વડોદરાના દરજીપુરા વિસ્તારમાં મોડીરાત્રે દરોડા પાડવા ગયેલી SMCની ટીમ પર હુમલો થયાના સમાચાર મળી રહ્યાં છે. જેમાં દારૂના ચાલતા કટિંગ પર SMCની ટીમ રેડ કરવા ગઈ તો કેટલાંક શખસોએ પથ્થર મારો શરૂ કરી દીધો હતો. આ હુમલામાં SMCના કેટલાક સભ્યોને ઇજા થઈ હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે. આ ઘટનામાં SMCના PSIએ સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હાલ આ મામલો હરણી પોલીસ મથકે પહોંચ્યો છે. હરણી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. SMCના સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમામે, 28 ડિસેમ્બરની મોડીરાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરજીપુરા ગામમાં દારૂના કટિંગ પર રેડ કરી હતી. આ દરમિયાન કેટલાંક શખસોએ ટીમ પર પથ્થર મારો કર્યો હતો. આ હુમલામાં એસએમસીના પીએસઆઇ આર. જી. ખાટે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં હાલ ત્રણ લોકોને ઝડપી પાડી રૂપિયા 22 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. દરજીપુરા પાસે ટ્રાન્સપોર્ટ કંપની ઓફિસ પાસે આ ઘટના બની હતી. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યાં છીએ….