સુમુલ ડેરીએ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી ક્ષેત્રની મંડળી છે. સુમુલ ડેરી જે પ્રકારે હજારો કરોડનો વહીવટ કરી રહી છે, તેના કારણે આંતરિક રાજકારણ હંમેશા ચર્ચામાં રહેતું હોય છે. હજારો કરોડનો વહીવટ પોતાના હાથમાં આવે તેના માટે ડિરેક્ટરો અને ખેડૂત આગેવાનો સતત રાજકારણ કરતા રહેતા હોય છે. ફરી એક વખત સુમુલ ડેરીના ડિરેક્ટર દ્વારા 10 કરોડ રૂપિયા મહુવા સુગરને ફાળવી દેવામાં આવતા રાજકારણ શરૂ થઈ ગયું છે. એક તરફ મહુવા સુગરને ફાળવવામાં આવેલા રૂપિયા ગેરકાયદેસર રીતે આપવામાં આવ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. તો બીજી તરફ સુમુલના વર્તમાન ચેરમેન કહી રહ્યા છે કે, તમામ બાબતો નિયમ મુજબ થઈ છે. સહકારી નિયમોને નેવે મુકાયાની ફરિયાદ
ધી સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ લિ. સુમુલ ડેરી દ્વારા સહકારી ધોરણે ચાલતી અન્ય સંસ્થાઓને પણ આર્થિક મદદ કરવામાં આવે છે, જે સહકારિતા માટે ખૂબ લાભદાયક છે. પરંતુ સહકારી સંસ્થાઓને કરવામાં આવતી આર્થિક કે અન્ય કોઈ પણ રીતેની મદદમાં સહકારી કાયદા અને નીતિ-નિયમોનું પાલન થવું જરૂરી છે. ધી સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના હાલના વહીવટ કર્તાઓ દ્વારા બોર્ડ અને બોર્ડ ઓફ ડિરેકસ્ટર્સના સભ્યોને વિશ્વાસમાં લીધા વિના જ અને સહકારી કાયદાઓ તેમાં નીતિ-નિયમોની ઉપરતવટ જઈ મનસ્વી રીતે વહીવટ કરવામાં આવી રહ્યો છે. જે સુમુલ ડેરી સાથે સંકળાયેલ લાખો સભાસદો માટે હિતાવહ નથી. જેથી આ લાખો પશુપાલકોના હિતને ધ્યાને રાખી તપાસ કરવામાં આવે તેવી સહકારી રજીસ્ટારને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. નીચે મુજબના મુદ્દાઓ બાબતે યોગ્ય તપાસ કરવા માગ મોલાસીસ ખરીદીની પ્રક્રિયા નિયમ મુજબ જ કરાઈ છેઃ ચેરમેન
સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલે જણાવ્યું કે, વ્યારા સુગર ફેક્ટરી પાસેથી મોલાસીસ ખરીદવા માટેની પ્રક્રિયા નિયમ મુજબ જ કરવામાં આવી છે. સુગર ફેક્ટરીને દસ કરોડ રૂપિયા ફાળવવા પાછળ માત્ર ત્યાંના ખેડૂતોને આર્થિક રીતે લાભ થાય તે હિતથી જ નિર્ણય લેવામાં આવ્યો છે. હજારો પશુપાલકોને ખેડૂતોને તેનો લાભ થશે. એ ટેન્ડરિંગનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, પણ ઘણી વખત એ ટેન્ડરિંગ અથવા તો ઇમેલ દ્વારા ભાવ મંગાવી લેવામાં આવતા હોય છે. સુમુલ ડેરી દર વર્ષે મોલાસીસ સહિત કેટલ ફીડ માટે રૂપિયા 50 કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. મોલાસીસના જે ભાવ મંગાવ્યા હતા, તેમાં સૌથી ઓછા વ્યારા સુગર ફેક્ટરીના ભાવ હોવાને કારણે અમે તેની પાસેથી મંગાવવાનો નિર્ણય કર્યો છે. ‘આમાં ડેરીના પ્રમુખ કે બોર્ડ મેમ્બરનો નિર્ણય હોતો નથી’
વધુમાં ઉમેર્યું કે, ભૂતકાળમાં કેટલાક જીએસટીના પ્રશ્નો ઉભા થયા હોવાથી વ્યારા-મહુવા સુગર ફેક્ટરી દ્વારા કરવામાં આવ્યો છે. આ ખરીદીનો નિર્ણય સરકાર માન્ય પરચેસ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. આમાં ડેરીના પ્રમુખ કે બોર્ડ મેમ્બરનો નિર્ણય નથી હોતો. સુમુલ, વ્યારા અને મહુવા સુગર ફેક્ટરીએ કરાર કર્યા છે તે મુજબ સુમુલને ફાયદો થયો છે. રાજ્યની અન્ય સુગર ફેક્ટરીઓ દ્વારા ઊંચા ભાવમાં મોલાસીસ ખરીદવામાં આવ્યા છે. ‘હું તો વ્યારા સુગર ફેક્ટરીનો વહીવટ સોંપવા પણ તૈયાર છું’
તાપી જિલ્લાના ખેડૂતોની પાંચ લાખ ટન શેરડી ઓછા ભાવે ખરીદતી હતી. ખેડૂતોને એક પ્રકારે શોષણ થતું હતું તેની સામેનો મારો આ જંગ છે. મારો આશય માત્ર ખેડૂતોને આર્થિક રીતે લાભ કરાવવાનો છે. સુગર ફેક્ટરી સારી રીતે ચાલે તેવો મારો પ્રયાસ છે, પરંતુ કેટલાક વિઘ્ન સંતોષીઓ ખોટી રીતે મુશ્કેલી ઉભી કરી રહ્યા છે. મારા ઉપર દોષ ઢોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું તો એમને વ્યારા સુગર ફેક્ટરીનો વહીવટ સોંપવા પણ તૈયાર છું, પરંતુ કોઈએ કરવું નથી માત્ર આક્ષેપો કરવા છે.