દર વર્ષની જેમ આ વર્ષે પણ બોલિવૂડ સેલેબ્સે પાર્ટી અને ફેમિલી વેકેશન સાથે 2025નું સ્વાગત કરવા માટે તૈયારી કરી રહ્યા છે. બી-ટાઉનના ઘણા ફેમસ સેલેબ્સના વેકેશનના ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. જેમાં ક્રિતી સેનન, વરુણ ધવન, અનુષ્કા શર્મા અને તૃપ્તિ ડિમરી જેવા કલાકારોના નામ સામેલ છે. વિક્કી-કેટરીનાએ લંડનમાં વેકેશનની મજા માણી
વિક્કી કૌશલ અને કેટરીના કૈફ લંડનમાં વેકેશનની મજા માણતા જોવા મળ્યા. કેટરીનાની ફેમિલી લંડનમાં રહે છે એટલે બન્ને ક્રિસમસ સેલિબ્રેટ કરવા ત્યાં ગયાં હતાં. કેટરિનાએ પોસ્ટ શેર કરતી વખતે કેપ્શન લખ્યું, “ફેમિલી, ફ્રેન્ડ્સ અને બ્રિટિશ જંગલ… (બોક્સિંગ ડે પર સબ ઝીરો સમુદ્રમાં ડૂબકી મારવી હંમેશા એક સારો વિચાર લાગે છે).” બીજી તસવીરમાં, વિકી, કેટરિના અને તેમના પરિવારના સભ્યો ફરવાની મજા લેતા જોવા મળી રહ્યા છે. વિક્કી-કેટરીનાએ રોમેન્ટિક ફોટો પણ શેર કર્યા હતા. સૈફ-કરીનાએ બાળકો સાથે મજા કરી
દર વર્ષની જેમ પટૌડી પરિવાર આ વર્ષે પણ ક્રિસમસ સેલિબ્રેશન કરવા માટે સ્વિટ્ઝર્લેન્ડ ગયો. અહીં તેમનું બીજું ધર પણ છે. સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન છેલ્લા 2-3 વર્ષથી અહીં તેમનું નવું વર્ષ ઉજવી રહ્યા છે. કરીનાએ આ યાદગાર ક્ષણો વિશે એક પોસ્ટ શેર કરી છે. અનુષ્કા શર્મા-અથિયા શેટ્ટી ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યા
અનુષ્કા શર્મા અને આથિયા શેટ્ટી આ દિવસોમાં ઓસ્ટ્રેલિયામાં ફરે છે. વિરાટ કોહલી અને કેએલ રાહુલ આ દિવસોમાં ગાવસ્કર ટ્રોફી માટે રમી રહ્યા છે. હાલ આથિયા શેટ્ટી અને અનુષ્કા શર્માનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આથિયા શેટ્ટીનો બેબી બમ્પ દેખાઈ રહ્યો છે. તૃપ્તિ ડિમરી તેના રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે દેખાઈ!
તૃપ્તિ ડિમરીએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં ઈંગ્લેન્ડ વેકેશનની ખૂબ જ સુંદર તસવીરો પોસ્ટ કરી હતી. તેના રૂમર્ડ બોયફ્રેન્ડ સેમ મર્ચન્ટ સાથે કોઈ તસવીર પોસ્ટ કરી ન હતી, પરંતુ સેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પરથી જાણવા મળ્યું કે બંને સાથે છે. સોશિયલ મીડિયા પર બંનેની સમાન તસવીરો જોઈને તેમની ડેટિંગની અફવાઓને વેગ મળ્યો. જો કે, બંનેએ તેમની ડેટિંગની અફવાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. ક્રિતીએ મસ્તી કરતો વીડિયો શેર કર્યો
સોશિયલ મીડિયાથી લઈને ગોસિપ ટાઉન સુધી અવારનવાર સાંભળવા મળે છે કે ક્રિતી સેનન અને કબીર બહિયા રિલેશનશિપમાં છે. હાલમાં બંને દુબઈ કોન્સર્ટની મજા માણતા જોવા મળ્યા છે. તેનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. ઈન્ટરનેટ પર એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ક્રિતી તેના રૂમર્ડ બોયફ્રેન્ડ સાથે દુબઈમાં રજાઓ માણી રહી છે. તાજેતરમાં, કૃતિ એમએસ ધોની અને તેના રૂમર્ડ બોયફ્રેન્ડ કબીર સાથે રાહત ફતેહ અલી ખાનના કોન્સર્ટમાં જોવા મળી હતી. ક્રિતીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેના મિત્રો સાથે વેકેશનની મજા માણી તેનો એક ખાસ વીડિયો શેર કર્યો હતો. કૃતિએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો અને લખ્યું, “જ્યારે ટૂંકી સફર સૌથી અવિશ્વસનીય યાદો બનાવે છે, ઇસ્તાંબુલ ડાયરીઝ.” પ્રિયંકા-નિક લોસ એન્જલસમાં મજા કરતા દેખાયા
પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે તેમની પુત્રી માલતી અને પરિવાર-મિત્રો સાથે લોસ એન્જલસમાં ક્રિસમસની ઉજવણી કરી. પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર વેકેશનની ઝલક શેર કરી હતી. ક્રિસમસ-થીમ આધારિત પાયજામા અને સાન્તાની ટોપીમાં પરિવાર-મિત્રો સાથે મજા કરતા જોવા મળ્યા છે. વરુણ ધવન પરિવાર સાથે વેકેશન માણવા ગયો
વરુણ ધવન અને નતાશા દલાલ પણ શનિવારે સવારે મુંબઈ એરપોર્ટ પર સ્પોર્ટ થયા હતા. એક્ટર તેમના પરિવાર સાથે વેકેશન પર જતો જોવા મળ્યો. જોકે તે ક્યાં સ્થળ પર ફરવા ગયા છે તે અંગે કોઈ જાણકારી મળી નથી. સામે આવેલા વીડિયોમાં તેમની પુત્રી લારાની ઝલક જોવા મળી હતી. જુનિયર NTR