મેલબોર્ન ટેસ્ટમાં મોટી હાર છતાં ઓસ્ટ્રેલિયા ક્રિકેટે જસપ્રીત બુમરાહ અને નીતિશ રેડ્ડીને સન્માનિત કર્યા છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડના ઓનર બોર્ડમાં બુમરાહ અને નીતિશના નામ લખ્યા છે. BCCIએ મંગળવારે બુમરાહ અને રેડ્ડીના નામ ઓનર બોર્ડ પર લખેલા હોવાનો વીડિયો જાહેર કર્યો હતો. 48 સેકન્ડના આ વીડિયોમાં 21 વર્ષીય નીતિશ રેડ્ડી ઓનર બોર્ડ પર પોતાનું નામ જોતા અને તેનો ફોટો લેતા જોવા મળ્યો હતો. આ બોર્ડમાં સુનીલ ગાવસ્કર, સચિન તેંડુલકર અને વિરાટ કોહલીના નામ છે. કપિલ દેવ અને અનિલ કુંબલે બોર્ડની બોલરોની યાદીમાં છે. બુમરાહે મેલબોર્ન ટેસ્ટની બંને ઇનિંગ્સમાં કુલ 9 વિકેટ ઝડપી હતી. નીતિશ રેડ્ડીએ પ્રથમ દાવમાં 114 રનની સદી ફટકારીને ભારતને ફોલોઓનથી બચાવ્યું હતું. આ મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે 184 રને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ભારતીય ટીમ 5 મેચની સિરીઝમાં 1-2થી પાછળ છે. ઓનર્સ બોર્ડ શું છે?
કોઈપણ મેદાન પર યાદગાર પ્રદર્શન કરનાર ખેલાડીઓને ઓનર્સ બોર્ડમાં સામેલ કરવામાં આવે છે, જેથી તેમનું પ્રદર્શન લાંબા સમય સુધી યાદ રહી શકે. સામાન્ય રીતે, મેદાન પર સદી ફટકારનારા બેટર્સ અને ઇનિંગ્સમાં 5 વિકેટ અથવા 10 વિકેટ લેનારા બોલરોને આમાં સ્થાન મળે છે. નીતિશ રેડ્ડી MCG ઓનર્સ બોર્ડમાં સ્થાન મેળવનાર 11મો ભારતીય બેટર છે, જ્યારે બુમરાહ છઠ્ઠો બોલર છે. મેલબોર્ન ટેસ્ટમાં બુમરાહ અને રેડ્ડીનું પ્રદર્શન રેડ્ડીએ પર્થ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું
યુવા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીએ પર્થમાં રમાયેલી આ સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. મેલબોર્ન ટેસ્ટ તેની કારકિર્દીની ચોથી મેચ હતી. તેણે સિરીઝમાં 49ની એવરેજથી 294 રન બનાવ્યા છે. નીતિશે તેની કારકિર્દીની સદી તેના પિતા મુતલ્યા રેડ્ડીને સમર્પિત કરી હતી. બુમરાહે સિરીઝમાં 30 વિકેટ લીધી
જસપ્રીત બુમરાહે મેલબોર્નમાં રમાયેલી ચોથી મેચની બીજી ઇનિંગમાં 24.4 ઓવર બોલિંગ દરમિયાન 5 વિકેટ ઝડપી હતી. તેણે 2.31ની ઇકોનોમી સાથે બોલિંગ કરી. બુમરાહે પ્રથમ ઇનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. તેણે તેની કારકિર્દીની 44 ટેસ્ટ મેચમાં 2.76ના ઇકોનોમી રેટથી બોલિંગ કરી છે અને 203 વિકેટ લીધી છે. 13 વખત એક ઇનિંગમાં 5 થી વધુ વિકેટ લીધી છે. BGT સંબંધિત આ સમાચાર પણ વાંચો… મેલબોર્નમાં મળેલી હારથી કેપ્ટન રોહિત મેલબોર્નમાં હારથી મેન્ટલી ડિસ્ટર્બ થયો ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, મેલબોર્ન ટેસ્ટમાં મળેલી હારથી તે માનસિક રીતે પરેશાન થઈ ગયો છે. સિડની ટેસ્ટ પહેલા તેણે પોતાની અને ટીમમાં ઘણા ફેરફારો કરવાની જરૂર છે. ઓસ્ટ્રેલિયા પાસે મોમેન્ટમ છે, પરંતુ ટીમ સિડનીમાં જીત મેળવીને પુનરાગમન કરવા માંગશે. સંપૂર્ણ સમાચાર વાંચો…