2024ના વર્ષને પૂર્ણ થવામાં હવે ગણતરીની કલાકો બાકી છે. ત્યારે રાજકોટીયન્સ નવા વર્ષને આવકારવા આતુર બન્યા છે. રાજકોટમાં ઠેર ઠેર નયૂ યર પાર્ટીઓનું આયોજન કરાયું છે. લોકો નવા વર્ષને શાંતિપૂર્ણ રીતે આવકારી શકે તે માટે પોલીસ પણ અત્યારથી જ રસ્તાઓ પર તૈનાત થઈ ચૂકી છે. ન્યૂ યર સેલિબ્રેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ ખડપેગે રહેશે.