back to top
HomeગુજરાતNIMCJમાં વરિષ્ઠ નિર્માતા નિર્મલ ગાલાનું સેશન યોજાયું:વિદ્યાર્થીઓએ બોલિવૂડ અને હોલિવૂડ ફિલ્મોનાં પૉસ્ટ...

NIMCJમાં વરિષ્ઠ નિર્માતા નિર્મલ ગાલાનું સેશન યોજાયું:વિદ્યાર્થીઓએ બોલિવૂડ અને હોલિવૂડ ફિલ્મોનાં પૉસ્ટ પ્રોડક્શનમાં કલર ગ્રેડિંગ અને VFXની પ્રક્રિયા અંગે માહિતી મેળવી

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ)માં પોસ્ટ પ્રોડક્શનના ખૂબ જ અનુભવી અને પ્રતિષ્ઠિત નિર્માતા નિર્મલ ગાલાનું વિશેષ સેશન યોજાયું હતું. તેઓ મુંબઈ સ્થિત ‘પ્રાઈમ ફોક્સના’ પોસ્ટ પ્રોડક્શન હાઉસના વરિષ્ઠ નિર્માતા છે. તેમણે આ સત્રમાં વિદ્યાર્થીઓ સાથે બોલિવૂડ અને હોલિવૂડ ફિલ્મોનાં પૉસ્ટ પ્રોડકશનના વિવિધ પાસાંઓ વિશે ચર્ચા કરી હતી. આ ઉપરાંત ફિલ્મોમાં ડિજિટલ ઈન્ટરમિડિયેટ(DI)કઈ રીતે કાર્ય કરે છે તેની માહિતી આપી હતી. વિદ્યાર્થીઓને પોસ્ટ પ્રોડક્શનના બે મહત્વના મુદ્દાઓ કલર ગ્રેડિંગ અને VFXના ઉપયોગની સંપૂર્ણ પ્રક્રિયા જણાવી હતી. આ સાથે તેમનાં દ્વારા અલગ – અલગ ફિલ્મોમાં કરવામાં આવેલા કાર્યોને પણ વીડિયો ક્લિપ્સ મારફત પ્રસ્તુત કરવામાં આવ્યા હતાં. વિદ્યાર્થીઓના સવાલના જવાબ આપતાં ગાલાએ કહ્યું કે, આ ક્ષેત્રમાં કામ કરવા માટે ખૂબ જ મહેનત અને ધીરજ જોઈએ. તેમણે ટેક્નિકલ માહિતી તથા કલર ગ્રેડિંગ ,VFXના સોફ્ટવેરનું પણ જ્ઞાન પીરસ્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે નિર્મલ ગાલા આ ક્ષેત્રમાં 15 વર્ષના અનુભવી છે અને બહોળી ટીમ સાથે લઈને તેમણે બોલિવૂડ – હોલિવૂડની અનેક પ્રસિદ્ધ ફિલ્મો માટે કામ કરેલું છે. તેમની ટીમ કેવી રીતે ફિલ્મોનાં એડિટિંગથી લઈને ડિસ્ટ્રીબ્યુશન સુધી કાર્ય કરે છે, તેની સંપૂર્ણ શ્રેણી પણ તેમણે આ તબક્કે સમજાવી હતી સાથે તેમણે તેમની કારકિર્દીની સફર – કોમ્પ્યુટર શિક્ષકથી શરૂ કરીને એશિયાની સૌથી મોટી કંપનીના વરિષ્ઠ હોદ્દેદાર બનવા સુધીની યાત્રાની વિગતો વિદ્યાર્થીઓ સાથે શેર કરી હતી. NIMCJના વિદ્યાર્થીઓ માટે આ સંવાદ ખૂબ જ પ્રેરણાત્મક અને જ્ઞાનવર્ધક રહ્યો હતો. આ પ્રસંગે પ્રાધ્યાપક કૌશલ ઉપાધ્યાય, નાયબ નિયામક ઇલાબેન ગોહિલ, સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments