રવિવારે, દક્ષિણ કોરિયાના બેંગકોકથી આવી રહેલી જેજુ એરની ફ્લાઈટ મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન રનવે પરથી સરકી ગઈ અને વાડ સાથે અથડાઈ. વિમાનમાં સવાર 181 લોકોમાંથી 28 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ જાણકારી યોનહાપ ન્યૂઝ એજન્સીએ આપી છે. એજન્સીના જણાવ્યા અનુસાર, ‘બોર્ડમાં 175 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર હતા, પ્લેન મુઆન એરપોર્ટ પર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 28 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. સાઉથ-વેસ્ટ કોસ્ટલ એરપોર્ટ પર ભારતીય સમય મુજબ સવારે 5:37 વાગ્યે (સ્થાનિક સમય મુજબ 9:07 વાગ્યે) પ્લેન ક્રેશ થયું હતું, જે દક્ષિણ કોરિયાના સાઉથ જેઓલામાં છે. પ્લેન ક્રેશની તસવીરો… 4 દિવસ પહેલા કઝાકિસ્તાનમાં પ્લેન ક્રેશ થયું હતું 25 ડિસેમ્બરે અઝરબૈજાનથી રશિયા જતું વિમાન કઝાકિસ્તાનના અક્તાઉ એરપોર્ટ પાસે ક્રેશ થયું હતું. પ્લેનમાં 5 ક્રૂ મેમ્બર સહિત 67 લોકો સવાર હતા. જેમાંથી 38 લોકોના મોત થયા હતા. પ્લેન અઝરબૈજાનની રાજધાની બાકુથી ગ્રોઝની પહોંચ્યું હતું. અમે આને સતત અપડેટ કરીએ છીએ..