એમણે દુષ્કાળનો અનુભવ કરવાનું શરૂ કર્યું છે. તો 110 જિલ્લામાં પૂર આવવાનું શરૂ થયું છે જ્યાં દુષ્કાળની સ્થિતિ હતી. 2011થી 2024 સુધી ચોમાસું સતત એક અઠવાડિયું મોડું પહોંચ્યું હતું. એના કારણે શિયાળો પણ મોડો શરૂ થયો અને વસંત ઋતુ પણ મોડી શરૂ થઈ છે. આપણે ત્યાં ઠંડી પડવાનાં ત્રણ કારણ કયાં? બદલાયેલા ઋતુચક્રની અસર ભારતમાં જ નહીં, વિશ્વમાં થઈ છે
ક્લાઇમેટ ચેન્જની ઇન્ટરગવર્નમેન્ટલ પેનલે આવી પાંચ ઘટના નોંધી છે. છેલ્લે, ગયા વર્ષે 2023માં ભારતમાં હવામાન પરિવર્તનને કારણે 3 હજાર લોકો અને 92 હજાર પશુ-પક્ષીનાં મૃત્યુ થયાં હતાં. આ મોત માટે જવાબદાર આપણે જ છીએ. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ : યશપાલ બક્ષી )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments