back to top
Homeગુજરાતમાઉન્ટ આબુમાં -4° તાપમાન, બરફીલા પવનોથી ગુજરાત ઠૂંઠવાયું:હિમાચલ પ્રદેશમાં વાહનો બરફમાં ઢંકાયાં,...

માઉન્ટ આબુમાં -4° તાપમાન, બરફીલા પવનોથી ગુજરાત ઠૂંઠવાયું:હિમાચલ પ્રદેશમાં વાહનો બરફમાં ઢંકાયાં, એરપોર્ટ પણ અંધારપટ છવાયો; બરફની ચાદર વચ્ચે સહેલાણીઓને મોજ

હિમવર્ષા, કરા અને વરસાદથી સમગ્ર દેશના જનજીવન પર માઠી અસર પહોંચી છે. ગુજરાતના ઘણાં જિલ્લાઓમાં કમોસમી વરસાદ નોંધાયા બાદ હવે ધુમ્મસની ચાદર છવાય છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશના અને ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં વર્ષની સૌથી ભારે હિમવર્ષા પડી છે, જેથી ત્યાંના ઠંડા બરફીલા પવનો ગુજરાત તરફ આવતા ગુજરાતીઓ ઠુંઠવાયા છે. હાલમાં ગુજરાતમાં સૌથી ઓછું 5.6 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં માઇનસ ચાર ડિગ્રી તાપમાન થતાં બરફની ચાદર છવાય છે. માઉન્ટ આબુનાં ખુશનુમા મોસમથી સહેલાણીઓ ખૂબ જ આનંદ લઈ રહ્યાં છે. તો અનેક લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્તુઓ અને તાપણાનો સહારો લઈ રહ્યા છે. તો જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં 8 ઈંચ, ગાંદરબલમાં 7 ઈંચ, સોનમર્ગમાં 8 ઈંચ બરફ પડ્યો છે. જ્યારે પહેલગામમાં 18 ઈંચ બરફ પડ્યો હતો. શ્રીનગર-જમ્મુ હાઈવે પણ બરફના કારણે બંધ છે. અહીં 1200થી વધુ વાહનો ફસાઈ ગયા છે. ખરાબ હવામાનને કારણે શનિવારે શ્રીનગર એરપોર્ટ પરથી એક પણ ફ્લાઈટ ટેકઓફ થઈ ન હતી. સાથે રેલવે વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. બીજી તરફ હિમાચલ પ્રદેશમાં શનિવારે રાત્રે વાવાઝોડા સાથે હિમવર્ષા થઈ હતી. 24 કલાકમાં રોહતાંગના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર 3 ફૂટથી વધુ બરફ જમા થયો છે. અટલ ટનલ પર વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ દિલ્હી અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં વરસાદ પડ્યો હતો. દિલ્હીમાં શનિવાર સવાર સુધી એક જ દિવસમાં 41.2 મીમી વરસાદ નોંધાયો છે. 101 વર્ષમાં ડિસેમ્બરમાં એક જ દિવસમાં આ સૌથી વધુ વરસાદ છે. મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓમાં પણ ભારે વરસાદ અને કરા પડ્યા. ભોપાલમાં શનિવારે 17mm વરસાદે નવો રેકોર્ડ બનાવ્યો છે. 5 વર્ષ પછી ડિસેમ્બરમાં એક જ દિવસમાં આ સૌથી વધુ વરસાદ છે. માઉન્ટ આબુમાં માઇનસ 4 ડિગ્રી તાપમાન
હિલ સ્ટેશનો પર ઠંડી પૂરજોશમાં જોવા મળી રહી છે. આજેપણ (29 ડિસેમ્બર) માઉન્ટ આબુમાં ઠંડીનો તીવ્ર ચમકારો જોવા મળી રહ્યો છે. માયનસ ચાર ડિગ્રી તાપમાન વચ્ચે મોટી સંખ્યામાં પર્યટકો ઠંડીની મોજ માણવા આબુ પહોચ્યાં હતાં. માઉન્ટ આબુમાં ટુ વ્હીલર, ફોર વ્હીલર ઉપર પણ બરફની ચાદર જામેલી જોવા મળી હતી. માઉન્ટ આબુના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં ઘાસ ઉપર બરફની ચાદર જામી હતી, જેમાં પર્યટકો ફરતા જોવા મળ્યા હતા. કડકડતી ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયુ છે. તો સાથે સાથે સહેલાણીઓ ઠંડીની મોજ પણ લઇ રહ્યાં છે. તો અનેકો લોકો તાપણા કરીને ઠંડીથી બચવા પ્રયાસો કરી રહ્યાં છે. કમોસમી વરસાદ બાદ ગુજરાતમાં ગાઢ ધુમ્મસ
