back to top
Homeમનોરંજન​​સોનાક્ષી-ઝહીરથી બે ડગલાં દૂર હતો ડાલામથ્થો સાવજ​​​​​!:રૂમની બહાર આવી ગર્જના કરવા લાગ્યો,...

​​સોનાક્ષી-ઝહીરથી બે ડગલાં દૂર હતો ડાલામથ્થો સાવજ​​​​​!:રૂમની બહાર આવી ગર્જના કરવા લાગ્યો, કપલે બિંદાસ શૂટ કર્યો વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિંહા હાલમાં પતિ ઝહીર ઈકબાલ સાથે ઓસ્ટ્રેલિયામાં વેકેશનની મજા માણી રહી છે. આજે સવારે એક્ટ્રેસ તેના રૂમમાં હતી, ત્યારે અચાનક સિંહ ગર્જના સાંભળી. જ્યારે તે ગર્જનાથી જાગી, ત્યારે તેણે જોયું કે એક સિંહ તેના રૂમની બહાર ગર્જના કરતો હતો. એક્ટ્રેસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. તાજેતરમાં સોનાક્ષી સિંહાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જંગલની ઝલક બતાવી હતી. સ્ટોરીમાં, એક્ટ્રેસે સૂતેલા ચિત્તા સાથે ફોટો પોસ્ટ કર્યો હતો. ઝહીર સિંહને સ્પર્શ કરી રહ્યો છે, જ્યારે સોનાક્ષી નજીકમાં ઉભી છે. થોડા સમય પછી તેનો બીજો વીડિયો સામે આવ્યો, જેમાં એક સિંહ તેના રૂમમાં પહોંચ્યો. સોનાક્ષી પલંગ પર હતી, ત્યારે તેનાથી બે ડગલાં દૂર એક સિંહે ગર્જના કરતો જોવા મળ્યો. આ સીન જોઈને એક્ટ્રેસ ગભરાઈ ગઈ હતી, જોકે તેણે વીડિયો બનાવવાનું ચાલુ રાખ્યું હતું. આ વીડિયોને શેર કરતાં એક્ટ્રેસે લખ્યું, આજનું એલાર્મ. ફોટો દ્વારા સોનાક્ષીએ એ પણ જણાવ્યું કે આ વીડિયો સવારે 6 વાગ્યાનો છે. સોનાક્ષી અને ઝહીર છેલ્લા કેટલાક દિવસોથી ઓસ્ટ્રેલિયામાં છે. ત્યાં રહીને આ કપલ ક્યારેક મેચની મજા માણતા તો ક્યારેક પતિ સાથે એડવેન્ચર એક્ટિવિટી કરતા જોવા મળ્યા હતા. જુઓ તેના ઓસ્ટ્રેલિયા વેકેશનની તસવીરો- સોનાક્ષી સિંહાએ 23 જૂન 2024ના રોજ ઝહીર ઈકબાલ સાથે સિવિલ મેરેજ કર્યા હતાં. ત્યારથી સોનાક્ષી દરરોજ તેના પતિ સાથે ક્યૂટ તસવીરો શેર કરતી રહે છે. ફિલ્મી કરિયરની વાત કરીએ તો સોનાક્ષી સિંહા ટૂંક સમયમાં ‘નિકિતા રોય એન્ડ ધ બુક ઓફ ડાર્કનેસ’માં જોવા મળશે. આ સિવાય તે આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘કાકુડા’ અને ‘બડે મિયાં છોટે મિયાં’માં જોવા મળી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments