back to top
Homeમનોરંજનપલક ઈબ્રાહિમને ડેટ કરી રહી છે?:શ્વેતા તિવારીએ કહ્યું- અફવાઓ પર વિશ્વાસ કરીએ...

પલક ઈબ્રાહિમને ડેટ કરી રહી છે?:શ્વેતા તિવારીએ કહ્યું- અફવાઓ પર વિશ્વાસ કરીએ તો મારી દીકરી દર ત્રીજા વ્યક્તિ સાથે રિલેશનમાં છે

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણી ચર્ચામાં રહે છે. પલક તિવારીનું નામ ઘણીવાર સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ સાથે જોવા મળી છે. હવે પલકની માતા શ્વેતાએ તેના પર રિએક્શન આપ્યું છે. તેણે કહ્યું કે આ બધાથી તેને કોઈ ફરક નથી પડતો. પલક સ્ટ્રોગ છે પણ મને તેના માટે ડર લાગે છે. શ્વેતા તિવારીએ પલકની ડેટિંગની અફવાઓ પર કરી વાત
શ્વેતા તિવારીએ ઈન્ડિયન એક્સપ્રેસ સ્ક્રીન સાથેની વાતચીતમાં ઘણા ખુલાસા કર્યા છે. આ દરમિયાન તેને પલકના ડેટિંગના સમાચાર વિશે પૂછવામાં આવ્યું. જેના જવાબમાં શ્વેતાએ કહ્યું- ‘હું અફવાઓથી બિલકુલ પરેશાન નથી. આટલા વર્ષોમાં મને એ સમજાય ગયું છે કે લોકોની યાદશક્તિ માત્ર 4 કલાક જ કામ કરે છે. આ પછી તે સમાચારને ભૂલી જાય છે. તો શા માટે પરેશાન થવું? જો અફવાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો મારી દીકરી દર ત્રીજા વ્યક્તિ સાથે ડેટ કરી રહી છે. દર વર્ષે મારા લગ્ન થઈ રહ્યા છે. ‘મને કોઈ ફરક નથી પડતો’
શ્વેતાએ આગળ કહ્યું- અફવાઓ અનુસાર, મેં ત્રણ વાર લગ્ન કર્યા છે. આ બધી બાબતોથી મને હવે કોઈ ફરક નથી પડતો. અગાઉ જ્યારે સોશિયલ મીડિયા નહોતું ત્યારે ફરક પડતો હતો. એક્ટર વિશે નકારાત્મકતા વેચાય છે. મેં મારા જીવનમાં ઘણી બધી બાબતોનો સામનો કર્યો છે. તે પછી આ બધાથી મને કોઈ ફરક પડતો નથી. ‘પલકે શીખવ્યું કે ટ્રોલ સાથે કેવી રીતે ડિલ કરવું’
શ્વેતાએ કહ્યું, પહેલા લોકોને સમજાવવું સરળ હતું પરંતુ હવે લોકો સમજી ગયા છે. પલકે મને શીખવ્યું છે કે ટ્રોલ્સનો સામનો કેવી રીતે કરવો. હવે હું તેનાથી ડરતી નથી. પલક ગમે તેવી દેખાય, તે ખૂબ જ માસૂમ છે અને લોકોને જવાબ આપતી નથી. કોઈને પણ ટ્રોલ કરવું ખરાબ છે. પલક મજબૂત છે પણ મને આશ્ચર્ય થાય છે કે શું આ બધાથી તેને કોઈ ફરક પડશે? જો તેનો આત્મવિશ્વાસ ઘટશે તો શું થશે? શ્વેતા અને રાજા ચૌધરીની પુત્રી છે પલક
શ્વેતા અને તેના પહેલા પતિ રાજા ચૌધરીની પુત્રી પલક છે. શ્વેતા અને રાજાએ 2007માં છૂટાછેડા લીધા હતા. શ્વેતાએ પાછળથી અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા, જેની સાથે તેને એક પુત્ર રેયાંશ છે. હવે શ્વેતા તેના બે બાળકોની સંભાળ એકલી કરી રહી છે. શ્વેતા તિવારી ‘સિંઘમ અગેઇન’માં જોવા મળી હતી
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શ્વેતા તાજેતરમાં જ રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેઈન’માં જોવા મળી હતી. જેમાં તે એક ઈન્ટેલિજન્સ ઓફિસરની ભૂમિકા ભજવતી જોવા મળી હતી. આ ફિલ્મમાં અજય દેવગન, રણવીર સિંહ, ટાઈગર શ્રોફ, કરીના કપૂર, દીપિકા પાદુકોણ અને અર્જુન કપૂર પણ હતા. આ સિવાય શ્વેતા રોહિત શેટ્ટી અને સુશાંત પ્રકાશ દ્વારા નિર્દેશિત એક્શન થ્રિલર વેબ સિરીઝ ઈન્ડિયન પોલીસ ફોર્સમાં પણ જોવા મળી હતી. સિરીઝમાં શ્વેતાએ વિક્રમ (વિવેક ઓબેરોય)ની પત્ની શ્રુતિ બક્ષીની ભૂમિકા ભજવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments