back to top
Homeભારત'કેરળ મિની પાકિસ્તાન':મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણેએ કહ્યું- રાહુલ-પ્રિયંકાને ત્યાં આતંકવાદીઓએ વોટિંગ કરીને...

‘કેરળ મિની પાકિસ્તાન’:મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણેએ કહ્યું- રાહુલ-પ્રિયંકાને ત્યાં આતંકવાદીઓએ વોટિંગ કરીને જીતાડ્યા; કોંગ્રેસે કહ્યું- રાણેને પદ પરથી હટાવો

મહારાષ્ટ્ર સરકારના મંત્રી નિતેશ રાણેએ કહ્યું- કેરળ મિની પાકિસ્તાન છે. મુસ્લિમોના કારણે રાહુલ અને પ્રિયંકા ગાંધી ત્યાંથી ચૂંટણી જીતે છે. રાણેએ રવિવારે પૂણે જિલ્લાના પુરંદરમાં એક રેલીમાં કહ્યું – બધા આતંકવાદીઓ રાહુલ-પ્રિયંકાને મત આપે છે. તે સાચું છે, તમે પૂછી શકો છો. આતંકવાદીઓને સાથે લઈને તે સાંસદ બન્યા છે. રાણેએ કહ્યું- ચૂંટણી જીત્યા બાદ રાહુલ અને પ્રિયંકાએ જે કહ્યું તે વાયનાડના બીજેપી નેતાઓએ પણ કહ્યું. તમે કોઈને પણ પૂછી શકો છો. રાહુલ-પ્રિયંકાને સમર્થન કરનારા લોકો કોણ છે? કઈ સંસ્થાઓ તેમને સમર્થન આપે છે? શું કોંગ્રેસ આગળ આવીને કહી શકે કે અમે ખોટા છીએ? શું તેઓ કહી શકે કે એક પણ આતંકવાદી સંગઠને રાહુલ અને પ્રિયંકાને ચૂંટણીમાં સમર્થન આપ્યું નથી? અમે વધુ પુરાવા આપીશું. મેં જે પણ કહ્યું તે હકીકત પર આધારિત હતું. વિપક્ષની પ્રતિક્રિયા બાદ રાણેએ કહ્યું કે કેરળ ભારતનું અભિન્ન અંગ છે. તે માત્ર કેરળ અને પાકિસ્તાનમાં હિંદુઓ સાથેના વ્યવહારની સરખામણી કરી રહ્યો હતો. હાલમાં જ ત્યાં 12 હજાર હિંદુ મહિલાઓનું ધર્મ પરિવર્તન અટકાવવામાં આવ્યું હતું. કોંગ્રેસે નિતેશની કેબિનેટમાંથી હકાલપટ્ટીની માગ કરી
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અતુલ લોંધે પાટીલે પીએમ નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસને નિતેશને કેબિનેટમાંથી બહાર કરવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, રાણે પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકાય? તેમને આજ કરવા માટે ચૂંટવામાં આવ્યા હતા. હું પીએમ મોદી અને દેવેન્દ્ર ફડણવીસને પૂછવા માગુ છું કે, રાણે મંત્રી છે, તેમણે દેશની સંપ્રભુતા અને એકતા જાળવવા માટે બંધારણ પર શપથ લીધા છે. હવે તે દેશના એક રાજ્યને પાકિસ્તાન કહી રહ્યા છે. ત્યાંના મતદારોને આતંકવાદી કહેવામાં આવી રહ્યા છે. શું તેમને મંત્રી તરીકે ચાલુ રહેવાનો અધિકાર છે? સવારથી સાંજ સુધી નિતેશ માત્ર નફરતભર્યા નિવેદનો જ આપે છે. જો મોદી અને ફડણવીસ દેશભક્ત છે તો નિતેશ હજુ પણ મંત્રીમંડળમાં કેવી રીતે છે? લોકસભા ચૂંટણીમાં પહેલા રાહુલ અને પછી પ્રિયંકા કેરળની વાયનાડ સીટ પરથી જીત્યા
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની સાથે જ લોકસભાની બે બેઠકો નાંદેડ અને વાયનાડમાં પેટાચૂંટણી યોજાઈ હતી. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાયનાડથી 4 લાખ 10 હજાર 931 મતોના માર્જિનથી જીત્યા હતા. જ્યારે રાહુલ બે વખત (2019 અને 2024) વાયનાડથી જીત્યા છે. 2024માં રાહુલે વાયનાડ સીટ પરથી 3.64 લાખ મતોના માર્જીનથી જીત મેળવી હતી. સામ્યવાદી નેતાએ પણ કહ્યું હતું- પ્રિયંકા-રાહુલ સાંપ્રદાયિક મુસ્લિમોના સમર્થનથી વાયનાડમાં જીત્યા
CPI(M) પોલિટબ્યુરોના સભ્ય એ વિજયરાઘવને પણ 22 ડિસેમ્બરે કહ્યું હતું કે, રાહુલ અને પ્રિયંકા ગાંધીની વાયનાડની જીત પાછળ કોમવાદી મુસ્લિમ ગઠબંધન છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, શું સાંપ્રદાયિક મુસ્લિમ જોડાણના મજબૂત સમર્થન વિના રાહુલ ગાંધી જીતી શક્યા હોત? તેમણે કહ્યું, રાહુલ અને પ્રિયંકા બે લોકો વાયનાડથી ગયા છે, કોના સમર્થનથી? સાંપ્રદાયિક મુસ્લિમ ગઠબંધનના મજબૂત સમર્થનથી તેઓ જીત્યા. શું રાહુલ ગાંધી માટે તેમના સમર્થન વિના દિલ્હી પહોંચવું શક્ય હતું? આજે તેઓ વિરોધ પક્ષના નેતા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments