back to top
Homeગુજરાતઅહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી:હિંમતનગરની અનેરા વિશ્વ મંગલમ સંસ્થામાં વ્યાખ્યાન માળાનું આયોજન કરાયું

અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી:હિંમતનગરની અનેરા વિશ્વ મંગલમ સંસ્થામાં વ્યાખ્યાન માળાનું આયોજન કરાયું

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર તાલુકાના અનેરા ખાતે આવેલ વિશ્વ મંગલમ સંસ્થામાં અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મજયંતી નિમિતે વ્યાખ્યાન માળાનું આયોજન કરાયું હતું. જેમાં વક્તાઓએ અહિલ્યાબાઈ હોલકરના આદર્શ જીવન વિશેની વાતો રજૂ કરી હતી. સાબરકાંઠા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા અહિલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતી નિમિતે હિંમતનગરના અનેરા-આકોદરા ખાતે આવેલ વિશ્વ મંગલમ સંસ્થામાં ” પુણ્ય શ્લોક અહિલ્યાબાઈ હોલકર એક આદર્શ સામ્રાજ્ઞી” વિષય પર વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાન માળા કાર્યક્રમ તરીકે મુખ્ય વકતા વડાલીના શારદા હાઇસ્કૂલના ગૌતમભાઈ ભટ્ટ તેમજ હિંમતનગરની જૈનાચાર્ય વિદ્યાલયના બાબુભાઇ નાયીએ વ્યાખ્યાન માળામાં પુણ્ય શ્લોક અહિલ્યાબાઈ હોલકરના જીવન આદર્શો જીવન-કવન વિશેની વિસ્તૃત જાણકારી-માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશ્વ મંગલમ અનેરા-આકોદરા સંસ્થાની વિદ્યાર્થીનીઓ-શિક્ષકગણ તેમજ પ્રબુદ્ધ નાગરિક મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના જિલ્લા ટીમના તમામ સંવર્ગના પદાધિકારીઓ સંજયભાઈ પટેલ,જે.ડી.પટેલ,પી.જે.મહેતા,નરેશભાઈ પટેલ,રોબિનભાઈ પટેલ,મનોજભાઈ પંડ્યા ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments