back to top
Homeભારતઅન્ના યુનિવર્સિટી રેપ કેસ:મહિલા આયોગ કમિટીની તપાસ શરૂ, ટીમ યુનિવર્સિટી પહોંચી; FIR...

અન્ના યુનિવર્સિટી રેપ કેસ:મહિલા આયોગ કમિટીની તપાસ શરૂ, ટીમ યુનિવર્સિટી પહોંચી; FIR અંગે સવાલો ઉઠાવાયા

ચેન્નાઈની અન્ના યુનિવર્સિટી રેપ કેસની તપાસ શરૂ થઈ ગઈ છે. મહિલા આયોગ દ્વારા બનાવવામાં આવેલી ફેક્ટ ફાઇન્ડીંગ ટીમ સોમવારે યુનિવર્સિટી પહોંચી હતી. આ ટીમ યુનિવર્સિટીના અધિકારીઓ, પીડિતા, તેના પરિવાર અને એનજીઓ સાથે વાતચીત કરશે. બીજી તરફ, તમિલગા વેત્તરી કઝગમ (TVK) પાર્ટીના વડા અને અભિનેતા વિજય તમિલનાડુના રાજ્યપાલ સીટી રવિને મળવા પહોંચ્યા છે. આ પહેલા તેમણે ઘટનાને દર્દનાક ગણાવી હતી અને કહ્યું હતું કે – પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, પરંતુ જો અન્ય કોઈ આમાં સામેલ હોય તો તેની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ. 23 ડિસેમ્બરે રાત્રે 8 વાગ્યે અન્ના યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગના બીજા વર્ષની વિદ્યાર્થિની પર બળાત્કાર થયો હતો. આ મામલે મદ્રાસ હાઈકોર્ટમાં 28 ડિસેમ્બરે સુનાવણી થઈ હતી. જસ્ટિસ એસએમ સુબ્રમણ્યમ અને જસ્ટિસ વી લક્ષ્મીનારાયણની બેન્ચે બે PILની સુનાવણી કરી. કોર્ટે કહ્યું હતું કે પોલીસ એફઆઈઆરમાં એવું લખવામાં આવ્યું છે કે પીડિતાએ એવા કપડા પહેર્યા હતા જેના કારણે ગુનો થઈ શકે. આ સિવાય અન્ય બાબતો લખવામાં આવી છે કે પીડિતાના સન્માનના અધિકાર અને ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન થયું છે. પોલીસે થોડી સંવેદનશીલતા દાખવવાની જરૂર છે. અત્યાર સુધી શું થયું… 28 ડિસેમ્બર: મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી, કોર્ટે પોલીસને ફટકાર લગાવી
મદ્રાસ હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે પીડિતા એક વિદ્યાર્થિની છે અને તેની ઉંમર માત્ર 19 વર્ષ છે. શું FIR નોંધવામાં પીડિતાને મદદ કરવી SHOની ફરજ નથી. હાઈકોર્ટે FIR લીક થવાની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. ખંડપીઠે કહ્યું કે આનાથી પીડિતાને શરમ આવે છે. તેણે વધુ માનસિક પીડા સહન કરી છે. ખંડપીઠે રાજ્ય સરકારને પીડિતાને 25 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ પણ આપ્યો હતો. મદ્રાસ હાઈકોર્ટે તપાસ માટે 3 મહિલા IPS અધિકારીઓની કમિટી બનાવી છે. 27 ડિસેમ્બર: ભાજપ અધ્યક્ષે પોતાને કોરડા મારીને વિરોધ દર્શાવ્યો હતો તમિલનાડુ બીજેપી અધ્યક્ષ અન્નામલાઈએ શુક્રવારે સવારે રાજ્ય સરકાર સામે વિરોધ કર્યો હતો. આ માટે તેમણે પોતાના પર 6 વખત કોરડા માર્યા હતો. તેમણે કહ્યું કે આરોપી ડીએમકેનો નેતા છે. તેને બચાવવામાં આવી રહ્યો છે. તેમણે કોઈમ્બતુરમાં કહ્યું- જ્યાં સુધી ડીએમકે સત્તામાંથી બહાર નહીં થાય ત્યાં સુધી હું ચપ્પલ નહીં પહેરું. તેમણે ભગવાન મુરુગનના તમામ 6 ધામોના દર્શન માટે 48 દિવસના ઉપવાસની પણ જાહેરાત કરી હતી. 26 ડિસેમ્બરઃ ડેપ્યુટી સીએમ ઉધયનિધિ સાથે આરોપીનો ફોટો વાયરલ થયો હતો ડેપ્યુટી સીએમ સ્ટાલિન સાથે આરોપીની તસવીરો સામે આવ્યા બાદ રાજકારણ શરૂ થઈ ગયું છે. ભાજપના નેતાઓ અને કાર્યકરોએ સીએમ એમકે સ્ટાલિનના રાજીનામાની માગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (AIADMK)ના મહાસચિવ પલાનીસ્વામીએ કહ્યું કે, તે શરમજનક છે. આ ઘટના દર્શાવે છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી ખરાબ થઈ ગઈ છે. 25 ડિસેમ્બર: આરોપીની ધરપકડ, બળાત્કાર સહિત 15 થી વધુ કેસ નોંધાયેલા છે પોલીસે જણાવ્યું કે, આરોપી જ્ઞાનશેખરન યુનિવર્સિટી કેમ્પસની બહાર ફૂટપાથ પર બિરયાની વેચે છે. તેની સામે 2011માં એક યુવતી પર બળાત્કારનો કેસ પણ નોંધાયેલો છે. આ ઉપરાંત તેની સામે લૂંટ સહિતના 15 ગુના નોંધાયેલા છે. પોલીસને શંકા છે કે આરોપીના મોબાઈલમાં અન્ય ઘણા લોકોના વાંધાજનક વીડિયો હોઈ શકે છે, જેની તપાસ કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments