back to top
Homeભારતવૈષ્ણોદેવી રોપવે પ્રોજેક્ટના વિરોધનો 5મો દિવસ:ભૂખ હડતાળ પર બેઠા, ડેપ્યુટી CMએ કહ્યું-...

વૈષ્ણોદેવી રોપવે પ્રોજેક્ટના વિરોધનો 5મો દિવસ:ભૂખ હડતાળ પર બેઠા, ડેપ્યુટી CMએ કહ્યું- 40,000 લોકો રોજગાર ગુમાવશે

જમ્મુ- કાશ્મીરના રિયાસી જિલ્લાના ત્રિકુટા પહાડીઓમાં રોપ-વે પ્રોજેક્ટના વિરોધમાં બંધ રવિવારે 5માં દિવસે પણ ચાલુ છે. 3 દિવસ પહેલા કટરા પોલીસ દ્વારા 18 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી હતી, 5 અન્ય પ્રદર્શનકારીઓ તેમની મુક્તિની માંગ સાથે ભૂખ હડતાળ પર બેઠા હતા. જમ્મુ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (JCCI) એ શ્રી માતા વૈષ્ણો દેવી સંઘર્ષ સમિતિને ટેકો આપ્યો છે અને વહીવટીતંત્રને વાટાઘાટો દ્વારા આ મુદ્દાને ઉકેલવા જણાવ્યું છે. આ દરમિયાન ડેપ્યુટી સીએમ સુરિન્દર ચૌધરીએ પ્રદર્શનકારીઓને સમર્થન આપતા કહ્યું- રોપવે પ્રોજેક્ટનો નિર્ણય ખોટો છે. જો કટરાના લોકો રોપ-વે પ્રોજેક્ટ ઇચ્છતા નથી, તો શ્રાઇન બોર્ડ અને એલજીએ તેમની વાત સાંભળવી જોઈએ અને સમસ્યાઓનો ઉકેલ લાવવો જોઈએ, કારણ કે તેનાથી 40 હજાર લોકોની રોજગારી છીનવાઈ જશે. ખરેખરમાં, વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ કટરામાં તારાકોટ માર્ગ અને સાંઝી છત વચ્ચે 12 કિલોમીટરના રૂટ પર 250 કરોડ રૂપિયાના ખર્ચે એક રોપ-વેનું નિર્માણ કરી રહ્યું છે જેથી શ્રદ્ધાળુઓ મંદિરના દર્શન કરી શકે. અત્યાર સુધી, માત્ર ખચ્ચર અને પાલખીવાળા જ વૈષ્ણોદેવી આવતા ભક્તોને મંદિરમાં દર્શન માટે લઈ જાય છે. આ તેમની આવકનો સ્ત્રોત છે. તેથી જ તેઓ રોપ-વે પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. એલજીએ કહ્યું- પ્રોજેક્ટનું કામ જાન્યુઆરી સુધીમાં પૂરું થઈ જશે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) મનોજ સિંહાએ નિર્માણાધીન જમ્મુ તાવી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું- 90% કામ પૂર્ણ થઈ ગયું છે. જાન્યુઆરી સુધીમાં તે પૂર્ણ થવાની ધારણા છે. કટરામાં ચાલી રહેલા વિરોધ પર, તેમણે કહ્યું હતું કે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ દ્વારા જાહેર કરાયેલ રોપવે પ્રોજેક્ટનો હેતુ યાત્રાળુઓ માટે ઝડપી અને સલામત મુસાફરી પ્રદાન કરવાનો છે. દેખાવકારો 20 લાખ રૂપિયા વળતરની માંગ કરી રહ્યા છે મજૂર યુનિયનના પ્રમુખ ભૂપિન્દર સિંહ જામવાલ અને શિવસેના (UBT)ના પ્રદેશ પ્રમુખ મનીષ સાહનીએ પણ રોપવે પ્રોજેક્ટ સામે ચાર દિવસના વિરોધમાં ભાગ લીધો હતો. તેમણે રોપવે પ્રોજેક્ટથી પ્રભાવિત દરેક નાગરિક માટે ₹20 લાખના વળતરની માગણી કરી હતી. તેમજ અસરગ્રસ્ત લોકો માટે પુનર્વસન યોજના બનાવવા જણાવ્યું હતું. 2024માં અત્યાર સુધીમાં 84 લાખ લોકોએ મુલાકાત લીધી છે આ વર્ષે ઓક્ટોબર સુધીમાં 86 લાખથી વધુ લોકો વૈષ્ણોદેવીના દર્શન માટે પહોંચ્યા છે. શ્રાઈન બોર્ડના અધિકારીઓનું કહેવું છે કે આંકડો 1 કરોડને પાર પહોંચી જશે. ગયા વર્ષે 95 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments