back to top
Homeગુજરાતનવા વર્ષને આવકારવા યુવાઓમાં થનગનાટ:સુરતમાં વિદ્યાર્થીઓના બોલિવુડ સ્ટાઇલમાં ઠુમકા; સિંધુભવન-CG રોડ સાંજથી...

નવા વર્ષને આવકારવા યુવાઓમાં થનગનાટ:સુરતમાં વિદ્યાર્થીઓના બોલિવુડ સ્ટાઇલમાં ઠુમકા; સિંધુભવન-CG રોડ સાંજથી બંધ રહેશે, જુઓ 4 મહાનગરની ધમાકેદાર ઉજવણી

અનેક ઉતાર-ચડાવ વચ્ચે પસાર થયેલા 2024ને ગુડબાય કહેવા અને 2025ના વર્ષને આવકારવા યુવાહૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. લોકો હર્ષોલ્લાસ સાથે આ ઉજવણી કરી શકે તે માટે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતનાં શહેરોમાં વિવિધ પાર્ટી પ્લોટમાં ન્યૂ યર પાર્ટીનું આયોજન કરાયું છે. તો બીજી તરફ લોકો કોઈપણ જાતના ભય વગર આ ઉત્સવને મનાવી શકે તે માટે તંત્રએ પણ ફુલપ્રૂફ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. રાજ્યનાં ચાર મહાનગરમાં થર્ટીફર્સ્ટની ઉજવણીનું પ્લાનિંગ કેવું છે?, ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને, ટ્રાફિકની વ્યવસ્થા જળવાઈ રહે અને ખાસ કરીને યુવતીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસનું પ્લાનિંગ કેવું છે? થર્ટીફર્સ્ટની ઉજવણીને લઈ એ તમામ વિગતો જે તમે જાણવા માગો છે તેની આગળ વાત કરીએ. સુરત શહેર સુરતની સ્માસ્મા કોલેજમાં ડીજેના તાલે વિદ્યાર્થીઓ ઝુમી ઉઠ્યા
સુરત શહેરમાં યુવાનોમાં નવા વર્ષને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 2024ને બાય બાય કરી 2025ને આવકારવાનો થનગનાટ અત્યારથી જ સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે. સુરેશ શહેરની અંદર નવા વર્ષના આવકારવા માટે અનેક પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેની શરૂઆત કોલેજથી શરૂ થઈ ગઈ છે. સુરતની પીપલોદ વિસ્તારમાં આવેલી સ્માસ્મામાં કોલેજમાં યુવાનો દ્વારા નવા વર્ષને આવકારવા માટે ગેટ ટુ ગેધરનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓમાં જબરજસ્ત જોવા મળ્યો છે. સુરતીઓ દરેક ક્ષણને મોજ મસ્તીથી માણી લેવા માટે જાણીતા છે. નવા વર્ષને આવકારવા માટે કોલેજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ડીજેના તાલ ઉપર ધૂમ મચાવી દીધી હતી. કોલેજના કેમ્પસમાં વિદ્યાર્થીઓએ મન મૂકીને ડાન્સ કર્યો હતો. પાર્ટીઓ પર પોલીસ ચાંપતી નજર રાખશે
થર્ટીફર્સ્ટ પાર્ટીને લઈને તમામ પ્રકારની તૈયારીઓ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે. સુરત શહેરમાં અને બહારના વિસ્તારમાં ફાર્મહાઉસ પર યોજાનારી પાર્ટીઓને લઈને પોલીસે તમામ આયોજકો પાસેથી સીસીટીવી ફૂટેજનો ઍક્સેસ માગ્યો છે. આ ફૂટેજ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરવામાં આવશે. તમામ પાર્ટીઓ પર પોલીસ નજર રાખશે. મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસ સાદાં કપડામાં તહેનાત રહેશે
મહિલાઓની સુરક્ષા માટે પણ સુરત પોલીસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. અલગ અલગ વિસ્તારોમાં 75થી વધુ સી- ટીમની મહિલા પોલીસ કર્મચારીઓ સાદાં કપડાંમાં તહેનાત રહેશે. પોલીસે શહેરના તમામ ફાર્મ હાઉસ સંચાલકો, માલિકો, અને ન્યુ યર પાર્ટીના આયોજકો સાથે મિટિંગ યોજી છે. અમદાવાદ શહેર
પાર્ટીમાં અશ્લીલતા અને મહિલા સાથે અયોગ્ય વર્તન થયું તો આયોજકો જવાબદાર
અમદાવાદ શહેરમાં ન્યૂ યરની પાર્ટીમાં અશ્લીલતા અને મહિલાઓ સાથે અયોગ્ય વર્તન ન થાય તે માટે આયોજકોની જવાબદારી પણ ફિક્સ કરવામાં આવી છે.
ન્યુ યર પાર્ટી કાર્યક્રમ દરમિયાન કોઈ અશ્લીલતાનું પ્રદર્શન થાય નહિ તેની કાળજી રાખવી તથા મહિલાઓનો માન-મરતબો જળવાય તે રીતે પાર્ટીનું આયોજન કરવાનું રહેશે. કયાંય પણ મહિલાઓને ન છાજે તેવું વર્તન કે બીભત્સ વર્તન કે પ્રદર્શન થવું જોઇએ નહીં અને કોઇ અનિચ્છનીય બનાવ બનશે તો સઘળી જવાબદારી કાર્યક્રમના આયોજકોની રહેશે. જેથી કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થાની જાળવણીના હેતુસર પોલીસ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. શહેરના સીજી રોડ, એસજી હાઇવે, સિંધુભવન રોડ સહિતના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાંજે 6 વાગ્યાથી શહેર પોલીસ સ્ટેન્ડ ટુ રહેશે. મહિલાઓની સુરક્ષા માટે બંદોબસ્તમાં તમામ શી ટીમ તથા મહિલા પોલીસ કર્મચારીઓનો ઉપયોગ કરી કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે તકેદારી રાખવામાં આવશે. રાત્રી દરમિયાન અસામાજિક તત્ત્વો દ્વારા જોખમી રીતે વાહન ચલાવી સ્ટંટ કરતા હોવાના બનાવો ન બને તે અંગે રોડ ઉપર વધુમાં વધુ પોલીસની હાજરી રાખી બેરિકેડિંગ રાખવામાં આવશે. વડોદરા શહેર
વડોદરા શહેરની વાત કરીએ તો, અહીં ફતેગંજ વિસ્તારમાં લાલ ચર્ચની બહાર અને સયાજીગંજ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ન્યૂ યરની ઉજવણી કરશે. આ ઉપરાંત અલગ અલગ પાર્ટી પ્લોટમાં પણ લોકો નવા વર્ષને આવકારવા એકઠા થશે. ન્યૂ યર પાર્ટીઓને લઈ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો સુરક્ષિત રીતે ઉજવણી કરી શકે તે માટે તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરાયો છે. વડોદરામાં પોલીસનો એક્શન પ્લાન
વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ, રેસ્ટોરન્ટ, કાફે અને હોટલ મળી કૂલ 10 સ્થળે મંજૂરી આપવામાં આવી છે. ત્યારે ગ્રામ્ય પોલીસ દ્વારા નવા વર્ષની ઉજવણીને ધ્યાને રાખી ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા 31 ડિસેમ્બરને ધ્યાનમા રાખી કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે અર્થે વડોદરા ગ્રામ્ય જિલ્લામાં આવેલા ફાર્મ હાઉસ, હોટલ, રિસોર્ટ અને કેફે વગેરે કુલ 211 સંચાલકો સાથે મિટિંગનું આયોજન કરી તમામને જરૂરી સૂચનો આપી નવા વર્ષને આવકારવા માટે જે પાર્ટીનું આયોજન કરનાર હોય તો તે અંગે જરૂરી મંજૂરી મેળવવા તેમજ કેફી પીણું કે ડ્રગ્સનો નશો કરીને પાર્ટી આયોજન કરવામાં ન આવે તે અંગે સૂચના આપવામાં આવી છે. આ પણ વાંચો… દારૂડિયાઓને પકડવા વડોદરા પોલીસની નવી ટેક્નિક, વાહનચાલકોને રોડ પરના સફેદ પટ્ટા પર ચલાવ્યા; બેલેન્સ ગુમાવે તો સમજો પીધેલા! 31 ડિસેમ્બરના રોજ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે પ્રોબેશન પોલીસ અધિક્ષક-1, DYSP -3, પોલીસ સબ ઇન્સ્પેકટર– 45, પોલીસ ઇન્સ્પેક્ટર- 20, તેમજ 400થી વધુ પોલીસ કર્મચારીઓને જિલ્લામાં અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ તથા ચેકપોસ્ટે ઊભા કરી રાઉન્ડ ધી ક્લોક બ્રેથ એનેલાઇઝર તેમજ એન.ડી.પી.એસ કિટ સાથે રાખી કામગીરી હાથ ધરવામાં આવી રહીં છે. પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન બોડી વોર્ન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે. વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘોડેસવાર પોલીસ દ્વારા અંતરિયાળ ગામોમાં પેટ્રોલિંગ કરાશે, જિલ્લાની શી-ટીમ, પી.સી.આર વાન તેમજ ટ્રાફિક પોલીસને જિલ્લાના મુખ્ય પોઇન્ટ પર તહેનાત કરાઇ છે. રાજકોટ શહેર
થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણીને લઇ રાજકોટ પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ કરીને રાજકોટ શહેર પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશન તેમજ ક્રાઇમ બ્રાન્ચ SOG અને ટ્રાફિક શાખાને સતત પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ અંગે સૂચના આપી દેવામાં આવી છે. આ દરમિયાન દારૂનું તેમજ માદક પદાર્થનું સેવન કરી ઘણા લોકો લટાર લગાવતા હોય છે અને બીજાની ઉજવણીમાં ખલેલ પહોંચાડવા પ્રયાસ કરતા હોય છે તેને નિષ્ફ્ળ બનાવવા માટે અને લોકો સારી રીતે આ દિવસોમાં ઉજવણી કરી શકે તે માટે પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમામ પોલીસ અધિકારીઓ કર્મચારીઓને સૂચના આપવામાં આવી છે અને વધુ ને વધુ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કેસ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. એટલું જ નહીં આ વર્ષે પણ પોલીસની અલગ અલગ ટીમો બ્રેથ એનેલાઇઝર અને નાર્કોટિક્સ ડ્રગ્સ ડિટેક્શન કિટ મદદથી પણ ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવશે. રાજકોટ શહેર પોલીસ દ્વારા 31st ને લઇ પાર્ટી પ્લોટમાં થતા ખાનગી આયોજનોમાં પણ તમામ આયોજકોને ખાનગી સિક્યોરિટી રાખવા તેમજ શક્ય હોય તેટલી જગ્યા સીસીટીવી કેમેરાથી કવર થાય તે મુજબ આયોજન કરવા સૂચના આપવામાં આવી છે જેની સાથે સાથે રાજકોટ શહેરના તમામ મુખ્ય ચાર રસ્તાઓ ઉપર રાજકોટ શહેર પોલીસની અલગ અલગ ટીમો દ્વારા વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે. અને આ ચેકિંગ દરમિયાન ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વાહન ચેકિંગ સાથે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા બ્રેથ એનેલાઇઝરની મદદથી પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે અને હાલ પણ આ ચેકિંગ ચાલુ જ છે. રાજકોટ શહેરમાં છેલ્લા 10 દિવસથી રોજ રાત્રીના સમયે ટ્રાફિક શાખા દ્વારા ખાસ ડ્રાઇવ યોજી વાહન ચેકિંગની સાથે સાથે બ્રેથ એનેલાઇઝર મદદથી તપાસ કરવામાં આવી રહી છે જેમાં કુલ 1000થી વધુ વાહન ચાલકોને ચેક કરવામાં આવ્યાં છે. થર્ટીફર્સ્ટની ઉજવણીને લઈ 108ની ટીમ પણ એલર્ટ રહેશે
રાજકોટ 108 એમ્બ્યુલન્સના ચેતન ગાધેએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં હાલ 43 જેટલી 108 એમ્બ્યુલન્સ છે સામાન્ય રીતે થર્ટીફર્સ્ટ પહેલાં પોલીસ તરફથી અમને અલગ અલગ પ્રકારના આયોજનોની વિગતો આપવામાં આવતી હોય છે પરંતુ હજુ સુધી કોઈ વિગતો આવી નથી. જોકે સામાન્ય રીતે જે જગ્યાએ મોટું ક્રાઉડ એકઠું થતું હોય એટલે કે જે રસ્તાઓ ઉપર થર્ટીફર્સ્ટના સેલિબ્રેશન થતા હોય ત્યાં 108 એમ્બ્યુલન્સ હોટસ્પોટ કરવામાં આવે છે. એટલે કે થર્ટીફર્સ્ટના સેલિબ્રેશન પ્લસની આસપાસ 108 એમ્બ્યુલન્સ ડ્રાઇવર અને તબીબ સાથે રાખવામાં આવે છે. જોકે આમ છતાં થર્ટીફર્સ્ટને લઈને 108 એમ્બ્યુલન્સનો 250 વ્યક્તિઓનો સ્ટાફ એલર્ટ મોડ ઉપર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments