31 ડિસેમ્બરની ઉજવણી અંતર્ગત રાજ્ય ભરમાં પોલીસ એલર્ટ મોડમાં મોડમાં આવી ગઈ છે અને સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે મહીસાગર જિલ્લામાં પણ પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા ખાસ કરીને મહીસાગર જિલ્લામાં આવેલ આંતરરાજ્ય સરહદ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચેકીંગ હાથ ધરાઇ રહ્યું છે. મહીસાગર જિલ્લામાં આવેલ ગુજરાત રાજસ્થાન બોર્ડર પર 31 ડિસેમ્બરને લઈ મહીસાગર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી અને ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં કાલીયાકુવા, પુનાવાડા તેમજ આનંદપુરી બોર્ડર પર વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લામાં આવેલ 4 ચેકપોસ્ટ પર SRP બટાલિયન સહિત 60 પોલીસ જવાનોની બાજ નજર હેઠળ ચેકીંગ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.