પાક માટે MSP ગેરંટી કાયદા સહિત 13 માંગણીઓ માટે આંદોલન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં પંજાબ બંધ છે. ખેડૂતોએ સવારે 7 વાગ્યે હાઈવે બંધ કરી દીધો હતો. અમૃતસર-દિલ્હી અને જલંધર-દિલ્હી નેશનલ હાઈવે પર ખેડૂતો બેઠા છે. બજારની સાથે પેટ્રોલ પંપ તેમજ બસો પણ બંધ છે. પંજાબ બંધને ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ, કર્મચારીઓ, વેપારીઓએ ટેકો આપ્યો છે. રાજ્યમાં 52 ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે 22ના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. ખેડૂત નેતા સરવણ પંઢેરે કહ્યું કે ઈમરજન્સી સેવાઓમાં કોઈ અડચણ આવવા દેવામાં આવશે નહીં. જો કોઈની પરીક્ષા, ઈન્ટરવ્યુ વગેરે હોય તો તેને પણ અટકાવવામાં આવશે નહીં. બીજી તરફ, પંજાબ યુનિવર્સિટી ચંદીગઢ સહિત તમામ યુનિવર્સિટીઓએ આજે યોજાનારી પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે. તમામ જિલ્લાઓમાં પોલીસ અને વહીવટીતંત્ર એલર્ટ પર છે.