બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને કેટલીક ફિલ્મોમાં બાળ કલાકારની ભૂમિકા ભજવ્યા બાદ, 1984માં આવેલી ફિલ્મ ‘હોલી’થી લીડ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં આમિરે એક કિસિંગ સીન આપ્યો હતો. જો કે, તેની કો-સ્ટાર કીટુ ગિડવાણીએ કહ્યું કે આ સીન કરતી વખતે આમિર ખાન ખૂબ જ નર્વસ હતો. એક્ટ્રેસ કિટૂ ગિડવાણીએ તાજેતરમાં સિદ્ધાર્થ કન્નનને આપેલા ઈન્ટરવ્યૂમાં આમિર સાથે કામ કરવાની વાત કરી હતી. તેણે કહ્યું કે, ‘આમિર ઘણો શાંત હતો. જ્યારે અમારા કિસિંગ સીનનો સમય આવ્યો ત્યારે તે મારી જેમ નર્વસ હતો. અમે બંને ખૂબ જ નર્વસ હતા. તે ખૂબ જ નમ્ર હતો. તે દિવસોમાં તે ખૂબ જ નમ્ર અને મીઠો હતો. તે સમયે તેને પ્રસિદ્ધિ મળી ન હતી. ત્યારે તે અમારા જેવા સાદા અભિનેતા હતા. તે મારી જેમ પ્રખ્યાત ન હતો. હું કીટુ ગિડવાણી હતી અને તે આમિર ખાન હતો. અમારી વચ્ચે કોઈ તફાવત નહોતો.’ કિટૂએ વધુમાં કહ્યું કે, મને તેના પરિવાર કે પૃષ્ઠભૂમિ વિશે કોઈ જાણકારી નહોતી. હું એક માત્ર દક્ષિણ બોમ્બેની એક્ટ્રેસ હતી જે સિનેમામાં હતી. ફિલ્મસિટીમાં જઈને શૂટિંગ કરતી હતી. અમારો એક નાનો લવ સીન હતો, જ્યારે અમે રૂમમાં જઈએ છીએ અને અમે કિસ કરવા જઈએ છીએ અને પછી અચાનક દરવાજો ખૂલે છે અને અમે ચોંકી જઈએ છીએ. કિટૂ ગિડવાણીએ આમિર સાથેની મિત્રતા પર વાત કરી
કિટૂ ગિડવાણીએ આમિર સાથે ‘અર્થ’ અને ‘ધોબીઘાટ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. વાતચીત દરમિયાન સિદ્ધાર્થ કન્નને તેને પૂછ્યું કે શું તે આમિરને મિત્ર કહી શકે છે. આના પર તેણે કહ્યું, હા, એક દિવસ અમે ફિલ્મ ફેશનની સક્સેસ કે પ્રી-રીલીઝ પાર્ટીમાં ગયા હતા. મધુર ભંડારકરે અમને જુહુના એક બારમાં બોલાવ્યા હતા. ખબર નહીં કેમ આમિર પણ ત્યાં આવ્યો. પ્રિયંકા કેક કાપી રહી હતી ત્યારે આમિર મારી પાસે આવ્યો અને કહ્યું કે, કિટૂ તું જાણે છે, તું આ પૃથ્વી પરની સૌથી સારી વ્યક્તિ છો.’ નોંધનીય છે કે, અભિનેત્રી કિટૂ ગિડવાણીને ટેલિવિઝન શો ‘શક્તિમાન’થી દેશભરમાં ઓળખ મળી હતી. તેણે આ શોમાં ગીતા બિસ્વાસની ભૂમિકા ભજવી હતી. તેણે ‘હોલી’, ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’, ‘ફેશન’, ‘ઓકે જાનૂ’, ‘ફિતરત’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.