2024ના વર્ષને અલવિદા કરવા અને 2025ના વર્ષને આવકારવા માટે અમદાવાદીઓ આતુર બન્યા છે. શહેરમાં અને આસપાસના વિસ્તારમાં દર વર્ષની માફક ન્યૂ યર પાર્ટીનું આયોજન કરાયું છે. અમદાવાદના સિંધુભવન રોડ, એસજી હાઈવે અને સીજી રોડ સહિતના વિસ્તારોમાં ધીમે ધીમે લોકો એકઠા થવા લાગ્યા છે. આ રસ્તાઓ પર ટ્રાફિકજામ ન થાય તે માટે પોલીસ પણ તૈનાત થઈ ચૂકી છે.