back to top
Homeગુજરાતપ્રેમિકાને 30 લાખ આપવા મામાએ ‎ભાણેજનું અપહરણ કરાવ્યું‎:બાળક મરી ગયાનું સમજી ઝાડીમાં...

પ્રેમિકાને 30 લાખ આપવા મામાએ ‎ભાણેજનું અપહરણ કરાવ્યું‎:બાળક મરી ગયાનું સમજી ઝાડીમાં ફેંકી દીધું, કચરો વીણતા યુવકને મોબાઇલ મળ્યો ને પોલીસ માસૂમ સુધી પહોંચી

વાપીથી ભિલાડમાં લગ્નપ્રસંગમાં ગયા બાદ સાત વર્ષીય ‎બાળક અચાનક ગુમ થતાં ‎પરિવારે પોલીસમાં અપહરણની ‎ફરિયાદ નોંધાવી હતી. એમાં‎ બાળક 39 કલાક બાદ વાપીની ‎દમણગંગા નદી પાસે CETP પ્લાન્ટ નજીક ઝાડીઝાંખરામાંથી ‎બેભાન હાલતમાં મળ્યું ‎હતું. આ કેસમાં મુંબઇમાં રહેતા‎ બાળકના પિતરાઇ મામાએ જ પ્રેમિકાને ‎30 લાખ આપવા અન્ય બે ‎વ્યક્તિને રૂ. 10 લાખની લાલચ‎ આપી અપહરણ કરાવ્યું ‎હોવાનું પોલીસ તપાસમાં બહાર‎ આવ્યું છે. એમાં કચરો વીણતા એક યુવકને બાળક પાસેનો મોબાઇલ મળતાં પોલીસને તેને શોધવામાં સફળતા મળી હતી. આરોપીઓએ અગાઉથી પ્લાન બનાવ્યો હતો
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના અને સાત વર્ષથી સાઉદીમાં રહેતા એક વેપારી તાજેતરમાં પોતાના વતનમાં આવ્યા હતા, જે ગત 23 ડિસેમ્બરના રોજ પોતાની પત્ની અને સાત વર્ષના પુત્ર સાથે વાપીથી ભિલાડમાં એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા આવવાના હોવાની મુંબઈ ખાતે રહેતા સંબંધી શાહબાજ ખાન ઉર્ફે સોનુ ફારુખ ખાનને જાણ થઈ હતી. શાહબાજ ખાને તેના મિત્ર ઉમેર ઉર્ફે મોનું જુબેર ખાન અને મહંમદ ઉમેર ઉર્ફે સઉદ ફિરોઝ સલીમ કાઝી સાથે મળીને સાત વર્ષીય બાળકનું અપહરણ કરવાનો પ્લાન બનાવ્યો હતો અને મુંબઇથી ભિલાડ ખાતે લગ્નપ્રસંગમાં હાજર રહ્યા હતા. બાળક મરી ગયું હોવાનું લાગતાં ઝાડીમાં ફેંકી દીધું
આ દરમિયાન 23 ડિસેમ્બરના રોજ લગ્નપ્રસંગના અંતિમ દિવસે રાત્રે લગ્નમંડપમાં એકલા રમતા સાત વર્ષીય બાળકનું પિતરાઈ મામા સહિત ત્રણ ઈસમે અપહરણ કર્યું હતું. બાળકને કારમાં લઇને વાપી તરફ જઈ રહ્યા હતા. એ દરમિયાન બાળકને બેભાન કરવાના ઇરાદે ગળું દબાવ્યું હતું, જેથી બાળક બેભાન થઈ ગયું હતું. જોકે આરોપીઓને લાગ્યું કે બાળક મરી ગયું છે, જેથી વાપી NH-48 નજીક આવેલા CETP પ્લાન્ટ નજીક ઝાડીઝાંખરામાં બાળકને ફેંકતી વખતે પાસે રહેલો તેની નાનીનો મોબાઈલ નજીકમાં આવેલી ખુલ્લી જગ્યામાં નાખી દીધો હતો. કચરો વીણતા યુવકને મોબાઇલ મળતાં પોલીસ બાળક સુધી પહોંચી
આ તરફ પરિવારે અપહરણની ફરિયાદ નોંધાવી હોવાથી પોલીસ પણ બાળકને શોધી રહી હતી, આ દરમિયાન 25 ડિસેમ્બરના રોજ કચરો વીણતા એક યુવકને CETP પ્લાન્ટ નજીકથી બાળકની નાનીનો મોબાઈલ ફોન મળ્યો હતો, જેની જાણ વલસાડ પોલીસની ટીમને થતાં વલસાડ પોલીસની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કચરો વીણતા યુવકને મળેલા મોબાઇલની આજુબાજુના વિસ્તારને કોર્ડન કરીને સમગ્ર વિસ્તારનું સર્ચ-ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન અપહરણની ઘટનાના 39 કલાક બાદ બેભાન હાલતમાં બાળક મળ્યું હતું. પ્રેમિકાને ‎30 લાખ આપવા મામાએ ભાણેજનું અપહરણ કરાવ્યું હોવાનું ખૂલ્યું
પોલીસે બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડીને આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં હતાં, એમાં પોલીસે લગ્નપ્રસંગે હાજર વ્યક્તિઓને ટ્રેસ કરતાં ત્રણ વ્યક્તિ લગ્નમંડપ વિસ્તારમાં અને જે જગ્યાએથી બાળક મળ્યું એ જગ્યાએ હોવાનું જાણવા મળ્યું હતું, જેથી બે આરોપીને મુંબઈથી ઝડપી લીધા હતા. જોકે મુખ્ય આરોપી ઝડપાયો નહોતો. જે આરોપી આગ્રા હોવાની માહિતી મળતાં આગ્રા પોલીસની મદદ લઈને તેને પણ ઝડપી પાડ્યો હતો. મુખ્ય આરોપી શાહબાજ આ બાળકનો પિતરાઇ મામા થતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો, જેણે પ્રેમિકાને ‎30 લાખ આપવા ભાણેજનું અપહરણ કરાવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર‎ આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments