back to top
Homeમનોરંજનમલયાલમ એક્ટર દિલીપ શંકરનું નિધન:હોટલમાંથી મળી લાશ, બે દિવસથી રૂમમાં હતા બંધ;...

મલયાલમ એક્ટર દિલીપ શંકરનું નિધન:હોટલમાંથી મળી લાશ, બે દિવસથી રૂમમાં હતા બંધ; સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા હતા

મલયાલમ એક્ટર દિલીપ શંકરનું નિધન થયું છે. તેમનો મૃતદેહ રવિવારે તિરુવનંતપુરમના વેનરોઝ જંકશન સ્થિત ખાનગી હોટલમાંથી મળી આવ્યો હતો. એક્ટરના મૃત્યુનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, એક્ટર સિરિયલના શૂટિંગ માટે તિરુવનંતપુરમમાં હતો અને તેમણે ચાર દિવસ પહેલા ત્યાં એક હોટલનો રૂમ ભાડે લીધો હતો. દિલીપ શંકર છેલ્લા બે દિવસથી તેમના રૂમની બહાર જોવા મળ્યા ન હતા અને જ્યારે તેમના કો-વર્કરે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે એક્ટરનો સંપર્ક થઈ શક્યો ન હતો. આ પછી સહકર્મીને પૂછપરછ માટે હોટલમાં જવું પડ્યું. હોટલના સ્ટાફે દરવાજો ખોલ્યો તો તેમને દિલીપનો મૃતદેહ મળ્યો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ મામલાની તપાસ ચાલી રહી છે. સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હતા
મનોરમા ઓનલાઈનના અહેવાલ મુજબ દિલીપ જે સિરિયલમાં કામ કરી રહ્યા હતા તેમના નિર્દેશક મનોજે જણાવ્યું કે શૂટિંગમાં બે દિવસનો બ્રેક હતો. જોકે આ દરમિયાન દિલીપને વારંવાર ફોન કરવામાં આવ્યા હતા, પરંતુ તેમણે જવાબ આપ્યો ન હતો. અહેવાલોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દિલીપ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડિત હતા. એક્ટરના મૃત્યુના સમાચાર પછી, તેની મિત્ર અને કો-એક્ટર સીમા નાયરે સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને લખ્યું – તમે મને 5 દિવસ પહેલા ફોન કર્યો હતો. હું વાત કરી શકતી ન હતો કારણ કે મને માથું દુખતું હતું અને હું સૂતી હતી. હવે, મને તમારા વિશે ખબર પડી જ્યારે એક પત્રકારે મને ફોન કર્યો. દિલીપ, તમને શું થયું, મને શું લખવું તે ખબર નથી પડતી, સંવેદના. મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી, મિત્રો સિવાય, ચાહકો પણ સોશિયલ મીડિયા પર એક્ટરને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. દિલીપે મલયાલમ ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. તેમણે સુંદરી અને પંચાગ્નિ જેવા પ્રખ્યાત મલયાલમ ટીવી શોમાં કામ કર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments