હિંમતનગરમાં અમદાવાદના રહીશની ચાંદીની મૂર્તિ વાળી થેલી રીક્ષામાં રહી ગઈ હતી. જેને લઈને એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરીને ગણતરીના કલાકોમાં રિક્ષા શોધી ચાંદીની મૂર્તિ પરત આપી હતી. અમદાવાદના એલીસબ્રીજ ખાતે રહેતા લાલાભાઈ શંકરદાસ પટેલ પોતે મોતીપુરા બસ સ્ટેન્ડથી CNG રીક્ષામાં બેસીને હિંમતનગર રેલવે સ્ટેશન ઉતર્યા હતા. જે રિક્ષામાં પોતાની થેલી ભૂલી ગયા હતા.જેમાં રૂ 40 હજારની ગણેશજીની ચાંદીની મૂર્તિ હતી. જે અંગે હિંમતનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનની મોતીપુરા પોલીસ ચોકીમાં રજૂઆત કરી હતી. જેને લઈને પોલીસે બસ સ્ટેન્ડની આસપાસ રિક્ષા ચાલકોની પૂછ પરછ કરીને તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ASI જયેન્દ્રસિંહે હિંમતનગરના સવગઢમાં કિફાયતનગર વિસ્તારમાં રહેતા દિલાવરભાઈ સત્તારભાઈ મેમણનો સંપર્ક કરીને તેમની રીક્ષામાં રહી ગયેલ હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ એ ડીવીઝન PI ની સુચનાથી અરજદાર લાલભાઈ અને રિક્ષાચાલક દીલાવારભાઈને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા અને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચાંદીની ગણેશજીની મૂર્તિ રૂ 40 હજારની પોલીસની હાજરીમાં લાલાભાઈ પટેલને આપી હતી.