આજરોજ 29 ડિસેમ્બર 2024ને રવિવારના રોજ SMVS સ્વામિનારાયણ મંદિર, મોઢેરા રોડ, મહેસાણા દ્વારા શાકોત્સવનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં 4,000થી વધુ મહેસાણા જિલ્લાના સત્સંગી બંધુઓ તથા મહેસાણા લોકસભા સભ્ય હરીભાઈ પટેલ તથા મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. જેમાં લાભ આપવા સ્વામિનારાયણ ધામ ગાંધીનગરથી વડીલ સંતવર્ય ધર્મપ્રિયસ્વામી દ્વારા સત્સંગનો લાભ મળ્યો, જેમાં શાકોત્સવનું શું મહત્ત્વ છે તે વિષય પર લાભ આપ્યો હતો. જેમાં સૌ ભક્તો શાક-રોટલાની દિવ્ય પ્રસાદી આરોગી ધન્યભાગી બન્યા હતા.