સલમાન ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સિકંદર’નું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. 1 મિનિટ 41 સેકન્ડના ટીઝરમાં સલમાન ખાનને દમદાર એક્શન અવતારમાં જોઈ શકાય છે. ટીઝરનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક જબરદસ્ત છે. સિકંદર ફિલ્મના દિગ્દર્શક એ.આર. મુરુગાદોસે તેમના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ટીઝર રિલીઝ કરવાની જાહેરાત કરી છે. તે નડિયાદવાલા ગ્રાન્ડસન યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝરમાં સિકંદરના રોલમાં જોવા મળેલો સલમાન ખાન માસ્ક પહેરીને એક સાથે ઘણા લોકોનો સામનો કરતો જોવા મળે છે. ટીઝરમાં તેનો ડાયલોગ છે,- ‘મેં સાંભળ્યું છે કે ઘણા બધા લોકો મારી પાછળ પડ્યા છે, બસ હું પાછો વળું એટલી જ વાર છે’. આ ડાયલોગ અને જબરજસ્ત બેકગ્રાઉન્ડ સાઉન્ડ સાથે સલમાન ખાન એક પછી એક બધાને ખતમ કરી નાખે છે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનને કારણે ટીઝર મોકૂફ રાખવામાં આવ્યું હતું
શરૂઆતમાં ફિલ્મ ‘સિકંદર’નું ટીઝર 27મી ડિસેમ્બરે સલમાન ખાનના 59માં જન્મદિવસના ખાસ અવસર પર રિલીઝ થવાનું હતું. જોકે, 26મી સપ્ટેમ્બરના એક દિવસ પહેલા જ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનના સમાચાર આવતા જ નિર્માતાઓએ તેને પોસ્ટપોન રાખ્યું હતું. નડિયાદવાલા ગ્રેન્ડસને એક્સ પર પોસ્ટ કરીને લખ્યું હતું, ‘સિકંદર’ ‘ટીઝર 28 ડિસેમ્બર સવારે 11-7 સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. શોકની આ ઘડીમાં અમારી સંવેદના સમગ્ર દેશ સાથે છે. તે સમજવા બદલ આભાર. સલમાન ખાન રશ્મિકા મંદાના સાથે જોવા મળશે
સલમાન ખાન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘સિકંદર’ વર્ષ 2025માં ઈદના અવસર પર રિલીઝ થશે. આ ફિલ્મનું ડિરેક્શન પ્રખ્યાત નિર્દેશક એઆર મુરુગાદોસ કરી રહ્યા છે. આ પહેલા મુરુગાદોસે ‘ગજની’, ‘હોલીડે’ અને ‘અકીરા’ જેવી હિન્દી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મનું નિર્માણ સાજિદ નડિયાદવાલાએ કર્યું છે. ફિલ્મનું સ્ટ્રીમિંગ પાર્ટનર નેટફ્લિક્સ છે.