જામનગરમાં આજે સાંજે એરપોર્ટ ખાતે બોલિવૂડના કિંગ ખાન શાહરુખ ખાન, પત્ની ગૌરી ખાન અને પુત્ર ઇબ્રાહિમ સાથે જામનગર એરપોર્ટ આવી પહોંચ્યા હતા, ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખાન ફેમિલી લક્ઝરી કારના કાફલા સાથે રિલાયન્સ ગ્રીન્સ જવા રવાના થયા હતા. આ પહેલા સલમાન ખાન તેના પરિવાર સાથે આવી પહોંચ્યો હતો અને આ સિવાય રિતેશ દેશમુખ પણ તેની ફેમિલી સાથે અહીં આવી ગયો છે. રિફાઈનરીના 25 વર્ષ અને ધીરૂભાઈના જન્મદિવસની ઉજવણી
જામનગરના એરપોર્ટ પર છેલ્લા ચાર દિવસથી હિન્દી ફિલ્મ કલાકારોનું આગમન થઈ રહ્યું છે. વિશ્વવિખ્યાત જામનગર સ્થિત રિલાયન્સ રિફાઈનરીને 25 વર્ષ પૂર્ણ થતાં છે અને રિલાયન્સના સ્થાપક સ્વ. ધીરૂભાઈ અંબાણીના જન્મદિવસ નિમિત્તે ચાર દિવસીય રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. કિંગ ખાનનું ફેમિલી પણ રિલાયન્સના ઉત્સવમાં સામેલ
અત્યાર સુધીમાં અનેક જાણીતા ફિલ્મ કલાકારો આવી ચૂક્યા છે અને રિલાયન્સ ગયા હતા. શુક્રવારે બોલીવુડના કિંગખાન શાહરુખ ખાન, પત્ની ગૌરી ખાન અને પુત્ર અબ્રાહિમ જામનગર એરપોર્ટ પર આવ્યા હતા અને રિલાયન્સ તરફ જવા રવાના થયા હતાં. જ્યારે જામનગર એરપોર્ટ પરથી ટીમ ખાન શાહરુખ ખાન વિશાળ લક્ઝરી કાફલા સાથે પરિવાર સાથે રિલાયન્સ ગ્રીન્સ જવા રવાના થયા હતા.