back to top
Homeગુજરાતટ્યૂશનની દોસ્તી, દરિયાકાંઠે દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગ:વલસાડની સગીરા પર દાંડીમાં દુષ્કર્મ આચરી વીડિયો...

ટ્યૂશનની દોસ્તી, દરિયાકાંઠે દુષ્કર્મ અને બ્લેકમેઇલિંગ:વલસાડની સગીરા પર દાંડીમાં દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો, સંબંધ રાખવા દબાણ, એક વર્ષ બાદ વાઇરલ કર્યો

વલસાડના દાંડી દરિયા કિનારે દુષ્કર્મની ચોંકાવનારી ઘટના બની હતી. એક સગીરા સાથે તેના ટ્યૂશનના મિત્રે દરિયાકિનારે ઝાડીઓમાં દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાનો વીડિયો બનાવી સગીરાને બ્લેકમેલ કરવામાં આવી હતી. મિત્રતામાં આગળ વધીને બંને મિત્રો જુલાઈ 2023માં દાંડી દરિયાકિનારે ફરવા ગયાં હતાં, જ્યાં સગીરે સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું અને એનો વીડિયો પણ બનાવ્યો હતો. બાદમાં સગીરાને વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને તેની સાથે સંબંધ રાખવા દબાણ કરવામાં આવતું હતું, જોકે સગીરાએ આ સંબંધ રાખવાની ના પાડતાં આરોપીએ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દીધો હતો. આ ઘટનાની જાણ સગીરાની બહેનને થતાં તેણે તરત જ ડુંગરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સગીરાનું નિવેદન નોંધી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ટ્યૂશનમાં બુકની આપ-લે થતી, પછી મિત્રતા થઈ
વલસાડ તાલુકાના મધ્યમવર્ગીય પરિવારની સગીર વિદ્યાર્થીની સાક્ષી (ઓળખ છુપાવવા નામ બદલ્યું છે) નજીકમાં આવેલા ટ્યૂશન ક્લાસમાં અભ્યાસ કરવા જતી હતી. અભ્યાસ દરમિયાન તેની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી વિકી (ઓળખ છુપાવવા નામ બદલ્યું છે) સાથે મિત્રતા થઈ હતી. સાક્ષી અને વિકી વચ્ચે બુકની આપ-લે થતી રહેતી હતી. બંનેએ એકબીજાને મોબાઈલ નંબર શેર કર્યા હતા. સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા ગાઢ બની હતી. ટ્યૂશનનું ગ્રુપ દાંડીના દરિયાકાંઠે ફરવા ગયું, ત્યારે દુષ્કર્મ
ટ્યૂશન ક્લાસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી કેટલાક વિદ્યાર્થીઓ 1 જુલાઈથી 7 જુલાઈ 2023 દરમિયાન વલસાડ દાંડી દરિયાકિનારે ફરવા ગયા હતા. એ દરમિયાન સાક્ષી અને વિકી દરિયાકિનારે નજીકમાં આવેલા ઝાડીઓમાં સાક્ષીને લઈ ગયો હતો. ત્યાં સાક્ષીની મરજી વિરુદ્ધ વિકીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. વિકીએ સાક્ષી સાથે દુષ્કર્મ આચરતા હોવાનો વીડિયો પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો. એ બાદ સાક્ષી વિકી સાથે અંતર રાખતી હતી. એને લઈને વિકી સાક્ષીને તેની સાથે વાત કરવા અને સંબંધ રાખવા દબાણ કરતો રહેતો હતો. સગીરાની બહેને ડુંગરી પોલીસમાં ફરિયાદ નોંધાવી
સાક્ષીએ વિકી સાથે વાત કરવાની ના પાડતાં ટ્યૂશનના વિદ્યાર્થીઓના ગ્રુપમાં અને સોશિયલ મીડિયામાં દુષ્કર્મવાળો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપતો હતો. ઘટનાની જાણ સાક્ષીની બહેનને થતાં તેણે વિકીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તાજેતરમાં વિકીએ સાક્ષી સાથેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કરીને સાક્ષીની બદનામી કરી હતી. એને લઈને સાક્ષીની બહેને ડુંગરી પોલીસ મથકે વિકી વિરુદ્ધ દરિયાદ નોંધાવી હતી. ડુંગરી પોલીસે સાક્ષીની બહેનની ફરિયાદ નોંધી સાક્ષીનું મેડિકલ કરાવી તેનું નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે. દીકરીઓએ સાવચેતી રાખવા શું કરવું જોઈએ મિત્રો પસંદ કરતી વખતે સાવચેતી રાખો: તમારા મિત્રો વિશે સારી રીતે જાણો અને વિશ્વાસપાત્ર લોકો જ સાથે મિત્રતા રાખો. એકલા જવાનું ટાળો: જો શક્ય હોય તો એકલા ક્યાંય જવાનું ટાળો. હંમેશાં કોઈ મિત્ર અથવા પરિવારના સભ્ય સાથે જાઓ. મોબાઇલ ફોનનો ઉપયોગ સાવધાનીથી કરો: તમારા મોબાઇલ ફોનમાં અજાણ્યા લોકો સાથે વાતચીત કરવાનું ટાળો અને તમારા ફોટા કે વીડિયો કોઈને પણ મોકલવાનું ટાળો. કોઈપણ પ્રકારના અનુચિત વર્તનની ફરિયાદ કરો: જો કોઈ તમારી સાથે અનુચિત વર્તન કરે તો તરત જ તમારાં માતા-પિતા, શિક્ષક અથવા પોલીસને જાણ કરો. સોશિયલ મીડિયા પર કાળજી રાખો: સોશિયલ મીડિયા પર તમારી પ્રોફાઇલને પ્રાઇવેટ રાખો અને અજાણ્યા લોકોને તમારા મિત્ર બનાવવાનું ટાળો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments