શિયાળાની મોસમ પક્ષીવિદો-પ્રેમીઓ માટે અનોખો અવસર લઇને આવે છે. છેક યુરોપથી પ્રવાસ કરીને આવતા રેડ ક્રેસ્ટેડ પોર્ચાડ જેને ગુજરાતીમાં લાલચાંચ કારચીયા કે રાતોબારી કહે છે તે સહિતના વિવિધ જાતના પક્ષીઓ દાહોદમાં મોટી સંખ્યામાં પોતાનો શિયાળો ગાળી રહ્યા છે. મધ્ય યુરોપ અને સાઇબેરિયામાંથી બતક અને કાદવ ખોદનાર યાયાવર પક્ષીઓ આવ્યા છે. પક્ષીઓ ધીમી સંખ્યામાં નવેમ્બરથી આવવાનું શરૂ થાય અને માર્ચના પ્રારંભથી એપ્રિલ સુધી હિજરત કરે છે. ક્યાં પક્ષી મહેમાન બન્યાં?
ભગવી સુરખાબ, નકટો, નાની-મોટી સીસોટી બતક, સીંકપર બતક, ટીલીવાળી બતક, લુહાર બતક, પીચાસણ, ગયણો, ચેતવા, લાલ ચાંચ, કારચિયા, પીળી ચાંચ ઢોંક, ફાટી ચાંચ બતક, ઉજળી ઢોંક ડોક અને ચમચો નામક પક્ષી જોવા મળે છે.