છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વડાતલાવ પાસે આજે બપોરના સમયે એક હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં એક અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર બે યુવતીઓના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. જ્યારે એક યુવક ઇજાગ્રસ્ત થતાં બોડેલી રીફર કરવામાં આવ્યો છે. છોટા ઉદેપુર જિલ્લામાં આજે એક ગોઝારી ઘટના ઘટી છે. જેમાં એક હિટ એન્ડ રન થાવ પામ્યું છે. જેમાં બે બાઇક સવાર યુવતીઓનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. પાવી જેતપુર તાલુકાના પાનીબરા ગામનો યુવક મનહર વિનુભાઈ રાઠવા પ્રતાપપુરા ગામની નીરમા ગોવિંદભાઈ રાઠવા રેહ.નાની આમરોલ તથા અંજુ નાગલીયાભાઈ રાઠવા રહે.પ્રતાપપુરા બાઈક ઉપર ગોરજ મુનિ આશ્રમમાં નર્સિંગનું ફોર્મ ભરવા ગયા હતા. ત્યાંથી પાછા ફરતી વખતે બોડેલી તાલુકાના વડા તલાવ પાસેથી ત્રણેય જણા બાઈક લઇને પસાર થતા હતા. ત્યારે સામેથી માતેલા સાંઢની જેમ આવતા એક અજાણ્યા વાહને બાઈક સવારને અડફેટે લઇને કચડી નાખ્યા હતા. જેમાં બાઈક ઉપર અવર બે યુવતીઓ નિરમા ગોવિંદભાઈ રાઠવા તેમજ અંજૂ નગલિયાભાઈ રાઠવાને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જેમાં બાઈક સવાર બન્ને યુવતીના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે યુવકને ગંભીર ઈજા પહોંચતા તેને બોડેલી રિફર કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ પાવી જેતપુર પોલીસને થતા પાવી જેતપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી.