સરકારે પોતે સ્વીકાર્યું કે પોલીસ ફરિયાદ નથી લેતી પોલીસ એફઆઇઆર ન લેતી હોવાનું સરકારે પોતે સ્વીકાર્યું. અધિક ગૃહ સચિવની CP અને SPને પત્ર લખી ચીમકી આપતાં કહ્યું, તમામ FIR તાત્કાલિક નોંધો, નહીં તો કડક કાર્યવાહી થશે. થર્ટીફર્સ્ટની ઉજવણીને લઈને રાજ્યમાં ચાંપતો બંદોબસ્ત થર્ટીફર્સ્ટની ઉજવણીને લઈને આજે અમદાવાદના સીજી રોડ પર સાંજે 6 વાગ્યાથી અને સિંધુભવન રોડ રાત્રે 8 વાગ્યાથી વાહનો માટે પ્રવેશ બંધ રહેશે. ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા સાથે નવા વર્ષની ઉજવણીને લઈને રાજ્યનો પોલીસ વિભાગ સજ્જ. દારૂ પીધેલાઓને પકડવા માટે પોલીસની નવી ટેક્નિક બ્રેથ એનેલાઇઝરમાં રિઝલ્ટ ન મળતાં વડોદરા પોલીસે વાહનચાલકોને રોડ પરના સફેદ પટ્ટા પર ચલાવ્યા. બેલેન્સ પરથી નક્કી કરાયું કે દારૂ પીધો છે કે કેમ. બસ ભરાય એટલા દારૂડિયા પકડી કાર્યવાહી હાથ ધરી સુરતમાં થર્ટીફર્સ્ટની ઉજવણી પહેલાં જ પોલીસે બસ ભરાય એટલા દારૂડિયાઓ ઝડપી પાડ્યા. પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 10 કલાકમાં 250 દારૂડિયાઓને પકડી કાર્યવાહી કરી. AMCની કચરા ગાડીની ટક્કરે વિદ્યાર્થિનીનું મોત અમદાવાદના સરસપુરમાં 9 વર્ષની વિદ્યાર્થિનીને એએમસીની કચરા ગાડીએ ટક્કર મારી. સાઇકલ પર જઈ રહેલી બાળકીનું મોત નીપજ્યું. ડ્રાઈવર અકસ્માત સર્જી ફરાર થઈ ગયો. સ્મિત જિયાણીનો ફરી આપઘાતનો પ્રયાસ સુરતનાં સરથાણામાં પત્ની અને પુત્રની હત્યા કરનાર સ્મિત જિયાણીએ ફરી આપઘાતનો પ્રયાસ કર્યો. હૉસ્પિટલમાં સારવાર દરમિયાન સ્મિતે ટોઇલેટમાં કાચથી ગળું કાપવાનો પ્રયાસ કર્યો. ગટરમાંથી નવજાતનો મૃતદેહ મળતાં ચકચાર વડોદરામાં ડ્રેનેજમાંથી નવજાતનો મૃતદેહ મળ્યો. સફાઈકર્મીઓએ ચોક થયેલી ચેમ્બર ખોલતાં જ મૃતદેહ દેખાયો. પોલીસે માતાપિતાની શોધખોળ હાથ ધરી. બેટ દ્વારકામાં VIP દર્શનનો વીડિયો વાઇરલ થયો બેટ દ્વારકામાં VIP દર્શનનો વીડિયો વાઈરલ થયો. વીડિયોનું ખોટું અર્થઘટન કરાયાનો દાવો કરી ભૂદેવોએ કહ્યું- અમે ભગવાન અને ભક્તના મિલાપ કરાવવાની દક્ષિણા લઈએ છીએ. દરિયામાંથી ફિલ્મી ઢબે થતી દારૂની હેરાફેરી ઝડપાઈ 31stની ઉજવણી પૂર્વે દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો. વેરાવળના દરિયામાંથી 131 પેટી દારૂ ભરેલી ફિશિંગ બોટ ઝડપાઈ. દમણથી લવાયેલો દારૂ ચોરવાડ ડિલિવર થાય એ પહેલાં જ જપ્ત કરાયો. દેવું પૂરું કરવા પોતાના જ મોતનું તરકટ રચ્યું વડગામના ઢેલાણામાં એક શખસે દેવું પૂરું કરવા પોતાના જ મોતનું તરકટ રચ્યું. સવા કરોડનો વીમો પકવવા કબરમાંથી લાશ કાઢી ગાડી સાથે સળગાવી દીધી. પોલીસે મુખ્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.