તાજેતરમાં જ મુંબઈ જેવી મહાનગરીમાં ગ્લોબલ બુક ઓફ ઇંગ્લેન્ડ એવાર્ડથી સન્માનીત એવા પાટણ પંથકના નોરતા ધામના સંત શિરોમણી દોલતરામ બાપુ અને વિશ્વભારતીજીને આ એવોર્ડ મેળવવા બદલ રવિવારના રોજ પાટણ તાલુકાના ધારપુર અને આબલિયાસણ ગામના ભક્તગણ સહિત સમસ્ત ગ્રામજનો દ્વારા સત્કાર-સન્માન સમારોહ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંત દોલતરામબાપુ અને વિશ્વભારતીજીને સેવકગણ દ્વારા ફુલહાર, શાલ અને દાન- દક્ષિણા ભેટ ધરવામાં આવી હતી. સેવકગણ સહિત ગ્રામજનોના સત્કાર-સન્માન બદલ દોલતરામ બાપુ અને વિશ્વભારતીજીએ રૂડા આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે, તમારા જેવા સેવકગણ થકી જ આવા એવોર્ડ પ્રાપ્ત થતા હોય છે. ત્યારે આપ તમામ સેવકગણનો આવોને આવો સહકાર રાજસ્થાનના રણુજા સ્થિત નવનિર્માણ થઈ રહેલા આશ્રમ માટે પણ મળતો રહેશે તેવી અભિલાષા વ્યક્ત કરી સેવક ગણનો આભાર વ્યક્ત કર્યો હતો.