બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન પરિવાર સાથે અલીબાગ સ્થિત ફાર્મ હાઉસમાં રજાઓ મનાવીને મુંબઈ પરત ફર્યો છે. અભિનેતા ગૌરી ખાન, પુત્રી સુહાના, અબરામ સાથે મુંબઈમાં જોવા મળ્યો હતો. આ અવસર પર પરિવારનો એક નવો સભ્ય પણ જોવા મળ્યો જેને કિંગ ખાને પોતે પોતાના હાથમાં તેડ્યો હતો. ઘરનો આ નવો સભ્ય એક સુંદર ગલુડિયું છે. બોટમાંથી નીચે ઉતર્યા બાદ શાહરૂખ તરત જ પોતાના પ્રિય ગલુડિયાને હાથમાં પકડીને કારમાં બેસી ગયો. પાપારાઝી અને ચાહકોને ટાળવા માટે, તેણે પોતાને લાંબા કાળા જેકેટથી ઢાંકી દીધો હતો. મુંબઈ એરપોર્ટથી અભિનેતા જામનગર પહોંચ્યો હતો પુત્રી સુહાના અને તેનો રૂમર્ડ બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદા પણ શાહરુખ ખાન સાથે જોવા મળ્યા હતા. જોકે, સુહાના બીજી કારમાં બેસીને ઘરે જવા નીકળી હતી. કિંગ ખાનના ફેન્સે X પર કેટલાક વીડિયો શેર કર્યા છે. દર વર્ષે શાહરુખ ખાન પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને તેના પરિવારને ફાળવે છે. ક્રિસમસની ઉજવણી માટે, અભિનેતા પરિવાર અને તેના મિત્રોને અલીબાગના ફાર્મ હાઉસમાં લઈ ગયો હતો. જો કે, આર્યન ખાન તેમની સાથે જોવા મળ્યો ન હતો. વર્કફ્રન્ટની વાત કરીએ તો ‘પઠાન’ અને ‘જવાન’ની સફળતા બાદ શાહરુખ ખાન પુત્રી સુહાના સાથે સુજોય ઘોષની ફિલ્મ કિંગમાં જોવા મળશે. ફિલ્મમાં અભિનેતા ગ્રે શેડ્સમાં જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર, શાહરુખ ફિલ્મમાં સુહાનાના પાત્રને ટ્રેનિંગ આપતા જોવા મળશે. બીજી તરફ આર્યન ખાન પણ તેના ડિરેક્ટર તરીકે ડેબ્યૂ માટે તૈયાર છે. આર્યનએ ‘સ્ટારડમ’ નામની એક ફિલ્મનું ડિરેક્શન કર્યું છે જેનું પ્રીમિયર થિયેટરોમાં નહીં પરંતુ નેટફ્લિક્સ પર થશે.