back to top
Homeગુજરાતઅમદાવાદ ક્રાઇમ ન્યૂઝ:દાણીલીમડામાં યુવકનું સીમકાર્ડ બંધ કરાવીને ગઠિયાએ રૂ.45 હજાર ટ્રાન્સફર કરીને...

અમદાવાદ ક્રાઇમ ન્યૂઝ:દાણીલીમડામાં યુવકનું સીમકાર્ડ બંધ કરાવીને ગઠિયાએ રૂ.45 હજાર ટ્રાન્સફર કરીને ઠગાઇ આચરી

દાણીલીમડામાં દુધનુ કામ કરતા યુવકનું અજાણ્યા ગઠિયાએ સીમકાર્ડ બંધ કરાવીને બેન્ક એકાઉન્ટમાંથી રૂ. 45 હજાર ટ્રાન્સફર કરીને ઠગાઇ આચરી છે. જેમાં સીમકાર્ડ બંધ થતા કસ્ટમર કેરમાં કોલ કરતા અજાણ્યા ગઠિયાએ સીમકાર્ડ બંધ કરાવ્યાનું સામે આવતા ભાંડો ફૂટ્યો હતો. આ અંગે યુવકે અજાણ્યા ગઠિયા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. દાણીલીમડામાં રહેતા મોઇનદ્દીન સૈયદ હોલસેલમાં દુધનું કામ કરે છે. જેમાં અલગ અલગ દુકાને આપવાનું કામ કરે છે. ગત 12 નવેમ્બરે સાંજના સમયે તેમનું જીયોનું સીમકાર્ડ બંધ થતા તેમને કસ્ટમર કેરમાં કોલ કરતા અજાણ્યા શખસે ફોન કરીને બંધ કરાવ્યું હોવાનું સામે આવ્યું હતું. બાદમાં તેમને વેરિફિકેશન કરાવી સીમકાર્ડ શરૂ કરાવ્યું ત્યારે તેમના બેન્ક એકાઉન્ટમાંથી કુલ રૂ. 45 હજાર કપાઇ ગયાનો મેસેજ આવ્યો હતો. જેથી અજાણ્યા શખ્સે સીમકાર્ડ બંધ કરાવી એકાઉન્ટમાંથી રૂપિયા પણ ટ્રાન્સફર કરી લીધા હતા. આ અંગે મોઇનદ્દીને અજાણ્યા ગઠિયા સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોધાવી છે. ઓનલાઈન ચાઈનીઝ તુક્કલનું વેચાણ કરતા 2 આરોપીને ઝડપી પાડ્યા
ઉત્તરાયણના તહેવારને લઈને ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેને લઈને સોશિયલ મીડિયાના માધ્યમથી વેચાણ કરનાર વ્યક્તિઓ પર સાયબર ક્રાઈમ દ્વારા નજર રાખવામાં આવી હતી, ત્યારે અમદાવાદ સાયબર ક્રાઈમે ફેસબુક પર ચાઈનીઝ તુક્કલના ફોટા મૂકીને વેચાણ કરનાર 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 60 નંગ ચાઈનીઝ તુક્કલ પણ કબ્જે કરવામાં આવી છે. અમદાવાદ સાઇબર ક્રાઈમ દ્વારા સોશિયલ મીડિયા પર ચાઈનીઝ દોરી અથવા તો ચાઈનીઝ તુક્કલના ઉત્પાદન, આયાત, ખરીદ, વેચાણ તથા સંગ્રહ કરતા વ્યક્તિઓ ઉપર વોચ રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન ફેસબુક પર સ્કાય લેન્ટેન્સ નામના આઈડી પર માર્કેટ પ્લેસમાં ચાઈનીઝ તુક્કલ વેચાણ માટે મૂકી હતી. જેના ફોટા પણ મુકવામાં આવ્યા હતા. આ અંગે સાઇબર ક્રાઇમની ટીમે મેસેન્જર પર મેસેજ કરીને ફેસબુકના આઇડી ધારકને પકડવા માટે મેસેજ કરીને ટ્રેપ ગોઠવી હતી, ત્યારે મકરબા ખાતે આવેલી સરકારી ચાવડી પાસે આરોપીએ ચાઈનીઝ વેચાણ માટે સાઇબર ક્રાઇમના ટીમને બોલાવી હતી. આ દરમિયાન સાયબર ક્રાઈમે 60 નંગ ચાઈનીઝ ટુક્કલ સાથે ધ્રુવ પટેલ અને મોહિત બુલચંદાણી નામના બે આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી મોબાઇલ અને ચાઈનીઝ તુક્કલ સહિતનો મુદ્દામાલ કબજે કરીને આરોપીઓની વધુ તપાસ કરવામાં આવી છે. ખોખરામાં લગ્નની લાલચ આપીને વિધાર્થીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ
ખોખરામાં મહિલા ગાયક કલાકારની 16 વર્ષીય સગીર પુત્રી સાથે પાડોશમાં રહેતા અને એલ.એલ.બીનો અભ્યાસ કરતા યુવકે લગ્નની લાલચ આપીને બે વખત દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે સગીરાની માતાએ યુવક સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ખોખરામાં 16 વર્ષીય સગીરા તેની માતા સાથે રહે છે અને અભ્યાસ કરે છે. જેમાં તેની માતા ગાયક કલાકાર છે. ત્યારે પાડોશમાં રહેતો યુવક અવારનવાર સગીરાના ઘરે આવતો હતો જેથી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ત્યાર બાદ સગીરા અને યુવક અવારનવાર ફરવા પણ જતા હતા. ગત 21 ડિસેમ્બરે સાંજે સગીરાના માતા ગીતો ગાવા પ્રોગ્રામમાં ગયા હતા. ત્યારે તકનો લાભ લઈને પાડોશી યુવક સગીરાના ઘરે આવી પહોંચ્યો અને સગીરાને લગ્ન કરવાની લાલચ આપીને તેની સાથે બે વખત દુષ્કર્મ આચર્યું હતું. યુવકે સગીરા સાથે બોલવાનું ઓછું કરી દેતા બંને વચ્ચે તકરાર થવા લાગી હતી. એક દિવસે યુવકે સગીરા સાથેના તમામ સંબંધ તોડી નાંખ્યા અને લગ્ન કરવાથી ઇનકાર કરી દીધો હતો. આ અંગે સગીરાએ તેની માતાને સમગ્ર હકીકત જણાવી હતી. આ અંગે સગીરાની માતાએ પાડોશી યુવક સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments