મેલબોર્ન ટેસ્ટમાં કારકિર્દીની પ્રથમ સદી ફટકારનાર નીતિશ રેડ્ડીના પિતા મુત્યાલા રેડ્ડી પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરને મળ્યા હતા. આ દરમિયાન મુત્યાલાએ ગાવસ્કરને પગે લાગીને નમસ્કાર કર્યું હતું. ગાવસ્કરે મુત્યાલાને ઊભા કર્યા ને પછી ગળે લગાવ્યા. આ ભાવુક ક્ષણે ગાવસ્કર પણ રડી પડ્યા હતા. તેમણે કહ્યું, “તમારા બલિદાનને કારણે, ભારતને નીતિશ રેડ્ડી નામનો હીરો મળ્યો છે. અમે જાણીએ છીએ કે તમે કેટલું બલિદાન આપ્યું છે. તમે ખૂબ સંઘર્ષ કર્યો છે. તમારા કારણે, હું રડી રહ્યો છું. તમારા કારણે, ભારતને હીરો મળ્યો છે. ભારતીય ક્રિકેટને એક હીરો મળી ગયો છે.” સુનિલ ગાવસ્કરે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું
નીતિશ રેડ્ડીએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)ની પ્રથમ મેચમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. શનિવારે મેલબોર્નમાં ચોથી મેચના ત્રીજા દિવસે તેણે કારકિર્દીની પહેલી સેન્ચુરી ફટકારી હતી. નીતિશની સદી બાદ સુનીલ ગાવસ્કરે તેને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. પિતાએ નીતિશ માટે નોકરી છોડી દીધી હતી
મુત્યાલા રેડ્ડીએ 2016માં હિન્દુસ્તાન ઝિંકમાં તેમની નોકરી છોડી દીધી હતી જેથી તેમના પુત્રની ક્રિકેટ કૌશલ્યને વધુ સારી બનાવી શકાય. નીતિશે BCCIને આપેલા ઇન્ટરવ્યૂમાં પિતાના બલિદાનની પણ ચર્ચા કરી હતી. નીતિશે કહ્યું હતું કે, “સાચું કહું તો, હું બાળપણમાં ક્રિકેટને લઈને બહુ ગંભીર નહોતો. મારા પિતાએ મારા માટે તેમની નોકરી છોડી દીધી હતી. મારી કહાની પાછળ મારા પિતા અને પરિવારનું ઘણું બલિદાન છે. એક દિવસ મેં તેમને પૈસાની કમીના કારણે રડતા જોયા. પછી મને સમજાયું કે મજા માટે આ રીતે ક્રિકેટ રમી શકાય નહીં.” “અહીંથી હું ક્રિકેટ પ્રત્યે સંપૂર્ણપણે ગંભીર બની ગયો હતો. મેં ખૂબ મહેનત કરી અને પરિણામ મેળવ્યું. હવે મને મારી જાત પર ગર્વ છે કે મારા પિતા હવે ખુશ છે.” મુત્યાલાએ કહ્યું- જ્યાં ગાવસ્કર-લક્ષ્મણ રમ્યા, ત્યાં દીકરાની સદી નીતિશના પિતાએ કહ્યું, “મને ખરેખર ખૂબ ગર્વ છે. તે (નીતિશ) મારા પરિવારને આ પદ પર લઈ ગયો. તેણે અમારા પરિવારને ખૂબ જ ગર્વ અનુભવ્યો, તે માટે હું તેનો આભાર માનું છું. હું જાણું છું કે તે મારો પુત્ર છે. પરંતુ હું તેનો આભાર માનવાનું બંધ કરી શકતો નથી. એક પિતા તરીકે, મારા પુત્રએ તેની પહેલી સેન્ચુરી ફટકારી જ્યાં સુનિલ ગાવસ્કર, વીવીએસ લક્ષ્મણ અને રવિ શાસ્ત્રી જેવા દિગ્ગજ ક્રિકેટરો રમ્યા હતા. મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ છે, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે ભવિષ્યમાં પણ આવી જ સદી ફટકારે.” નીતિશ-સુંદરે ફોલોઓન ટાળ્યું
મેલબોર્નમાં ત્રીજા દિવસે ભારતે પહેલી ઇનિંગમાં 7 વિકેટ ગુમાવ્યા બાદ નીતિશ બેટિંગ કરવા આવ્યો હતો. તે સમયે ભારતનો સ્કોર 191 રન હતો. ટીમ ઈન્ડિયા ફોલોઓનના આરે ઊભી હતી. નીતિશે ન માત્ર સદી ફટકારી પરંતુ ઓસ્ટ્રેલિયાની લીડને પણ ઘટાડી દીધી. તેણે વોશિંગ્ટન સુંદર સાથે 127 રનની ભાગીદારી કરી હતી. નીતિશ સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો… નીતિશને ક્રિકેટર બનાવવા પિતાએ નોકરી છોડી દીધી ‘ફાયર નહીં…વાઇલ્ડફાયર હૈ.’ પુષ્પા-2નો આ ડાયલોગ ભારતીય ટીમના ઉભરતા સ્ટાર પ્લેયર નીતિશ કુમાર રેડ્ડી પર એકદમ ફિટ બેસે છે. નીતિશે 80,000+ લોકો વચ્ચે જે પરાક્રમ કર્યું છે, તે કદાચ ભાગ્યે કોઈ ખેલાડી કરી શકે છે. T20ના યુગમાં આ 21 વર્ષીય ખેલાડીએ જે શાંતિથી અને હિંમતથી અડગ રહીને જે બેટિંગ કરી છે, તે ખૂબ જબરદસ્ત છે. 26 મે 2003ના રોજવિશાખાપટ્ટનમમાં જન્મેલા આ છોકરાએ મેલબોર્નના ઐતિહાસિક સ્ટેડિયમ MCGમાં શાનદાર સેન્ચુરી ફટકારી છે. તેણે ટીમ ઈન્ડિયાની લાજ રાખી છે. ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં ઓસ્ટ્રેલિયાની મજબૂત બોલિંગ લાઇન-અપ સામે કરિયરની પહેલી સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટમાં સદી પૂરી કરનાર તે ત્રીજો સૌથી યંગેસ્ટ ભારતીય ખેલાડી બન્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો… મેલબોર્ન ટેસ્ટ: નીતિશની સદી પછી પિતા ભાવુક થયા: પંત વિચિત્ર રીતે આઉટ થયો, નીતિશ રેડ્ડીએ ફિફ્ટી પુષ્પા સ્ટાઈલમાં સેલિબ્રેટ કરી; મોમેન્ટ્સ મેલબોર્નમાં રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં ભારતે પુનરાગમન કર્યું છે. મેચના ત્રીજા દિવસે ભારતને ફોલોઓનનો ખતરો હતો, પરંતુ નીતિશ રેડ્ડી અને વોશિંગ્ટન સુંદરની ભાગીદારીએ ટીમને આ જોખમમાંથી બચાવી લીધી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…