back to top
Homeગુજરાતરાજકોટમાં નાઈટ મેરેથોનનું આયોજન:21 કિમીની હાફ મેરેથોન અને 10 કિમીની ડ્રિમરનમાં 5,800...

રાજકોટમાં નાઈટ મેરેથોનનું આયોજન:21 કિમીની હાફ મેરેથોન અને 10 કિમીની ડ્રિમરનમાં 5,800 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો; પ્રથમ વિજેતાને રૂ.75,000નું રોકડ પુરષ્કાર એનાયત

રાજકોટમાં આશરે દોઢેક વર્ષ બાદ ફરી એકવાર નાઈટ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. મનપા તેમજ પોલીસનાં સહયોગથી શનિવારે રાત્રિના સમયે શહેરના રેસકોર્સ મેદાન ખાતે 21 કિમી હાફ મેરેથોન અને 10 કિમીની ડ્રિમરનનું આયોજન રાજકોટ રનર્સ એસો. અને રોટરી કલ્બ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા કરવામાં આવ્યું હતું. આ મેરેથોન દ્વારા ડ્રગ્સના સેવન વિરુદ્ધ જાગૃતિ લાવવી, ઓનલાઈન ફ્રોડથી બચવુ, ટ્રાફિક નિયમોના પાલન અને વૃક્ષોનું જતન તેમજ શહેરની સ્વચ્છતા મામલે વધુમાં વધુ લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ આયોજનમાં કુલ 5800 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં 21 કિલોમીટર માટે 1800 અને 10 કિલોમીટર માટે 4000 જેટલા સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જે તમામને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. જ્યારે પ્રથમ વિજેતાને રૂ.75,000નું રોકડ પુરષ્કાર એનાયત કરવામાં આવ્યું હતું. ગુજરાત બહારના દોડવીરોએ પણ ભાગ લીધો
રાજકોટ શહેરમાં આજે બીજી વખત યુવાધનને સ્વાસ્થ્ય અને હેલધી લાઈફ સ્ટાઈલ પ્રત્યે જાગૃત કરવા, તેમજ ડ્રગ્સનાં સેવનથી દૂર રાખવા ઉપરાંત સમાજીક અને પર્યાવરણ સંરક્ષણની બાબતો અંગે પ્રોત્સાહીત કરવાના ઉદ્દેશ સાથે રાજકોટમાં નાઇટ હાફ મેરેથોન 2.0નું ભવ્ય આયોજન રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ મેરેથોનમાં ગુજરાત ઉપરાંત હરિયાણા, દિલ્લી, મુંબઈ, કેરળ સહિતના રાજ્યોમાંથી દોડવીરોએ ભાગ લીધો હતો. દરેકને પ્રોત્સાહન રૂપે મેડલ અપાયું
21 કિમીની હાફ મેરેથોન અને 10 કિમી ડ્રીમરન એમ બે કેટેગરીમાં દોડવીરો ભાગ લીધો હતી. જેમાં પ્રથમ વિજેતાને રૂ. 75,000નું રોકડ ઇનામ સહિત વિજેતાઓને કુલ રૂ. 13 લાખથી વધુના ઇનામો અને દરેકને પ્રોત્સાહન રૂપે મેડલ આપવામાં આવ્યા હતા. આ મેરેથોન માટે કોર્પોરેશન દ્વારા ગ્રાઉન્ડ સહિતની સુવિધા આપવામાં આવી છે. જ્યારે શહેર પોલીસ દ્વારા સુરક્ષાને લગતી તમામ વ્યવસ્થામાં મદદ કરવામાં આવી હતી. 5800થી વધુ લોકોએ નાઈટ હાફ મેરેથોનમાં લાભ લીધો
રાજકોટ રનર્સ ગ્રુપ અને રોટરી ક્લ્બ ઓફ રાજકોટ દ્વારા 21 કિલોમીટર અને 10 કિલોમીટરની નાઇટ હાફ મેરેથોન 2.0નું આયોજન કરવામાં આવ્યું છે. આજની આ હાફ મેરેથોનની અંદર 1800 જેટલા લોકોએ 21 કિલોમીટરની દોડ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જ્યારે 4000 જેટલા લોકોએ 10 કિલોમીટર દોડ માટે રજિસ્ટ્રેશન કરાવેલ હતું. આમ કુલ 5800થી વધુ લોકોએ આ નાઈટ હાફ મેરેથોન 2.0માં લાભ લીધો હતો. આજના આ આયોજનમાં જેટલા પન સ્પર્ધકોએ ભાગ લીધો છે. તેમને મેડલ આપવામાં આવ્યા હતા અને રનિંગ પૂર્ણ કર્યા બાદ ફૂડ પણ આપવામાં આવ્યું હતું. આ નાઈટ હાફ મેરેથોનમાં પ્રથમ ક્રમાંક પર વિજેતા ઉમેદવારને રોકડ રૂપિયા 75,000નું ઇનામ પણ સાથે આપવામાં આવનાર છે. 1100 જેટલા રજીસ્ટ્રેશન રાજકોટ બહારથી થયાં
રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનથી શરૂ કરી રૈયા રોડ થઇ 150 ફૂટ રિંગ રોડ પર આવેલ પુનિત નગર પાણીના ટાંકાથી પરત રેસકોર્સ મેદાન સુધીનો રૂટએ 21 કિલોમીટર માટે નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનથી શરૂ કરી રૈયા રોડ થઇ 150 ફૂટ રિંગ રોડ પર બીગબજારથી પરત રેસકોર્સ મેદાન સુધીનો રૂટએ 10 કિલોમીટર માટે નક્કી કરવામાં આવ્યો છે. આ હાફ નાઈટ મેરેથોનમાં ભાગ લેવા માટે સ્પર્ધકો રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા અને કેરળ સહિતના રાજ્યમાંથી પણ ખાસ કેટલાક સ્પર્ધકો ભાગ લેવા માટે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કુલ રજીસ્ટ્રેશન પૈકી 1000થી 1100 જેટલા રજીસ્ટ્રેશન એ રાજકોટ બહાર શહેરોમાંથી ખાસ આ મેરેથોનમાં ભાગ લેવા પહોંચ્યા હતા. રાજકોટ રનર્સ એસો.ના સહયોગથી આયોજન
ઉલ્લેખનીય છે કે, નાઈટ મેરેથોનનું આયોજન કરનાર રાજકોટ રનર્સ એસોસિએશન વર્ષ 2016થી તમામ માટે શારીરિક સ્વાસ્થ્યના સુત્ર સાથે જોડાયેલુ અને 18થી 75 વર્ષની વયજુથના એથલિટ લોકોનું 275થી વધુ સભ્યો ધરાવતુ ગ્રુપ છે. જેણે ગત વર્ષે માર્ચ 2023માં સૌરાષ્ટ્રમાં પ્રથમ વાર ડ્રગ્સના સેવન વિરુદ્ધ જાગૃતતા લાવવાના શુભ આશય સાથે રાજકોટ નાઇટ હાફ મેરેથોન ઇવેન્ટ યોજી હતી. જ્યારે રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટર વર્ષ 1987થી કાર્યરત 150 થી વધુ સભ્યો ધરાવતી એક આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments