11-11-2013ના સવારના 8.30 વાગ્યે ફરિયાદી પ્રવિણ લુણાગરીયાને આરોપીઓ ભરત રઘુભાઈ કુંગશીયા, ગંભીર નાગદાનભાઈ ડાંગર, રામ દેવશીભાઈ પીઠીયા અને બીજા 5 શખ્સે સ્કોર્પિયો ગાડીમાં આવીને પાછળથી ટક્કર મારી પછાડી દીધા હતા. ત્યારબાદ સાતેય શખ્સોએ ગાડીમાંથી ઉતરી ફરિયાદી પ્રવિણભાઈ ઉપર ધારીયા, તલવાર અને પાઈપથી હુમલો કર્યો હતો. જેમાં ફરિયાદીને બંને પગમાં, હાથની કોણીમાં, આંગળામાં અને માથામાં ઈજાઓ પહોંચી હતી અને ત્યારબાદ આરોપીઓ ત્યાંથી નાશી છુટ્યાં હતા. હથિયારોથી ઈજા થઈ તેવો મેડિકલમાં ઉલ્લેખ નથી
આ અંગેની ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં પોલીસ તપાસ બાદ કેસ કોર્ટમાં આવતા સાત આરોપી પૈકી ગંભીરભાઈએ બનાવ સમયે પોતે ચોટીલા હોવાનો બચાવ કર્યો હતો. તો અન્ય બે આરોપીએ બચાવમાં જણાવ્યું હતું કે, જે હથિયારો વડે હુમલો થયાનુ ફરિયાદી જણાવે છે તે હથિયારોથી ઈજાઓ થઈ તેવો મેડિકલ સર્ટિફિકેટમાં ઉલ્લેખ નથી. આ કારણે જમીન અંગેની જુની અદાવત હોવાથી ફરિયાદીએ આરોપીઓના ખોટા નામો ફરિયાદમાં લખાવ્યાં હોવાનું જણાવ્યું હતું. ઉલટ તપાસમાં સાહેદો વિશ્વાસપાત્ર ન જણાયા
સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપી ગંભીર બનાવ સ્થળે ન હતા અને તેઓ ચોટીલા હતા, તે સાબિત કરવા માટે જે સાહેદોને બચાવમાં તપાસવામાં આવેલ છે તે સાહેદોએ પોતાની ઉલટ તપાસ દરમિયાન ગંભીરભાઈ 8.30 વાગ્યે બનાવ સ્થળે જ હતાં તેમ સાબિત થાય છે. આથી, ગંભીરભાઈએ ખોટો બચાવ ઉભો કરવા માટે જે સાહેદોની જુબાની લીધી છે તે સાહેદો વિશ્વાસપાત્ર જણાતા નથી. વકીલે હથિયાર અને ઈજાઓ અંગે વિસંગતતા જણાવી
બીજા આરોપીઓ વતી હથિયાર અને ઈજાઓ અંગે જે વિસંગતતા જણાયેલ છે, તેના જવાબમાં સરકાર તરફે રજૂઆત કરવામાં આવી કે, કોઈ એક જ વ્યકિત ઉપર જીવલેણ હુમલો કરવા માટે જ્યારે સાત વ્યકિતઓ હથિયાર સાથે આવે ત્યારે દરેક આરોપીના હાથમાં રહેલ હથિયાર વડે ઈજાઓ થાય તે અનિવાર્યપણે જરૂરી નથી. કારણ કે, એક જ આરોપીના હાથમાં રહેલ હથિયારથી ફરિયાદીને જ્યારે ગંભીર ઈજા થઈ હોય અને તેઓ જમીન ઉપર પડી ગયા હોય ત્યારે બીજા આરોપીઓએ પોતાની પાસેના હથિયાર વડે ફરિયાદીને ઈજાઓ કરવાની જરૂરત રહેતી નથી. ફરાર આરોપી ઝડપાયા બાદ કેસ ફરી કોર્યોમાં ચાલશે
દરેક આરોપીના હાથમાં હથિયાર હોય તો પણ દરેક આરોપીઓએ પોતાના હથિયાર વડે ઈજાઓ કરેલ ન હોય તેમ પણ બને. પરંતુ આ તમામ આરોપીઓ સમાન ઈરાદો પાર પાડવા અને ફરિયાદીને મારી નાખવા માટે કાવતરુ ઘડયાના આરોપસર દોષિત ઠરે છે. સરકાર તરફેની આ રજૂઆતો માન્ય રાખી સેશન્સ જજ વી.કે. ભટ્ટ સાહેબએ સેશન્સ કેસમાં હાજર 3 આરોપીમાંથી 2 આરોપીને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને પ્રત્યેકને રૂપિયા 2.50 લાખનો દંડ ફટકાર્યો છે. તેમજ એક આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકેલ છે. જ્યારે નાશતા ફરતા 3 આરોપીઓ સામેનો કેસ તેઓ પકડાઈ ગયેથી નવેસર ચાલવા પાત્ર રહેશે. આ કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ અર્જુન પટેલ અને મુકેશ કેસરીયા રોકાયેલા હતાં. જયારે સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ સંજય કે. વોરા અને પરાગ એન. શાહ રોકાયેલા હતા.