વૈશ્વિક સ્તરે અમેરિકામાં ક્રેડિટ કાર્ડ લોનની ચૂકવણીમાં ડિફોલ્ટરોનો આંક વર્ષ 2010 બાદની સર્વોચ્ચ સપાટીએ પહોંચી જવાના સમાચાર અને અમેરિકા પર વધતા જતાં ચિંતાજનક દેવા બોજની સ્થિતિને લઈ ગઈકાલે અમેરિકી શેરબજારમાં કડાકો નોંધાતા તેની અસર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજાર પર જોવા મળી છે. વિદેશી રોકાણકારોની ગેરહાજરી તેમજ વેકેશન મૂડમાં આજે જીઓપોલિટીકલ ટેન્શન અને અમેરિકામાં સત્તારૂઢ થનારા ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ કેવી રહેશે એની અટકળો વચ્ચે આજે કેલેન્ડર વર્ષ 2024ના અંતિમ દિવસે ભારતીય શેરબજાર સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ રહ્યું હતું. કેલેન્ડર વર્ષ 2025 અનેક સ્થાનિક અને વૈશ્વિક પડકારોનું નીવડવાની અને હજુ મોટા કરેકશન, ઘટાડાની મૂકાતી શકયતાઓ વચ્ચે શેરોમાં વળતર અત્યંત મર્યાદિત રહેવાના અંદાજોએ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં સતત વેચવાલી સાથે કેટલાક સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડો દ્વારા વર્ષાંતે પોર્ટફોલિયો ફેરબદલ કરી ઘણા શેરોમાં ઉછાળે નફારૂપી વેચવાલી કરવામાં આવી હતી. કરન્સી માર્કેટની વાત કરીએ તો, આયાતકારો તરફથી સતત માંગ અને વિદેશી ફન્ડોના આઉટફલોને પરિણામે સ્થાનિક સ્તરે ડોલર સામે રૂપિયો તેની ઓલટાઈમ નીચી સપાટીએ જોવા મળ્યો હતો, જયારે ક્રુડ તેલના ભાવ પ્રમાણમાં સ્થિર જોવા મળ્યા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.13% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.71% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ફોકસ્ડ આઈટી, આઈટી, ટેક, રિયલ્ટી અને ફાઈનાન્શીયલ સર્વિસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4079 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1647 અને વધનારની સંખ્યા 2321 રહી હતી, 111 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 4 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 10 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં કોટક બેન્ક 2.49%, આઈટીસી લી. 1.37%, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.10%, ટાટા મોટર્સ 0.95%, ટાટા સ્ટીલ 0.88%, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 0.86%, અદાણી પોર્ટ 0.79%, લાર્સેન 0.72% અને એનટીપીસી લી.0.63% વધ્યા હતા, જ્યારે ટેક મહિન્દ્ર 2.35%, ઝોમેટો લિ. 1.73%, ટીસીએસ લી. 1.48%, ઇન્ફોસિસ લી.1.31%, આઈસીઆઈસી બેન્ક 0.92%, બજાજ ફાઈનાન્સ 0.83%, હિન્દુસ્તાન યૂનિલિવર 0.69%, એચસીએલ ટેકનોલોજી 0.55%, ઇન્ડસઇન્ડ બેન્ક 0.38%, એચડીએફસી બેન્ક 0.35% અને બજાજ ફિનસર્વ 0.31% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23805 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23606 પોઇન્ટના પ્રથમ અને 23474 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 23880 પોઇન્ટથી 23939 પોઇન્ટ, 24008 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.23606 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 51286 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 51808 પોઇન્ટના પ્રથમ અને 52008 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 51133 પોઇન્ટથી 51088 પોઇન્ટ,51008 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે.52008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
ગોદરેજ પ્રોપર્ટીઝ ( 2797 ) :- ગોદરેજ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2730 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2707 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2822 થી રૂ.2838 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2844 ઉપર તેજી તરફી ધ્યાન. મુથુટ ફાઇનાન્સ ( 2151 ):- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.2120 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.2103 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.2167 થી રૂ.2180 ભાવ નોંધાવે તેવી સંભાવના છે. કોલગેટ-પામોલીવ ઇન્ડિયા લીમીટેડ ( 2700 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પેર્સનલ સેક્ટરનો સેક્ટરનો આ સ્ટોક રૂ.2744 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.2677 થી રૂ.2660 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2770 નો સ્ટોપલોસ ધ્યાને લેવો. ઈન્ફોસીસ લીમીટેડ ( 1893 ):- રૂ.1909 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1913 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1878 થી રૂ.1860 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1920 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા…
મિત્રો, અમેરિકા બે દાયકા કરતાં વધુ સમયથી ભારતનું ટોચનું વેપારી ભાગીદાર રહ્યું છે અને ટોચના પાંચ આયાત સ્ત્રોતોમાંનું એક છે. ભારતનું ૧૬મું વેપારી ભાગીદાર ચીન આ સદીમાં તેનું બીજું સૌથી મોટું ભાગીદાર બન્યું છે. આ સિવાય ચીન ભારત માટે આયાતનો સૌથી મોટો સ્ત્રોત પણ છે. આર્થિક સર્વેક્ષણ 2023 – 24 મુજબ, વિકાસશીલ પ્રદેશો – એશિયા અને આફ્રિકા – માટે ભારતની કુલ નિકાસ નાણાકીય વર્ષ 1999 – 2000માં 42.9%થી વધીને નાણાં વર્ષ 2024માં 52% થઈ છે. યુએઈ, સિંગાપોર, ચીન, રશિયા અને ઓસ્ટ્રેલિયા ભારતના મુખ્ય નિકાસ ભાગીદારો તરીકે ઉભરી આવ્યા છે ત્યારે આરબીઆઈએ ભારતીય અર્થવ્યવસ્થામાં ઝડપી સુધારાના અવકાશ સાથે આગામી નાણાકીય વર્ષમાં સકારાત્મક અસરો જોવા મળવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા નાણાકીય વર્ષ 2024 -25 માટે ભારતનો જીડીપી ગ્રોથ 6.6% રહેવાનો અંદાજ આપ્યો છે. ગ્રામીણ વપરાશને વેગ આપવા સરકારી ખર્ચ અને રોકાણમાં તેજી તેમજ સેવાઓની નિકાસને પણ વેગ મળવાની શક્યતા છે. નાણાકીય સંસ્થાઓ અને બેન્કોની બેલેન્સશીટમાં સુધારો જોવા મળ્યો છે. વધારાની મૂડી, વ્યાજમાંથી મજબૂત કમાણી, આવક અને સંપત્તિની ગુણવત્તામાં સુધારો નોંધાતા એનબીએફસીની સ્થિતિમાં સુધારો થયો છે. ગ્રોસ એનપીએ ઘટી છે. નાણાકીય સિસ્ટમમાં સ્થિરતા અને ટકાઉપણું જોવા મળ્યું છે. આરબીઆઈના જણાવ્યા પ્રમાણે, વૈશ્વિક સ્તરે આર્થિક પરિસ્થિતિઓ અને ઘરેલુ માંગમાં સુધારાના કારણે દેશનો જીડીપી ગ્રોથ સ્થિર રહેવાની સંભાવના છે. લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.