ગુજરાતની હદ વટાવ્યા બાદ મહારાષ્ટ્રના અક્કલકુવા તાલુકાની સાતપુરા ગિરિમાળા નૈસર્ગિક સૌદર્ય માટે જાણીતી છે. સતત ઘાટ પરથી સર્પાકાર રસ્તાઓ પરથી પસાર થવાનો આનંદ અલગ છે. ઘાટની શરૂઆતથી સતત પર્વતની હારમાળા માર્ગ સાથે ચાલે છે. મહારાષ્ટ્રના ખેડૂતો પોતાનું ધાન્ય અહીં જ વેંચવા આવતા હોય છે, તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકા પેલેસથી 10 કિમી, અને તાલુકાની હદ પૂરી થતાં મહારાષ્ટ્રનું અક્કલકુવા શરૂ થયા છે.