back to top
Homeગુજરાતવિધાનસભાના નાયબ દંડકને બદનામ કરવાનું કાવતરૂં, રિકન્સ્ટ્રક્શન:ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખની ઓફિસમાં...

વિધાનસભાના નાયબ દંડકને બદનામ કરવાનું કાવતરૂં, રિકન્સ્ટ્રક્શન:ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખની ઓફિસમાં લેટર ટાઈપ કરાયો, વઘાસીયાએ ભાજપના તાલુકા પ્રમુખ બનવા ષડયંત્ર રચ્યું

વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયાને એક લેટર વાઈરલ કરીને બદનામ કરાયા હતા. આ ગુનામાં ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત 4 આરોપીની પોલીસે ગઈકાલે 28મી ડિસેમ્બરે ધરપકડ કરી છે. ત્યારે આ ચારેય આરોપીઓને રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ચારેય આરોપીને સાથે રાખીને પૂર્વ યુવા ભાજપ પ્રમુખ મનીષ વઘાસીયાની ઓફિસ પર પોલીસ પહોંચી હતી અને ત્યાં સમગ્ર મામલે તપાસ કરી હતી. અહીં રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળ્યો હતો.ચારેય આરોપીઓને લઈને પોલીસ પહોંચી ત્યારે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સમગ્ર મામલે વઘાસીયાએ ભાજપના તાલુકા પ્રમુખ બનવા ષડયંત્ર રચ્યું હતું. મુખ્ય આરોપી અમરેલી તાલુકા ભાજપના પૂર્વ યુવા ભાજપ પ્રમુખ મનીષ વઘાસીયા, જશવંત ગઢ સરપંચ અશોક માંગરોળીયા, જીતુ ખાત્રા, પાયલબેન ગોટી, સહિતની અલગ અલગ લેટરપેડમાં ભૂમિકાઓ સામે આવતાં ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ એક દિવસના રિમાન્ડ પર
વિધાનસભા નાયબ દંડક કૌશીક વેકરીયા વિરુદ્ધ રાજકીય કાવતરામાં તપાસ દરમ્યાન માહિતીઓ બહાર આવી હતી. મુખ્ય આરોપી પૂર્વ યુવા ભાજપ હોદ્દેદાર મનીષ વઘાસીયા સહિત 4 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. રિકન્સ્ટ્રક્શન બાદ કોર્ટમાં રજૂ કર્યા બાદ 1 દિવસના રિમાન્ડ મળ્યા હતા. સાયબર ક્રાઇમ લોકલ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમો દ્વારા આરોપીની પૂછપરછમાં માહિતીઓ બહાર આવી છે. મુખ્ય આરોપી મનીષ વઘાસીયાને તાલુકા ભાજપ પ્રમુખ બનવું હતું. મુખ્ય આરોપી મનીષ વઘાસીયા ભાજપના સક્રિય સભ્ય હતા, તાલુકા ભાજપ પ્રમુખ બનવામાં વિધાનસભા નાયબ દંડક અને તાલુકા પંચાયત પ્રમુખ બંને અવરોધ બનતા હતા. મનીષ વઘાસીયા અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ નહિ બનતા વિધાનસભા નાયબ દંડકની છબી ખરડાવવા અને બદનક્ષી કરવા માટે ગુન્હાનો અંજામ આપ્યો હતો. આરોપીઓને આ ગુન્હો કરવા ક્યા નેતાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું? સમગ્ર મામલે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. આવતી કાલે વધુ કેટલાક ઘટસ્ફોટ થવાની શક્યતા છે. પોલીસ તપાસ દરમિયાન અમરેલી ભાજપના સિનયર નેતાઓમાં ચિંતા વધી છે. અમરેલી પોલીસે આજે રિકન્સ્ટ્રક્શન કર્યું
અમરેલી પોલીસની ટીમો દ્વારા આરોપીઓ દ્વારા કેવી રીતે લેટરપેડ બનાવવામાં આવ્યા હતા. તેને લઈ પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન, પંચનામું પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભાજપના ધારાસભ્ય સામે પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા માટેનું રાજકીય કાવતરું ઘડવામાં આવ્યું હતું. તે ભાજપના જ કાર્યકરો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી પૂછપરછ હાથ ધરી છે. પૂર્વ સાંસદની ઓફિસની બાજુમાં પંચનામું કરાયું
અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાની ઓફિસની બાજુમાં મુખ્ય આરોપી મનીષ વઘાસીયાની ઓફિસ આવેલી છે. અહીં મનીષ વઘાસીયાની ઓફિસમાં લેટર ટાઈપ કરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસ પહોંચી રિકન્સ્ટ્રક્શન પંચનામુ કરવામાં આવ્યું છે. આખા મામલો શું છે?
વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા વિરુદ્ધ લખાણ કરી સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયો હતો. જેમાં અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના બનાવટી લેટરપેડ પર ખોટી સાઈન કરાઈ હતી. લેટરમાં રેતી, દારૂ જેવા ગેરકાયદે પ્રવૃતિમાં હપ્તા કૌશિક વેકરીયા દ્વારા લેવામાં આવતા હોવાના ગંભીર સનસનીખેજ આરોપ લગાવાયા હતા. જેથી અમરેલી જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો. કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળતાં અમરેલી પંથકના 100 જેટલા આગેવાનો કૌશિક વેકરીયાના સમર્થકો સમગ્ર ઘટનાને લઈ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને ગાંધીનગર સુધી પહોંચાડી રજૂઆતો કરવામાં આવી હતી. આ દરમિયાનઅમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં કિશોર કાનપરીયાએ ફરિયાદ નોંધાવી હતી. સિનિયર નેતાઓ સુધી કનેક્શન ખુલી શકે
અમરેલીના સિનિયર નેતા સુધી કનેક્શન પહોંચી શકે છે. અમરેલીના ધારાસભ્ય કૌશીક વેકરીયાને બદનામી કરવા મામલે આરોપીઓ દ્વારા રાજકીય કાવતરામાં લેટરપેડ બનાવવામાં 4 આરોપીની ધરપકડ બાદ પોલીસની ખાનગી રાહે તપાસ સિનિયર નેતાની સામે જોવા મળી રહી છે. આ કાર્યકર્તાઓ પાછળ દિગ્ગજ સિનિયર નેતાઓનો દોરી સંસાર હોવાનો ગણગણાટ જોવા મળી રહ્યો છે. લોકસભા ચૂંટણી સમયે પણ વિવાદમાં આવેલા નેતા પોલીસની રડારમાં હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. જેના કારણે આ કાર્યકરોનું કનેક્શન અમરેલીના રાજનેતાઓ સુધી પહોંચી શકે છે. 27મી ડિસેમ્બરે સોશિયલ મીડિયામાં લેટરપેડ વાઈરલ
અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામ અને હોદ્દાવાળો બનાવટી લેટરપેડ સોશિયલ મીડિયામાં 27મી ડિસેમ્બરે વાઈરલ કર્યો હતો, ત્યારબાદ મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચ્યો હતો. આ ઘટનાને લઈ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. કેટલાક આગેવાનો ગાંધીનગર સુધી કૌશીક વેકરીયાને સમર્થનમાં પણ પહોંચ્યા હતા. આ ઘટનામાં અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં કિશોર કાનપરીયાએ ફરિયાદ નોંધાવી હતી, ગુન્હો નોંધાયા બાદ અમરેલી SPની ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ગંભીર પ્રકારના ગુન્હામાં આરોપીઓને પકડી પાડ્યા
સોશિયલ મીડિયામાં પત્ર વાઈરલ થવાના કારણે જિલ્લા પોલીસ વડા (SP) સંજય ખરાતની ટીમ દ્વારા સૂચના આપતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ, વિવિધ પોલીસની ટીમો દ્વારા ટેક્નિકલ રીતે તપાસ કરી હતી. જેમાં આરોપીઓ સુધી પહોંચવામાં અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચને મહત્વપૂર્ણ સફળતા મળી છે. જેમાં આરોપી 1) મનીષકુમાર ચતુરભાઈ વઘાસીયા રે.અમરેલી, 2) પાયલબેન અશ્વિનભાઈ ગોટી રે.વિઠલપુર(ખંભાળીયા), 3) અશોકભાઈ કનુભાઈ માંગરોળીયા રે.જશવંતગઢ તાલુકો અમરેલી, 4) જીતુભાઇ બાવચંદભાઈ ખાત્રા રે.જશવંતગઢ સહિત 4 આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પૂછપરછ હાથ ધરી હતી. મુખ્ય આરોપી ભાજપનો પૂર્વ હોદ્દેદારની સંડોવણી
મુખ્ય આરોપી મનીષ વઘાસીયા અમરેલી તાલુકા યુવા ભાજપનો પૂર્વ પ્રમુખ છે અને જશવંત ગઢ ગામનો સરપંચ અશોકભાઈ માંગરોળીયા સહિત કાર્યકરો ભાજપના જ હોવાને કારણે ખળભળાટ મચ્યો છે. આરોપીઓ સામે અલગ અલગ સેક્શન લગાવી
SPએ જણાવ્યું હતું કે, 27મીએ અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા અરજી આપતા અમે ગુન્હો નોંધ્યો, જેમાં અરજદારના કહેવા પ્રમાણે તેને પત્ર લખ્યો નથી. સહી સિક્કો પણ તેને આપેલા નથી. આ બાબતે એલસીબી, એસઓજીની ટીમ તપાસ કરતા 4 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ 4 લોકોની અલગ અલગ સમયે અલગ ભૂમિકા છે. એક ગુનાહિત કાવતરાને અંજામ આપ્યો છે. અલગ અલગ સેક્શન લગાવી છે, ખોટું લખાણ કરી બદનક્ષી કરવી કોઈ વ્યક્તિને નુકસાન જાય તેવી રીતે આઇટી એક્ટ હેઠળ ગુન્હો અને જાહેર જનતામાં ગભરાટ ઉભો કરવો તે પ્રકારનો ગુન્હો નોંધ્યો. તપાસ દરમિયાન સામે આવેલી હકીકતની વિગત

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments