back to top
Homeસ્પોર્ટ્સઆંધ્ર ક્રિકેટ એસોસિયેશન નીતિશને ₹25 લાખ આપશે:અધ્યક્ષે કહ્યું- અમારા માટે આનંદની ક્ષણ;...

આંધ્ર ક્રિકેટ એસોસિયેશન નીતિશને ₹25 લાખ આપશે:અધ્યક્ષે કહ્યું- અમારા માટે આનંદની ક્ષણ; ગાવસ્કરે કહ્યું- ઈતિહાસની શાનદાર ઇનિંગ્સમાંથી એક

આંધ્ર ક્રિકેટ એસોસિયેશન (ACA) મેલબોર્ન ટેસ્ટમાં સદી ફટકારીને ભારતને કમબેક કરાવનાર નીતિશ રેડ્ડીને 25 લાખ રૂપિયાનું રોકડ ઇનામ આપશે. શનિવારે નીતિશે પોતાની કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. તેણે 114 રન બનાવ્યા હતા.. ACAના પ્રમુખ કેસિનેની શિવનાથે કહ્યું કે,’આંધ્ર ક્રિકેટ એસોસિયેશન માટે આ ખુશીની ક્ષણ છે. આંધ્રનો નીતિશ ભારત માટે ટેસ્ટ અને T20માં સારું પ્રદર્શન કરી રહ્યો છે. સન્માન તરીકે, નીતિશને 25 લાખ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવી રહી છે.’ ઈતિહાસની શાનદાર ઇનિંગ્સમાંની એક: ગાવસ્કર
21 વર્ષીય રેડ્ડીની સદીની મદદથી ભારતે ત્રીજા દિવસે સ્ટમ્પ સુધી 9 વિકેટ ગુમાવીને 358 રન બનાવ્યા હતા. સમગ્ર સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર રેડ્ડીએ ચોથી ટેસ્ટમાં પણ શાનદાર ઇનિંગ રમી હતી. તેની ઇનિંગ્સને ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે ભારતના ટેસ્ટ ઈતિહાસની સૌથી મહાન ટેસ્ટ ઇનિંગ્સમાંની એક ગણાવી છે. મુશ્કેલ સંજોગોમાં સદી ફટકારી
નીતિશે મેલબોર્ન ટેસ્ટના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર કાઢ્યું અને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ સદી (114 રન) ફટકારી. નીતિશ જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમની પ્રથમ ઇનિંગમાં 6 વિકેટ પડી હતી. નીતિશે ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર સાથે 127 રનની ભાગીદારી કરી હતી. સિરીઝમાં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા
નીતિશે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. પર્થ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં નીતિશે સૌથી વધુ 41 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં પણ તેણે 38 રનની ઝડપી અણનમ ઇનિંગ રમી હતી. તેણે એડિલેડ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં 42-42 રન બનાવ્યા હતા. નીતિશે આ સિરીઝની 6 ઇનિંગ્સમાં 284 રન બનાવ્યા છે અને તે સિરીઝમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments