બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન 27 ડિસેમ્બરે 59 વર્ષનો થયો. સલમાને આ જન્મદિવસ જામનગરમાં પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં ઉજવ્યો હતો. તાજેતરમાં, સલમાનના જન્મદિવસની ઉજવણીની તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, જેમાં તે તેની ભત્રીજી આયત સાથે જોવા મળ્યો અને તેને ખોળામાં લઈ કેક કટ કરી હતી. સલમાન ખાન જામનગરના વંતારામાં રોકાયો હતો. તેની કેક કટિંગ સેરેમનીનો વીડિયો હાલ સામે આવ્યો છે. નેવી બ્લુ શર્ટ પહેરીને સલમાને ભત્રીજી આયતનો હાથ પકડીને કેક કાપી હતી. કારણ કે આયતનો પણ એ જ દિવસે બર્થડે છે. તેના પરિવારમાંથી તેની માતા સલમા, સાવકી માતા હેલન, બહેન અર્પિતા, આયુષ અને નિર્વાણ પણ જોવા મળ્યા હતા. રિતેશ દેશમુખ પણ પત્ની જેનેલિયા ડિસોઝા અને બાળકો સાથે સેલિબ્રેશનનો ભાગ બન્યો હતો. સલમાનના કેક કટિંગમાં વંતારાના માલિક મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી પણ હાજર રહ્યા હતા. આ સમય દરમિયાન, સલમાનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ પણ આ સેલિબ્રેશનનો વીડિયો રેકોર્ડ કરતી જોવા મળી હતી. કેક કટિંગ સેરેમની બાદ સલમાનના જન્મદિવસને ખાસ બનાવવા માટે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. જેને તમામ મહેમાનો રેકોર્ડિંગ અને એન્જોય કરતા જોવા મળ્યા હતા. જામનગરના જન્મદિવસની અંદરની તસવીરો જુઓ- પરિવાર અને મિત્રો માટે આખી ફ્લાઇટ બુક કરવી
શનિવારે ખાન પરિવાર અને તેમના નજીકના મિત્રો જામનગર જતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. વીડિયોમાં બધા ફ્લાઈટમાં સાથે બેસીને એન્જોય કરતા જોવા મળ્યા હતા.