ગુજરાતના કેટલા જિલ્લાઓમાં કમોસની વરસાદી આફત બાદ ફરી એક વખત તાપમાન નીચું ગયું છે. ખાસ કરીને દિવસ દરમિયાન અરબ સાગર તરફથી આવતા ભેજ તથા વેર્સ્ટન ડિસ્ટબન્સ પસાર થઈ ગયું હોવાથી મહત્તમ તાપમાનનું પ્રમાણ ઘટ્યું છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં દિવસ દરમિયાન વાતાવરણમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે, જેને કારણે સૂર્યપ્રકાશ લગભગ જમીન સુધી પહોંચતો નથી, તેથી મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. તથા લઘુતમ તાપમાનમાં પણ એકાદ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાયો છે, જેથી ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે. આગામી 48 કલાક ઠંડીનું જોર યથાવત રહેવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે. નલિયામાં સૌથી ઓછું 5.6 ડિગ્રી તાપમાન
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન નલિયામાં સૌથી ઓછું 5.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તદુપરાંત રાજકોટમાં પણ 10 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું એટલે કે, 9.3 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અન્ય ત્રણ મહાનગરની સ્થિતિ જણાવીએ તો અમદાવાદમાં 15 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 17.8 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 17 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યોમાંથી હિમવર્ષાની તસવીરો… 3 રાજ્યોમાં હિમવર્ષા… 1. જમ્મુ-કાશ્મીરમાં સુરંગ જામી, લોકો ક્રિકેટ રમ્યા
જમ્મુ અને કાશ્મીરમાં 40-દિવસીય ચિલ્લાઇ-કલાં ચાલુ રહી છે, જે તીવ્ર ઠંડી અને હિમવર્ષા પડે છે. છેલ્લા એક કલાકમાં પુલવામા, અનંતનાગ, શોપિયાં અને કુલગાંવમાં લગભગ 2 ફૂટ જેટલી હિમવર્ષા થઈ છે. ભારે હિમવર્ષાના કારણે શ્રીનગર-લેહ રોડ પણ બંધ છે. 8.5 કિલોમીટર લાંબી નવયુગ ટનલમાં જમા થયેલો બરફ દૂર કરવામાં આવી રહ્યો છે. અહીં ફસાયેલા લોકોએ ટનલમાં ક્રિકેટ રમીને સમય પસાર કર્યો હતો. લોકોને કારમાં જ રાત વિતાવવી પડી હતી. 2. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા બાદ ભૂસ્ખલન
હિમાચલમાં છેલ્લા 24 કલાકથી હિમવર્ષા અને વરસાદ બંને ચાલુ છે. અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન પણ થયું હતું. ધર્મશાળા સહિત અન્ય પહાડી વિસ્તારોમાં તાપમાન 0થી 1 ° સે વચ્ચે રહ્યું હતું. 3. ઉત્તરાખંડમાં બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ
ઉત્તરાખંડના પહાડોમાં સતત હિમવર્ષા અને વરસાદને કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ચીન સરહદને જોડતો જોશીમઠ-નીતી નેશનલ હાઈવે પણ સુરાઈથોથાથી આગળ બંધ છે. કેદારનાથ અને બદ્રીનાથને જોડતો ચમોલી-કુંડ નેશનલ હાઈવે ધોતીધાર અને મક્કુ બેન્ડ વચ્ચે બંધ કરી દેવામાં આવ્યો છે. કર્ણપ્રયાગ જિલ્લાના 50થી વધુ ગામોમાં વીજળી ડુલ છે. આગામી 3 દિવસમાં કેવું રહેશે હવામાન?
ડિસેમ્બર 30: ક્યાંય વરસાદની ચેતવણી નથી 31 ડિસેમ્બર: ઉત્તર ભારતના રાજ્યોમાં શીત લહેર પ્રવર્તશે 1 જાન્યુઆરી: 10 રાજ્યોમાં ધુમ્મસનું એલર્ટ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments