બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25 હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)માં રમાઈ રહી છે. મેચનો આજે છેલ્લે અને નિર્ણાયક દિવસ છે. ચોથા દિવસે સ્ટમ્પ સુધી ઓસ્ટ્રેલિયાએ તેની બીજી ઇનિંગમાં 9 વિકેટે 228 રન બનાવ્યા હતા. સ્કોટ બોલેન્ડ 10 રન બનાવીને નોટઆઉટ છે અને નાથન લાયન 41 રન બનાવીને નોટઆઉટ છે. બોલેન્ડે 65 બોલ અને લાયન 54 બોલ રમ્યા હતા. અત્યાર સુધી બંને વચ્ચે દસમી વિકેટ માટે 110 બોલમાં 55* રનની ભાગીદારી હતી. ઓસ્ટ્રેલિયાની કુલ લીડ 333 રન છે અને તે ભારત કરતા થોડી સારી સ્થિતિમાં છે. હવે ટીમ ઈન્ડિયાનો ટાર્ગેટ આજે છેલ્લી વિકેટ લઈને પછી બન્ને તેટલી ધીરજ સાથે બેટિંગ કરીને ટાર્ગેટ ચેઝ કરવા પર નજર રહેશે. આ પહેલા ભારતીય ટીમે તેના પ્રથમ ઇનિંગમાં 369 રન બનાવ્યા હતા. ભારત તરફથી નીતિશ કુમાર રેડ્ડીએ 114 રનનું યોગદાન આપ્યું હતું. તમને જણાવી દઈએ કે આ મેચની પ્રથમ ઈનિંગમાં ઓસ્ટ્રેલિયન ટીમ 474 રનમાં સમેટાઈ ગઈ હતી. એટલે કે પ્રથમ દાવના આધારે ઓસ્ટ્રેલિયાને 105 રનની લીડ મળી હતી. પૂંછડીઓએ ભારતીય ટીમને પરેશાન કર્યા
બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાની શરૂઆત એટલી સારી રહી ન હતી. તેણે 20 રનના સ્કોર પર નવોદિત સેમ કોન્સ્ટાસની વિકેટ ગુમાવી દીધી હતી. કોન્સ્ટાસ (8 રન) જસપ્રીત બુમરાહના એક શાનદાર બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. ત્યારબાદ સિરાજે ઉસ્માન ખ્વાજા (21 રન)નું સ્ટમ્પ ઉડાવી દીધું હતું. આ પછી ભારત જ્યારે વિકેટ શોધી રહ્યું હતું ત્યારે સિરાજે સ્ટીવ સ્મિથ (13)ને આઉટ કર્યો હતો. આ પછી બુમરાહનો જાદુ શરૂ થયો, તેણે પહેલા 34મી ઓવરમાં ટ્રેવિસ હેડ (1)ને અને પછી તે જ ઓવરના છેલ્લા બોલ પર મિચેલ માર્શ (00)ને આઉટ કર્યો. બુમરાહે મેલબોર્ન ટેસ્ટની બીજી ઇનિંગમાં ટ્રેવિસ હેડને આઉટ કરીને ટેસ્ટ ક્રિકેટમાં 200 વિકેટ પૂરી કરી હતી. આ પછી બુમરાહે તેની આગામી ઓવરમાં એલેક્સ કેરી (2)ને બોલ્ડ કર્યો હતો. જ્યારે સ્મિથ ટીમના 80ના સ્કોર પર આઉટ થયો હતો, ત્યારે ઓસ્ટ્રેલિયાએ એલેક્સ કેરીના આઉટ થયા ત્યાં સુધી માત્ર 11 રન બનાવ્યા હતા અને 4 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી માર્નસ લાબુશેન અને કેપ્ટન પેટ કમિન્સે ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સને સંભાળી હતી. બંને વચ્ચે સાતમી વિકેટ માટે 57 રન જોડ્યા હતા. સિરાજે માર્નસ લાબુશેનને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. લાબુશેને 139 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 70 રન બનાવ્યા હતા. થોડા સમય પછી ભારતને આઠમી સફળતા મળી, જ્યારે મિચેલ સ્ટાર્ક (5) વિકેટકીપર રિષભ પંત ડાયરેક્ટ હીટથી રનઆઉટ થયો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાની નવમી વિકેટ જોરશોરથી બેટિંગ કરી રહેલા પેટ કમિન્સના રૂપમાં પડી હતી. કમિન્સને રવીન્દ્ર જાડેજાએ સ્લિપમાં રોહિત શર્માના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. કમિન્સે 90 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 41 રન બનાવ્યા હતા. આ પછી નાથન લાયન અને સ્કોટ બોલેન્ડની જોડી ક્રિઝ પર ચોંટી ગયા. આ બંને ચોથા દિવસની રમતમાં આઉટ થવાનું નામ લેતા નહોતા. ભારતીય ટીમે કેટલાક કેચ પણ છોડ્યા હતા. દિવસની છેલ્લી ઓવરમાં કેએલ રાહુલે બુમરાહના બોલ પર કેચ પકડ્યો હતો, જો કે નો બોલને કારણે લાયન આઉટ થતા બચી ગયો હતો. મેલબોર્ન ટેસ્ટ માટે બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપ. ઓસ્ટ્રેલિયા (AUS): પેટ કમિન્સ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટાસ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને સ્કોટ બોલેન્ડ.