back to top
Homeગુજરાતદુલ્હન લગ્નના 6મા દિવસે ₹35 લાખ લઈ પ્રેમી સાથે રફૂચક્કર:વલસાડના ટ્રાન્સપોર્ટર પતિને...

દુલ્હન લગ્નના 6મા દિવસે ₹35 લાખ લઈ પ્રેમી સાથે રફૂચક્કર:વલસાડના ટ્રાન્સપોર્ટર પતિને બ્યુટીપાર્લર લઈ ગઈ, ઘણું મોડું થશે કહી ઘરે મોકલી દીધો ને ગોલું સાથે ભાગી ગઈ

વલસાડના અબ્રામા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટ્રાન્સપોર્ટર પતિને બ્યુટીપાર્લર લઈ ગયેલી દુલ્હન લાખો રૂપિયાના દાગીના અને રોકડા લઈને ફરાર થઈ ગઈ છે. યુવકના લગ્ન મહારાષ્ટ્રના વિરારની એક યુવતી સાથે નક્કી થયા હતા. સગાઈ બાદ બંને વચ્ચે વાતચીત ન થતાં લગ્ન રદ કરવાની નોબત આવી હતી. પરંતુ બંને પરિવારોના સભ્યોની સમજાવટથી 16 ડિસેમ્બરે લગ્ન થયા હતા. જોકે, લગ્નના માત્ર પાંચ દિવસ બાદ જ પરિણીતાએ 21 ડિસેમ્બરે રફૂચક્કર થઈ ગઈ હતી. બ્યુટી પાર્લરથી થોડા સમય બાદ તેણે પતિને ઘરે મોકલી દીધો હતો અને ભાણેજને ત્યાં બેસાડી દીધો હતો. ત્યારબાદ તે પોતે ગાયબ થઈ ગઈ હતી. જ્યારે પરિવારના સભ્યોએ બેડરૂમમાં તપાસ કરી ત્યારે તેમને ખબર પડી કે પરિણીતા ₹27.32 લાખ રોકડા અને સોનાચાંદીના દાગીના મળી કુલ ₹35.18 લાખ મુદ્દામાલ લઈને પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે. આ ઘટના અંગે પતિએ વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપી મહિલાની શોધખોળ શરૂ કરી છે. સગાઈ બાદ સોશિયલ મીડિયામાં અન્ય સાથે ચેટ કરતી
વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતા 29 વર્ષીય પંકજકુમાર મહેન્દ્ર પ્રતાપસિંહ જે ટ્રાન્સપોર્ટર તરીકે વ્યવસાય કરે છે. મહારાષ્ટ્રના વિરાર ખાતે રહેતા મધ્યમ વર્ગીય પરિવારની 28 વર્ષીય યુવતી રાખી સિંહ સાથે જુલાઈ માસમાં સગાઈ નક્કી કરી હતી. સગાઈ બાદ રાખી પંકજ સાથે મોબાઈલ ફોન વડે ઓછી સંપર્કમાં રહેતી હતી. જેને લઈને પંકજે તેને સોશિયલ મીડિયા ઉપર ચેક કરતા મોડી રાત સુધી ઓનલાઈન રહીને અન્ય વ્યક્તિ સાથે ચેટ કરતી જોવા મળી હતી. જેને લઈને પંકજ સિંહે રાખીને અચાનક લગ્ન કરવાની ના પાડી હતી. બંને પક્ષના વડીલોએ પૂછતાં પંકજે રાખીનું અન્ય યુવક સાથે આડા સંબધ હોવાનું અને તેની સાથે લેટ નાઈટ સુધી સોશિયલ મીડિયા વડે વાતો કરતી હોવાનું તેમજ પંકજ સાથે કોઈ સંપર્કમાં રહેતી ન હોવાનું જણાવ્યું હતું. મોબાઈલ પર વાતો કરવા અને લગ્ન સુધી નોકરી ન કરવા કહેવાયું
બંને ઘરના વડીલોએ પંકજ સિંહને સમજાવતા અને રાખીને પંકજ સાથે મોબાઈલ ઉપર વાતો કરવા અને લગ્ન સુધી નોકરી ઉપર ન જવા સૂચના આપી હતી. રાખીએ પંકજ સિંહની માફી માંગતા પંકજ સિંહ લગ્ન માટે તૈયાર થયા હતા. 16 ડિસેમ્બરે વલસાડ ખાતે લગ્ન યોજાયા હતા. જે બાદ પરિવાર સાથે રાખી મળીને રહેતી હતી. પરિવારના સભ્યોએ રાખીને ઘરની સંપૂર્ણ જવાબદારી સોંપી હતી. 21 ડિસેમ્બરે બપોરે વલસાડ શાકભાજી માર્કેટ પાસે આવેલા એક બ્યુટી પાર્લરમાં જવાનું જણાવ્યું હતું. પંકજ અને રાખી સાથે તેની ભાણેજને લઈને બ્યુટી પાર્લર ગયા હતા. બ્યુટી પાર્લર બહાર રાખીએ બ્યુટી પાર્લરમાં 3 કલાકથી વધુ સમય થશે જેથી પંકજને ઘરે જવા જણાવ્યું હતું અને ફોન કરું ત્યારે લેવા આવવા જણાવ્યું હતું. રાખી સિંહ તેની ભાણેજને બ્યુટી પાર્લરમાં ટ્રીટમેન્ટ કરાવવા બેસાડી હું આવું છું જણાવી જતી રહી હતી. રાખીનો મોબાઈલ સ્વીચ ઓફ કરી ભાગી ગઈ હતી. પ્રેમી સાથે ભાગી જતાં ફરિયાદ નોંધાવી
પંકજે થોડા સમય બાદ રાખીનો સંપર્ક કરતા ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. જેથી તાત્કાલિક શાકભાજી માર્કેટ પાસે આવેલા બ્યુટી પાર્લરમાં જઈને ચેક કરતા રાખી સિંહ મળી આવી ન હતી. જેથી પંકજે અંજુબાજુના વિસ્તારમાં ચેક કરતા રાખી ક્યાંય મળી આવી ન હતી. જે બાદ રાખીએ મોબાઈલ ઉપર રાખી તેના પ્રેમી ગોલું સાથે જતી હોવાનું જણાવ્યું હતું. પરિવારના સભ્યોએ ઘરના બેડરૂમમાં મુકેલા સોના-ચાંદીના ઘરેણાં અને 27.32 લાખ રૂપિયા રોકડા મળી 35.18 લાખ રૂપિયા લઈને ફરાર થઇ ગઇ હોવાનું જાણવા મળ્યું હતું. પંજક કુમારે આજે વલસાડ સિટી પોલીસ મથકે રાખી સિંહ, તેનો પ્રેમી વિવેક ઉર્ફે ગોલું રાજેન્દ્ર તિવારી અને રાખી સિંહના માતા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વલસાડ સિટી પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments