બોની કપૂરે તાજેતરમાં એ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે જ્યારે તેણે દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીને પહેલીવાર પ્રપોઝ કર્યું હતું. જોકે, અભિનેત્રીને બોની કપૂરનો આ પ્રસ્તાવ પસંદ ન આવ્યો. કારણ એ હતું કે તે સમયે બોની કપૂર પરિણીત હતા અને બે બાળકોના પિતા હતા. આ કારણથી શ્રીદેવીએ તેની સાથે 6 મહિના સુધી વાત કરી ન હતી. બોની કપૂરે કહ્યું- મારા દિલે જે કહ્યું તે કર્યું
મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં બોની કપૂરે કહ્યું કે, ‘મને તેમને મનાવવામાં ચાર-પાંચ-છ વર્ષ લાગ્યાં. જ્યારે મેં તેમને પ્રપોઝ કર્યું તો તેમણે 6 મહિના સુધી મારી સાથે વાત કરી ન હતી. તેણે કહ્યું હતું- ‘તમે પરિણીત છો અને બે બાળકો છે. તમે મારી સાથે આવી રીતે કેવી રીતે વાત કરી શકો.’ ‘પણ મેં તે જ કહ્યું જે મારા દિલમાં હતું અને નસીબે મને સાથ આપ્યો.’ પહેલી પત્ની સાથે પણ સારું બોન્ડિંગ હતું
બોની કપૂરે એ પણ જણાવ્યું કે તેમને પત્ની હોવા છતાં પણ શ્રીદેવીને પ્રેમ કરતા હતા. પરંતુ તેણે પોતાની પહેલી પત્ની મોના શૌરીથી ક્યારેય પોતાની લાગણી છુપાવી નથી. મોના શૌરી કેન્સરથી મૃત્યુ પામ્યા ત્યાં સુધી તેની સાથે મિત્રતા રહી. બોની કપૂરે કહ્યું- પાર્ટનર પ્રત્યે ઈમાનદાર રહેવું જોઈએ
બોની કપૂરે આગળ કહ્યું- તમારા પાર્ટનર પ્રત્યે ઈમાનદાર રહેવું હંમેશા સારું છે. એ જ રીતે, તમારે તમારા બાળકો સાથે પ્રમાણિક બનવું જોઈએ. હું મારા બાળકોનો મિત્ર છું. હું મારા બાળકોની માતા છું અને તેમના માટે પિતા પણ છું. કોઈપણ સંબંધમાં સમજણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને તે સમય સાથે વધે છે. બોની કપૂરે 1996માં શ્રીદેવી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને બે પુત્રીઓ જ્હાન્વી અને ખુશીના માતા-પિતા બન્યા હતા.