LCB ઝોન-2ની ટીમે વડોદરા શહેરના અકોટા ગામ નાકા પાસે ફૂટપાથ પરથી 1160 રૂપિયાની કિંમતનો 116 ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડયો છે અને સાદિક યાકુબ ભાઈ પટેલ (રહે. સરકારી સ્કૂલ પાસે, અકોટા, વડોદરા)ની ધરપકડ કરી છે. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. મારો ભાઈ ઘરે નથી તેમ કહેતા ઝઘડો કરવા લાગ્યો
વડોદરાના હાથીખાના મન્સુરી કબ્રસ્તાન પાસે રહેતા સાકીર અલીખાન સલીમખાન પઠાણ (ઉ.35)એ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, જપ્પુ મોહમ્મદ દિવાન (રહે.ચમન ટેકરા, હાથીખાના ગેટ નં. 2ની સામે, વડોદરા) મારા ઘરે આવ્યા હતો અને મને કહ્યું હતું કે, તારો ભાઇ અલિમા ઉર્ફે હલિમા ક્યા છે, તેને બહાર કાઢો, જેથી મે કહ્યું હતું કે, મારો ભાઇ અહિયા અમારા ઘરે નથી તેમ કહેતા તે મારી સાથે બોલાચલી કરી ઝઘડો કરવા લાગ્યો હતી અને મને ગાળો બોલવા લાગ્યો હતો. મને જાનથી મારી નાખવાની ધમકી આપી
મે તેને ગાળો નહી બોલવા કહ્યું હતું અને મે તેને કહ્યું હતું કે, તારી બહેન સાથે મારા ભાઈનુ અફેર હતું. તે સમાધાન થઈ ગયું છે અને મે તમને 2 લાખ રૂપિયા આપ્યા છે, તેમ કહેતા તે વધારે ઉશ્કેરાઇ ગયો હતો અને મને મોઢાના ભાગે બે લાફા મારી દિધા હતા અને મારા ઘરના દરવાજા પર લાકડી મારી હતી તથા મારી એક્ટિવા અને ACને નુકસાન પહોંચાડ્યું હતું અને મે બુમાબુમ કરતા ત્યાથી ભાગી ગયો હતો અને જતા જતા મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મને મારા ભાઇ સમીર પઠાણે છોડાવ્યો હતો અને ઝપાઝપીમાં મારા ગળામાં પહેરેલ સોનાની ચેઈન ક્યાક પડી ગઈ છે. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા
માંજલપુર વિસ્તારમાં કપડા ધોઇ રહેલી યુવતીને એક શખ્સ દ્વારા પાછળથી પકડી લીધા બાદ બળજબરીપૂર્વક આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ બુમાબુમ કરતા શખસ ફરાર થઇ ગયો હતો. જેથી યુવતીના પિતાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમા એવી વિગત છે કે, મૂળ દાહોદ જિલ્લાના અને હાલમાં વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પરિવાર રહે છે અને છુટક મજુરી કરીને ગુજરાન ચલાવે છે. દરમિયાન યુવતી પોતાના ઘર પાસે કપડા ધોઇ રહી હતી. તે દરમિયાન વાડી વિસ્તારમાં રહેતો રાજા ડામોર નામનો શખ્સો યુવતી કપડા ધોઇ રહી હતી. ત્યાંથી પસાર થતો હતો. ત્યારે તેણે કપડા ધોઇ રહેલી રહેલી યુવતીની એકલતાનો લાભ લઇને પાછળથી આવી પકડી લીધી હતી અને તેની બળજબરીપૂર્વક આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ બુમાબુમ કરતા રાજા ડામોર સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. જેથી, પિતાની માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી રાજા ડામોરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.