પહાડી વિસ્તારોમાં થતી હિમવર્ષાથી ગુજરાત ઠુંઠવાયું હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન -4 ડિગ્રી પર પહોંચ્યું..દેશના પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાથી ગુજરાત ઠુંઠવાયું..5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું.. ભૂપત ભાયાણીએ હર્ષદ રિબડીયા પર સાધ્યું નિશાન ઈકોઝોન મુદ્દે ભાજપના નેતા ભૂપત ભાયાણીએ આડકતરી રીતે હર્ષદ રિબડિયાને નિશાને લીધા. તેમણે કહ્યું ખેડૂતોના હિત મુદ્દે સરકાર અને ભારતીય જનતા પાર્ટીને યેનકેન પ્રકારે બદનામ કરવાના ઈરાદાથી અમુક લોકો હમણા નીકળી પડ્યાં છે. જમાલપુર બ્રિજ પાસે કાર ચાલકે શાક વેચતી મહિલાને કચડી જમાલપુર બ્રિજ પાસે કાર ચાલકે શાક વેચતી મહિલાને કચડી…સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા થયેલા આ અકસ્માતમાં અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે. કૌશિક વેકરીયાને બદનામ કરવાની ઘટનામાં રિકન્સ્ટ્રક્શન વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાને લેટર વાઈરલ કરીને બદનામ કરવાની ઘટનામાં આજે ચાર આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું.. યુવા મોરચાના પૂર્વ પ્રમુખની ઓફિસમાં લેટર ટાઈપ કરનાર ભાજપના જ 4 કાર્યકરોને ગઈકાલે પોલીસે પકડ્યા હતા. 22 વર્ષના યુવકની સેંકડો ઘા ઝીંકી હત્યા કરાઈ માણસામાં 22 વર્ષના યુવકની ખેતરમાં હત્યા કરાઈ..અજાણ્યા હત્યારાઓએ મૃતકના પેટ પર સેંકડો ઘા ઝીંકી તેના પેટના આંતરડા બહાર કાઢી દીધા હતા.. ઘટનાથી ગામમાં ચકચાર મચી છે. ક્રિસમસ વેકેશનમાં ગુજરાત બન્યું હોટ ફેવરિટ ક્રિસમસ વેકેશનમાં ગુજરાત બન્યું હોટ ફેવરિટ..સોમનાથ, દ્વારકા,SOU અને દીવમાં લાખો પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો; હોટલ, ગેસ્ટહાઉસ, ધર્મશાળા અને હોમ સ્ટેમાં પણ જગ્યા નહી.. કંપનીમાં ગેસ ગળતર થતા ચાર કામદારોના મોત દહેજની જીએફએલ કંપનીમાં ગેસ ગળતર થતા ચાર કામદારોના મોત નીપજ્યા.. કંપનીએ તપાસમાં સહયોગની ખાતરી આપી મૃતકોના પરિવારજનો માટે 25 લાખના વળતરની જાહેરાત કરી.. પત્ની પીડિત પતિઓએ પ્લે કાર્ડ સાથે કર્યું પ્રદર્શન સુરતમાં બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષના આત્મહત્યા કેસને લઈને પત્ની પીડિત પતિઓએ પ્રદર્શન કર્યું. દેખાવકારોએ પ્લેકાર્ડ લઈ કાયદા હેઠળ મહિલાઓના અધિકારોના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો. વધુ એક હેવાન પતિએ પત્નીની હત્યા કરી સુરતમાં વધુ એક પતિએ પત્નીની હત્યા કરી..નોકરીના કંકાસમાં પતિએ ઊંઘતી પત્નીને ગળા પર છરીના ઘા મારી હત્યા કરી.. દીકરીઓની નજર સામે જ માતાની હત્યા કરી.પોલીસે આરોપી પતિની ધરપકડ કરી.. પત્ની-પુત્રની હત્યા કરનાર સ્મિત જીયાણીના ડ્રામા સુરતમાં પત્ની-પુત્રની હત્યા કરનાર સ્મિત જીયાણી તપાસમાં સહકાર નથી આપી રહ્યો..સ્ટેટમેન્ટ લેવા પહોંચેલી પોલીસ સામે તે બોલાતું નથી અને જીભ કપાઈ ગઈ હોવાનું રટણ કરી રહ્યો છે…