દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કાળી મહુડી ગામે બે ઈસમો દ્વારા ગાયની હત્યા કરી તેના માસને ખાવા માટે અથવા તો ગાયના માસને વેચવા માટે ગાયનું મારણ કરતાં જ્યાં ગામના લોકો આવી પહોંચતાં બંને ઈસમો નાસી જવામાં સફળ રહ્યાં હતાં, ત્યારે આ અંગેની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતાં પોલીસે ગૌમાંસનો રૂ.9,200/-નો જથ્થો કબજે કરી ફરાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.27મી ડિસેમ્બરના રોજ ઝાલોદના કાળી મહુડી ગામે પુનીયા ફળિયામાં રહેતાં મંગળા નાનજી કટારા તથા સુભાષ ઉર્ફે ટીનુ નીનામા (બંન્ને રહે. કાળી મહુડી, પુનીયા ફળિયા, તા.ઝાલોદ, જિ.દાહોદ) નાઓ પોતાના ખાવા માટે અથવા તો વેચવાના હેતુસર ગાયનું મારણ કરી તેના માંસના ટુકડા કરતાં તે દરમ્યાન ગામમાં રહેતાં ભરત અબજી નીનામા તથા તેમની સાથે અન્ય ગ્રામજનો ત્યાં આવી પહોંચતાં મંગળા તથા તેની સાથેનો સુભાષ ઉર્ફે ટીનુ ગ્રામજનોને જોઈ નાસી ગયાં હતાં. આ અંગેની સ્થાનીક પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી ગૌ માંસનું 46 કિલો ગૌ માંસ કિંમત રૂ.9,200/-ના ગૌ માંસનો જથ્થો કબજે કર્યો હતો. માસના જથ્થાનુ પરિક્ષણ કરવામા આવતા લેબોરેટરી રિપોર્ટમા ગૌમાસ હોવાનું બહાર આવ્યું હતું, આ સંબંધ ભરત અબજી નીનામાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.