back to top
HomeગુજરાતMLA વિરૂદ્ધના વાઈરલ લેટર મુદ્દે BJPના 4 કાર્યકરોની ધરપકડ:અમરેલી તાલુકા પંચાયત પ્રમુખના...

MLA વિરૂદ્ધના વાઈરલ લેટર મુદ્દે BJPના 4 કાર્યકરોની ધરપકડ:અમરેલી તાલુકા પંચાયત પ્રમુખના નામે MLAની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી હતી, પૂર્વ હોદ્દેદાર સહિત ચારેયને પોલીસે પકડી લીધા

અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામ અને હોદ્દાવાળો બનાવટી લેટરપેડ સોશિયલ મીડિયામાં ગઈ કાલે(27મી ડિસેમ્બરે) વાઈરલ કર્યો હતો, ત્યારબાદ મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચ્યો હતો. આ ઘટનાને લઈ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. કેટલાક આગેવાનો ગાંધીનગર સુધી કૌશીક વેકરીયાને સમર્થનમાં પણ પહોંચ્યા હતા. આ ઘટનામાં અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં કિશોર કાનપરીયા ફરિયાદ નોંધાવી હતી, ગુન્હો નોંધાયા બાદ અમરેલી SPની ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ તપાસમા માહિતી ખુલી છે તે પ્રમાણે કપટપૂર્વક બનાવી જેમાં કિશોરભાઈ તથા ગુજરાત રાજ્ય વિધાનસભાના નાયબ દંડકની પ્રતિષ્ઠાને હાની પહોંચાડી હતી. આ ઇરાદે યેનકેન પ્રકારે આક્ષેપોવાળું કોમ્પ્યુટરમાં સહી નીચે સ્ટેમ્પ સિક્કા લાગી ખોટું લખાણ કિશોર કાનપરીયાના ધ્યાન બહાર તેના નામથી બનાવી લોકોમાં ભય ફેલાવી ગભરાટ પેદા કરાયો હતો. છેતરવાના ઇરાદે ખોટું લખાણ કિશોર કાનપરીયા નામવાળો લેટરપેડ પત્ર જેને ઉદેશીને લખ્યો છે, તે બનાવટી દસ્તાવેજ હોવાનું જાણવા મળતાં છતાં અન્ય લોકોને ઈન્ટરનેટના માધ્યમથી પ્રસારિત કરી ગુન્હો કર્યો હતો. ગંભીર પ્રકારના ગુન્હામાં તપાસ કરી આરોપીઓને પકડી પાડ્યા
સોશિયલ મીડિયામાં પત્ર વાઈરલ થવાના કારણે જિલ્લા પોલીસ વડા (SP) સંજય ખરાતની ટીમ દ્વારા સૂચના આપતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, વિવિધ પોલીસની ટીમો દ્વારા ટેક્નિકલ રીતે તપાસ કરી હતી. જેમાં આરોપીઓ સુધી પહોંચવામાં અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચને મહત્વપૂર્ણ સફળતા મળી છે. જેમાં આરોપી મનીષકુમાર ચતુરભાઈ વઘાસીયા રે.અમરેલી,પાયલબેન અશ્વિનભાઈ ગોટી રે.વિઠલપુર(ખંભાળીયા),અશોકભાઈ કનુભાઈ માંગરોળીયા રે.જશવંતગઢ તાલુકો અમરેલી, જીતુભાઇ બાવચંદભાઈ ખાત્રા રે.જશવંતગઢ સહિત 4 આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પૂછ પરછ હાથ ધરવામાં આવી છે. મુખ્ય આરોપી ભાજપનો પૂર્વ હોદ્દેદારની સંડોવણીSP સંજય ખરાતે જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી મનીષ વઘાસીયા અમરેલી તાલુકા યુવા ભાજપનો પૂર્વ પ્રમુખ છે અને જશવંત ગઢ ગામનો સરપંચ અશોકભાઈ માંગરોળીયા સહિત કાર્યકરો ભાજપના જ હોવાને કારણે ખળભળાટ મચ્યો છે. અમરેલી SP સંજય ખરાતએ જણાવ્યું હતું કે, સોશિલ મીડિયામાં એક પત્ર વાઈરલ થયો હતો, જેમાં ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડકના નામનો પત્ર વાઈરલ થયો હતો. આરોપીઓ સામે અલગ અલગ સેક્શન લગાવી
SPએ વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલે અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા અરજી આપતા અમે ગુન્હો નોંધ્યો, જેમાં અરજદારના કહેવા પ્રમાણે તેને પત્ર લખ્યો નથી. સહી સિક્કો પણ તેને આપેલા નથી. આ બાબતે એલસીબી, એસઓજીની ટીમ તપાસ કરતા 4 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ 4 લોકોની અલગ અલગ સમયે અલગ ભૂમિકા છે. એક ગુનાહિત કાવતરાને અંજામ આપ્યો છે. અલગ અલગ સેક્શન લગાવી છે, ખોટું લખાણ કરી બદનક્ષી કરવી કોઈ વ્યક્તિને નુકસાન જાય તેવી રીતે આઇટી એક્ટ હેઠળ ગુન્હો અને જાહેર જનતામાં ગભરાટ ઉભો કરવો તે પ્રકારનો ગુન્હો નોંધ્યો. ધરપકડ બાદ અન્યની સંડોવણી બાબતે તપાસ કરશે
તાત્કાલિક પોલીસને આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે. તપાસમાં હવે જે લોકોની સંડોવણી છે, જે લોકોની ભૂલ છે, કઈ જગ્યાએ અલગ અલગ જગ્યા બતાવી છે. કોનું કોનું માર્ગદર્શન મળતું હતું. તે તપાસ સાયબર ક્રાઇમની ટીમ તપાસ કરશે. કડકમાં કડક કાર્યવાહી થશે. મુખ્ય આરોપી મનીષકુમાર વઘાસીયા છે, હજુ આમાં કોઈની સંડોવણી હશે તો અમે તપાસ કરીશું.
ધારાસભ્ય વિરૂદ્ધમાં લેટર વાઈરલ થતાં કાનપરીયાએ સીઆર પાટીલને પત્ર લખ્યો હતો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments